પંખાની પીન ભરાવતી વખતે વીજ શોક લાગતા ધો.6ની છાત્રાનું મોત

રાજકોટમા આવેલ સ્વામીનારાયણ પાર્કમા રહેતી અને ધો. 6 મા અભ્યાસ કરતી 11 વર્ષની બાળકી માતા સાથે જામનગરનાં અમરાપુર ગામે વતનમા વેકેશન કરવા ગઇ હતી. ત્યારે…

રાજકોટમા આવેલ સ્વામીનારાયણ પાર્કમા રહેતી અને ધો. 6 મા અભ્યાસ કરતી 11 વર્ષની બાળકી માતા સાથે જામનગરનાં અમરાપુર ગામે વતનમા વેકેશન કરવા ગઇ હતી. ત્યારે પલ્ગમા પીન ભરાવતી વખતે અકસ્માતે વીજ શોક લાગતા બાળકીનુ મોત નીપજયુ હતુ. બાળકીનાં મોતથી પરીવારમા શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમા આવેલ સ્વામીનારાયણ પાર્કમા રહેતી અને ધો. 6 મા અભ્યાસ કરતી ભારતીબેન અશોકભાઇ વીરડા નામની 11 વર્ષની બાળકી માતા સાથે જામનગરનાં અમરાપુર ગામે વતનમા વેકેશન કરવા ગઇ હતી. ત્યારે સાંજનાં છએક વાગ્યાનાં અરસામા પલ્ગમા પીન ભરાવતી વખતે અકસ્માતે વીજ શોક લાગતા બાળકી બેભાન હાલતમા ઢળી પડી હતી. બાળકીને તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડવામા આવી હતી જયા બાળકીનુ મોત નીપજતા પરીવારમા શોકની લાગણી પ્રસરી છે.

પ્રાથમીક પુછપરછમા મૃતક બાળકી ધો. 6 મા અભ્યાસ કરે છે અને હાલ વેકેશન હોવાથી માતા જયશ્રીબેન સાથે વતનમા આટો મારવા ગઇ હતી. ત્યારે અકસ્માતે વીજ શોક લાગતા મોત નીપજયુ હોવાનુ જાણવા મળ્યુ છે. આ બનાવ અંગે પોલીસે નોંધ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *