ગુજરાતના એકમાત્ર વાઘ માટે ટૂંક સમયમાં સંભવિત જોડીદારો (માદા વાઘણો) આવી શકે છે. જોકે, આ વાઘણો રતનમહાલમાં આવેલા વાઘના રહેઠાણ વિસ્તારમાં પ્રવેશે તે પહેલાં, વન વિભાગ તેમના માટે અનુકૂલન સાધવા હેતુ ખાસ વાડા (યક્ષભહજ્ઞતીયિત) તૈયાર કરી રહ્યું છે. પાંચ-પાંચ હેક્ટર વિસ્તાર ધરાવતા આ બે વાડા કામચલાઉ ઘર તરીકે કામ કરશે. અહીં વાઘણો તેમના નવા વાતાવરણ સાથે ટેવાઈ શકશે, જ્યારે ત્યાં રહેતો નર વાઘ પણ જંગલમાં પ્રત્યક્ષ મુલાકાત થાય તે પહેલાં, તેમની ગંધ પારખી શકશે અને તેમનો અવાજ સાંભળી શકશે.
વન વિભાગે બે વાડા બનાવવા માટે ટેન્ડર બહાર પાડ્યા છે એક ડાંગમાં અને બીજો નર્મદા જિલ્લામાં જે 45 દિવસમાં તૈયાર થઈ જવાની અપેક્ષા છે. બે થી પાંચ હેક્ટર સુધીના વિકલ્પો વિચારણા હેઠળ છે, પરંતુ અધિકારીઓ મોટા કદના વાડાને વધુ પસંદ કરી રહ્યા છે. નેશનલ ટાઈગર ક્ધઝર્વેશન ઓથોરિટી (NTCA) સમક્ષ બે થી ત્રણ પ્રસ્તાવો રજૂ કરવામાં આવ્યા છે, જે હવે આગળની રણનીતિ નક્કી કરશે.
આ વિચાર પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે દરેક વાઘણને જંગલમાં મુક્ત કરતા પહેલા નવા વાતાવરણ સાથે અનુકૂળ થવા માટે પૂરતો સમય મળે. આ વાડા નર વાઘને પણ તેની સંભવિત જોડીદારની હાજરી વિશે ગંધ અને અવાજ દ્વારા પરિચિત થવામાં મદદ કરી શકે છે. અધિકારીઓનું માનવું છે કે આ પ્રકારની પ્રારંભિક ઓળખથી એ સમજવામાં મદદ મળશે કે નર વાઘ માદાઓના આગમન પર કેવી પ્રતિક્રિયા આપે છે, અને તે પણ પ્રાણીઓને સીધા સામસામે લાવ્યા વિના.
વન વિભાગના અધિકારીઓએ સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયનું એક રસપ્રદ ઉદાહરણ આપ્યું, જ્યાં એક નર સિંહ સિંહણનો અવાજ સાંભળીને વાડાની નજીક આવી જતો હતો. તેઓ હવે એ અભ્યાસ કરવા માંગે છે કે શું વાઘણની હાજરી કે તેના અવાજથી નર વાઘમાં પણ આવી જ પ્રતિક્રિયા જોવા મળે છે કે કેમ.
પ્રિન્સિપાલ ચીફ ક્ધઝર્વેટર ઓફ ફોરેસ્ટ્સ (PCCF) જયપાલ સિંહે પુષ્ટિ કરી છે કે વિભાગ વાઘણો માટે પાંચ હેક્ટરના વાડા બનાવવાનું વિચારી રહ્યો છે. સિંહે જણાવ્યું હતું કે, એકવાર વાઘણોને જંગલમાં મુક્ત કરી દેવામાં આવે, ત્યારબાદ આ સુવિધાઓનો ઉપયોગ તૃણાહારી પ્રાણીઓના સંવર્ધન (બયિયમશક્ષલ) માટે પણ થઈ શકે છે. ગાંધીનગરના એક વરિષ્ઠ વન અધિકારીએ જણાવ્યું હતું કે, જંગલી પ્રાણીઓની વસ્તીને મજબૂત બનાવવાથી ટકાઉ શિકારનો આધાર બનાવવામાં મદદ મળશે, જે લાંબા ગાળે વાઘની વસ્તીને ટેકો આપવા માટે એક મહત્વપૂર્ણ જરૂૂરિયાત છે.
