સુરતના વરાછામાં 400 મીટર લાંબો રોડ જમીનમાં બેસી ગયો

સુરતમાં પહેલા જ વરસાદે પાલિકાના વિકાસના દાવાઓની પોલ ખોલી છે. મોટા વરાછામાં 400 મીટર લાંબો રસ્તો જમીનમાં બેસી ગયો હતો. જ્યાં કાર સમાઈ જાય તેવા…

સુરતમાં પહેલા જ વરસાદે પાલિકાના વિકાસના દાવાઓની પોલ ખોલી છે. મોટા વરાછામાં 400 મીટર લાંબો રસ્તો જમીનમાં બેસી ગયો હતો. જ્યાં કાર સમાઈ જાય તેવા 4-5 ભૂવા પડ્યા. ડ્રેનેજ કામગીરી બાદ બનેલો રોડ બેસી જતાં નબળી ગુણવત્તા સામે પ્રશ્નાર્થ સર્જાયો. સદનસીબે કોઈ જાનહાનિ નથી. પાલિકાએ રસ્તો બંધ કરી સમારકામ શરૂૂ કર્યું છે.

સુરત મહાનગરપાલિકા દર વર્ષે કરોડો રૂૂપિયાના ખર્ચે સ્માર્ટ સિટી અને મજબૂત રસ્તાઓ બનાવવાના મોટા-મોટા દાવા કરે છે, પરંતુ ચાલુ સીઝનના પહેલા જ વરસાદે પાલિકાના આ વિકાસના દાવાઓની હકીકત ખુલ્લી પાડી દીધી છે. શહેરના મોટા વરાછા વિસ્તારમાં આશરે 400 મીટર જેટલો લાંબો રસ્તો જમીનમાં બેસી ગયો છે. આ માર્ગ પર આખેઆખી કાર સમાઈ જાય તેટલા મોટા ચારથી પાંચ ભૂવા પડી જતાં વાહનચાલકો અને સ્થાનિક લોકોમાં ભારે ગભરાટ અને ભયનો માહોલ ફેલાયો છે. એક કાર પણ ખાડામાં ખાબકી હતી પરંતુ સદનશીબે કોઇ જાનહાની થઇ નથી.

સુરતમાં આ ઘટનાએ પાલિકાના રોડ વિભાગની કામગીરી, કોન્ટ્રાક્ટરની ગુણવત્તા અને સુપરવિઝન કરી રહેલા અધિકારીઓની બેદરકારી સામે ગંભીર પ્રશ્નાર્થ ચિહ્નો ઉભા કર્યા છે. આ જ માર્ગ પર થોડા સમય પહેલાં ડ્રેનેજ લાઈન નાંખવાની કામગીરી કરવામાં આવી હતી. ડ્રેનેજનું કામ પૂરું કરાયા બાદ તેના પર ફરીથી નવો રોડ બનાવવામાં આવ્યો હતો. તેમ છતાં, પહેલા જ વરસાદમાં આખો રસ્તો બેસી જતાં કામની નબળી ગુણવત્તા જમીન ફાડીને બહાર આવી છે.

ઘટનાની ગંભીરતા અને જોખમને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ તાત્કાલિક દોડતા થયા હતા. પાલિકા દ્વારા સુરક્ષાના ભાગરૂૂપે તાત્કાલિક અસરથી આ મુખ્ય માર્ગને વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. ઘટનાસ્થળે જેસીબી સહિતની ભારે મશીનરી ઉતારીને રસ્તાના સમારકામની કામગીરી શરૂૂ કરી દેવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *