ગોંડલ કોર્ટનો વેચેલ ગાડીનું નામ ટ્રાન્સફર ન થતા અકસ્માત કેસમાં માલિકને 75 લાખ ચૂકવવા હુકમ

બીલડી ગામે રહેતા ખેતીકામ કરતા ગુજરનાર ભીખુભાઈ પોપટભાઈ ભુવા મોટર સાયકલમાં ગોડલ – વાસાવડ રોડ પર, બીલડી ગામના પાટીયા પાસે પહોંચતા હતા ત્યારે એક કાર…

બીલડી ગામે રહેતા ખેતીકામ કરતા ગુજરનાર ભીખુભાઈ પોપટભાઈ ભુવા મોટર સાયકલમાં ગોડલ – વાસાવડ રોડ પર, બીલડી ગામના પાટીયા પાસે પહોંચતા હતા ત્યારે એક કાર ચાલકે મોટર સાયકલ સવારને હડફેટે લેતા અતી ભયંકર અકસ્માત સર્જેલ હતો, અને અકસ્માતમાં ભીખુભાઈ પોપટભાઈ ભુવાનુ લાંબી સારવાર દરમિયાન ચાલુ કામે અવસાન નિપજાવેલ હતુ અને પાછળ બેઠેલ ગુજરનારના પત્નિને ગંભીર ઈજાઓ થયેલ જેનું વળતર મેળવવા માટે ગોંડલ કોર્ટેમાં કલેઈમ કરેલ.વિશેષમાં આ કેસની વિગતમાં અકસ્માતમાં સંડોવાયેલ કાર તેના મુળ માલિકે નવી કાર ખરીદવાના હેતુથી મારૂૂતિ કારની ટુ વેલ્યુ કંપની કે જે જુના વાહનો લે-વેચનું કામ કરતી કંપની છે તેને આ ગાડી વેચેલ હતી.

જે ટુ વેલ્યુ કંપનીએ કોઈ અજાણ્યા અલગ-અલગ ત્રણ વ્યક્તિઓને આર.ટી.ઓ. માં ના ટ્રાન્સફર કરાવ્યા વગર વેચેલી. જે ત્રીજા ખરીદનારે આ ગાડી દ્રારા અકસ્માત કરેલ અને આર.ટી.ઓ.માં આ ગાડીના મુળ માલિકનું નામ અકસ્માત સમયે ચાલુ હતુ. જેથી કોર્ટે સમક્ષ આવેલા તમામ પુરાવાઓને ધ્યાને લઈ નામદાર ગોંડલ કોર્ટે ગાડીના મુળ માલિક એટલે કે રજીસ્ટર ઓનર અને મારૂૂતિ કારની ટુ વેલ્યુ કંપનીને સંયુક્ત રીતે જવાબદાર ઠેરવેલ છે તેમજ નામદાર ગુજરાત હાઈકોર્ટ તેમજ સુપ્રિમકોર્ટના જજમેન્ટોને ધ્યાને લેતા મૃતકના પરીવારજનોને વ્યાજ અને ખર્ચ સહિત 75 લાખ રૂૂપિયા ટુ વેલ્યુને અને રજીસ્ટર ઓનરને ચુકવવાનો ગોંડલના મહેરાન મોટર એકસીડન્ટ કલેઈમ ટ્રીબ્યુનલના માનનીય જજ એચ.એ.ત્રિવેદીએ હુકમ ફરમાવેલ છે.
એટલે સમાજને લાલબતી સમાન આ કેસની વિગતો જોતા તમે તમારૂૂ વાહન જુના વાહનોની લે-વેચ કરતા કોઈ પણ ડિલરોને વેચતા પહેલા તમાર નામ આર.ટી.ઓ. ના રજીસ્ટરમાં ટ્રાન્સફર કરવું ફરજીયાત છે જે ધ્યાને લઈ ટુંકી લાલચમાં આવી તમારા વાહનો વેચતા પહેલા આ ચુકાદો વાંચવા લોકોને અપીલ કરેલ છે. જેમાં આ કેસમાં ગુજરનારના પરિવારને ન્યાય અપાવવા ગોંડલના એડવોકેટ યતિશભાઈ ગોવિંદભાઈ દેસાઈ તથા એડવોકેટ મયંક પ્રવિણભાઈ ધનેશા રોકાયેલા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *