અમિત ખૂંટે લખેલી 4 પાનાની સ્યુસાઇડ નોટ મળી, અનિરૂધ્ધસિંહ-રાજદીપસિંહ અને બે યુવતીના નામ

દુષ્કર્મની ફરિયાદમાં ખોટી રીતે ફસાવી દીધાનું કથન, પોલીસે ગુનો નોંધવા શરૂ કરેલી કાર્યવાહી જયરાજસિંહ જાડેજા સહિતના આગેવાનો ઘટનાસ્થળે દોડી જતા રીબડામાં રાજકીય વાતાવરણ તંગ મૃતદેહ…

દુષ્કર્મની ફરિયાદમાં ખોટી રીતે ફસાવી દીધાનું કથન, પોલીસે ગુનો નોંધવા શરૂ કરેલી કાર્યવાહી

જયરાજસિંહ જાડેજા સહિતના આગેવાનો ઘટનાસ્થળે દોડી જતા રીબડામાં રાજકીય વાતાવરણ તંગ

મૃતદેહ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ ખસેડાયો, સિવિલ હોસ્પિટલમાં ટોળાં ઊમટતા બંદોબસ્ત ગોઠવાયો

રાજકોટમાં ગત શનિવારે સગીર મોડેલ ઉપર દુષ્કર્મની ફરિયાદ નોંધાયા બાદ ગત રાત્રે રીબડા ગામના અમિત ખૂંટ નામના યૂવાને પોતાની વાડીમાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધા બાદ ગોંડલ પંથકમાં ફરી એક વખત રાજકારણ ગરમાયુ છે અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા સહિતના આગેવાનો રીબડા ખાતે ઘટના સ્થળે દોડી જતા વાતાવરણ તંગ બન્યુ છે.

બીજી તરફ મૃતક અમિત ખૂંટે આપઘાત પહેલા ચાર પાનાની સ્યુસાઇડ નોટ મળી આવી હોવાનુ અને તેમાં રીબડાવાળા અનિરૂધ્ધસિંહ જાડેજા તથા તેના પુત્ર રાજદીપસિંહ જાડેજા અને બે યુવતિના નામ હોવાનુ રાજકોટ જિલ્લા પોલીસવડાએ જણાવ્યુ હતુ.

રૂરલ એસ.પી. હિમકરસિંહ ગુજરાત મિરર સાથેની વાતચિતમાં જણાવ્યુ હતુ કે મૃતક પાસેથી મળેલી સ્યુસાઇડ નોટમાં અનિરૂધ્ધસિંહ જાડેજા, રાજદીપસિંહ જાડેજા ઉપરાંત બે યુવતીઓના નામ લખ્યા છે. આ તમામ સામે હાલ ગુનો દાખલ કરવામાં આવી રહયો છે.
મૃતકના પરિવારે એવુ પણ જણાવ્યુ હતુ કે મરનાર અમિતે લખેલી સ્યુસાઇડ નોટમાં તેને રીબડાવાળા અનિરૂધ્ધસિંહ જાડેજા તથા તેના પુત્ર રાજદીપસિંહ જાડેજાએ બળાત્કારના કેસમાં ખોટી રીતે ફીટ કરી દીધાનુ લખ્યુ છે. હાલ ગોંડલ પોલીસે આ સ્યુસાઇડ નોટ કબજે લઇ આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરવા તજવીજ હાથ ધરી હોવાનુ જાણવા મળેલ છે.

રીબડામા વાડીએ આપઘાત કરનાર અમિત દામજીભાઇ ખુંટ પાસેથી પોલીસે ચાર પાનાની સ્યુસાઇડ નોટ કબજે કરી હોય જેમા તેણે પોતાના પરીવારજનોનુ ધ્યાન રાખવા અને કોઇને હેરાન નહી કરવાની વાતનો ઉલ્લેખ કરી 3 અલગ અલગ નંબરો લખ્યા હતા જેમા ઉમેશ કાકા, મિતેશભાઇ અને અન્ય એક નંબર લખ્યો હતો. સ્યુસાઇડ નોટમા અમિતે કરેલા સનસનીખેજ આક્ષેપોમા રીબડા અનિરૂધ્ધસિંહ મહીપતસિંહ જાડેજા, તેના પુત્ર રાજદિપસિંહ અનિરૂધ્ધસિંહ જાડેજા તથા બે યુવતી રિધ્ધી અને પાયલના નામનો ઉલ્લેખ કરી અમિતને હનીટ્રેપમા ફસાવી તેની સામે દુષ્કર્મની ફરીયાદ નોંધાવી હોવાનુ જણાવ્યુ હતુ. આ મામલે પોલીસે હાલ સ્યુસાઇડ નોટ કબજે લઇ અમિતે કરેલા આક્ષેપ બાદ આ ઘટનામા પોલીસ રીબડાનાં અનિરૂધ્ધસિંહ જાડેજા, તેના પુત્ર રાજદિપસિંહ અને પાયલ તથા રિધ્ધી સામે ગુનો નોંધવા માટે કાર્યવાહી શરૂ કરી છે.

અત્રે એ વાત ઉલ્લેખનીય છે કે વિધાનસભાની ચુંટણી વખતે રીબડામા જયરાજસિંહે યોજેલા સંમેલન બાદ તેમા સક્રીય બનેલા અમિત ખુંટને અનિરૂધ્ધસિંહ જાડેજાનાં પુત્રએ રીવોલવર દેખાડી ધમકી આપી માર માર્યાની ફરીયાદ જે તે વખતે નોંધાઇ હતી. ત્યારથી અમિત સામે રાગદ્વેષ રાખીને તેને કોઇપણ રીતે બદલો લેવા રીબડા જુથે આ કાવતરુ રચીને તેની સામે હનીટ્રેપ ગોઠવી દુષ્કર્મની ફરીયાદ કરાવી હોવાનુ ચર્ચાઇ રહયુ છે આ મામલે ગોંડલ પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.

પરિવારને હેરાન નહીં કરવા અપીલ
રીબડામાં પોતાની વાડીમાં આપઘાત કરનાર અમિત ખૂંટે અન્ય એક સ્યુસાઇડ નોટ પણ લખી છે તેમાં લખ્યુ છે કે, આ મારા ઘરના નંબર છે, આને કોઇ હેરાન નો કરતા. 89803 65631, ઉમેશ કાકા 99135 33235 તથા મિતેશભાઇ 97129 90190 લખેલુ છે. મૃતક અમિત ખૂંટ પરિણિત હોવાનું અને સંતાનમાં એક પૂત્ર હોવાનું તેના પરિવારજનોમાંથી જાણવા મળેલ છે.

મૃતક અમિત ખૂંટે સ્યુસાઈડ નોટમાં શું લખ્યું છે ?
મૃતકની સ્યુસાઈડ નોટ પણ સામે આવી છે તેમાં અમિત ખુટે લખ્યું છે કે, ચાર છોકરીઓએ મારી સાથે હનીટ્રેપ કર્યુ છે આ ચાર છોકરીઓ પૈકી બેના નામ પણ સ્યુસાઈડ નોટમાં લખ્યા છે જે પૈકી એક મીડિયામાં બોલે છે એ પણ આની સાથે છે આની સાથે ત્રણ છોકરા છે આ બધાનું મોટુ ગ્રુપ છે જેમાં અનિરુદ્ધસિંહ મહિપતસિંહ અને રાજદીપસિંહ અનિરુદ્ધસિંહ પૈસા દઈ મને ફસાવવા માંગતા હતાં ને તેની ઉપર હુમલાનો કેસ કરેલ છે. આ બધા ભેગા મળીને મારી સાથે ફ્રોડ કર્યુ છે. હું આ દુનિયા છોડીને જાઉં છું મારે પોલીસને મારી સાથે હનીટ્રેપ કરીને મને ફસાવવામાં આવ્યો છે હું આ ગામનું સારુ કરવા ગયો હતો એટલે મારી માથે આવુ કરવામાં આવ્યું છે. આ બધાને શખ્તમાં શખત સજા કરજો આ બધુ રિબડા અનિરુદ્ધસિંહએ જ કરાવેલ છે. મારી ઉપર આવુ અનેકવાર દમન ગુજારવામાં આવ્યું છે તેથી મારે રિબડા છોડવું પડી ગયું પણ અમે નાના માણસો છીએ એમને પોચાય તેમ નથી. ભાઈ મંત્ર, સમર્થ અને કિસુ, બીના, બધાનું ધ્યાન રાખજે મારાથી કંઈ ભુલ થઈ હોય તો મને માફ કરજે, મંત્રને જે જોઈએ તે લઈ દેજે, હું તો હવે નથી તારે બાપ થઈને બધાનું ધ્યાન રાખવાનું છે.

ફુલ પ્લાનીંગથી મને આ બધાએ ફસાવેલ છે. આમા ઉંડી તપાસ કરશો તો જ રિબડાવાળા આવશે આ બધુ ત્યાંથી જ કરવામાં આવ્યું છે. મને મરવા મજબુર કરવા પાછળ અનિરુદ્ધસિંહનો જ હાથ છે અને મને મરવા મજબુર કરેલ છે. અનિરુદ્ધસિંહ મહિપતસિંહ, રાજદીપસિંહ અનિરુદ્ધસિંહ બદનામ કરવામાં કોઈ કસર નથી છોડી એટલે આવી બદનામવાળી જીંદગી મારે નથી જીવી. જેથી કરીને હું અને મારો પરિવાર ઉંચુ ઉપાડીને ગામમાં ન નિકળી આવી બદનામ કરી અનુભા આવુ ન કરાય તમારે સમાધાન કરવું હતું તો તમે આવી એક ફોન કર્યો હોત તો હું આવી જાત મે તમારી આવી આબરૂ કાઢી હોત તો તમારે યાદ છે ગામમાં પણ બધુ ખુલ્લુ કરીને મારે હવે તમને બદનામ નથી કરવા તમે ખાલી ગામ સાથે આવુ નહોતુ કરવું.

અનેરા મારા તમામ મિત્રોને વિનંતી છે આની ઉપર જે કાર્યવાહી થતી હોય તે કરજો ત્યારે મારા જીવને શાંતિ મળશે. આવી બે પૈસાની …….. રાખીને તમે મારા પર આવુ કર્યુ છે ભગવાન તમને બચાવે બીજુ શું, કરો રિબડામાં જલશા અનુભા રાજદીપભાઈને કહેજો જય માતાજી હવે તમને કોઈ નડવા નહીં આવે.
-લી. અમિત ખુંટ

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *