ઇન્ડિયન આઇડલ-12ના વિજેતા પવનદીપનો અમદાવાદ આવતા અકસ્માત; હાલત ગંભીર

ઈન્ડિયન આઈડલ 12 નો વિનર પવનદીપ રાજનનો વહેલી સવારે અકસ્માત થયો હતો. ગાયકને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અકસ્માત મુરાદાબાદમાં થયો હતો.…

ઈન્ડિયન આઈડલ 12 નો વિનર પવનદીપ રાજનનો વહેલી સવારે અકસ્માત થયો હતો. ગાયકને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અકસ્માત મુરાદાબાદમાં થયો હતો.

પવનદીપ રાજનની ટીમે જણાવ્યું હતું કે સિંગરનો અકસ્માત સોમવારે સવારે 3:40 વાગ્યે મુરાદાબાદ નજીક થયો હતો. થોડા સમય પહેલાં ગાયક પોતાના વતન ચંપાવત ગયા હતા. પવનદીપ રાજનને અમદાવાદમાં એક શો કરવાનો હતો, જેના માટે તે ઘરેથી દિલ્હી એરપોર્ટ જવા નીકળ્યો. તેમને દિલ્હી એરપોર્ટથી અમદાવાદ જવા માટે ફ્લાઇટ પકડવાની હતી, જોકે રસ્તામાં તેમનો અકસ્માત થયો. ગંભીર હાલતમાં તેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

પવનદીપ રાજનના મેનેજરે જણાવ્યું છે કે પવનદીપની સારવાર ચાલી રહી છે, તેમને ટૂંક સમયમાં મોટી હોસ્પિટલમાં ખસેડવામાં આવશે. પવનદીપને ઘણી ઈજાઓ થઈ છે. હોસ્પિટલમાંથી પવનદીપના ઘણા ફોટા અને વીડિયો સામે આવ્યા છે, જેમાં તેઓ ખૂબ જ ઘાયલ હાલતમાં બેભાન જોવા મળે છે. તેમના ડાબા હાથ અને પગમાં ઈજાઓ થઈ છે. હાલમાં આ અકસ્માત કેવી રીતે થયો એની માહિતી બહાર આવી નથી. ચાહકો ગાયક માટે ચિંતિત હતા આ સમાચાર પછી ફેન્સ તેમના સ્વાસ્થ્ય વિશે ચિંતિત થઈ ગયા છે અને તેમની સલામતી માટે પ્રાર્થના કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *