પ્રેમી સાથે સંબંધ તોડી નાખવાનું કહેતા ધો.12ની છાત્રાનો આપઘાત

સોશિયલ મીડિયાના પ્રભાવથી ટીનેજરો ભણવાની ઉંમરમાં પ્રેમના રવાડે ચડી જઈ જીવન બગાડતા થયા છે. આવો જ વધુ એક કિસ્સો સામે આવ્યો છે. કાલાવડ રોડ પર…

સોશિયલ મીડિયાના પ્રભાવથી ટીનેજરો ભણવાની ઉંમરમાં પ્રેમના રવાડે ચડી જઈ જીવન બગાડતા થયા છે. આવો જ વધુ એક કિસ્સો સામે આવ્યો છે.

કાલાવડ રોડ પર વામ્બે આવાસમાં રહેતી ધો. 12ની છાત્રાને પરિવારે પ્રેમી સાથે સબંધ તોડી નાખવાનું કહેતા લાગી આવવાથી તેણીએ માતા પાસેથી પહેરવા સાડી માંગી રૂમમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

જાણવા મળતી વિગત મુજબ કાલાવડ રોડ પર વામ્બે આવાસ યોજના ક્વાટરમાં રહેતી અને સેન્ટમેરી સ્કૂલમાં ધો. 12માં અભ્યાસ કરતી જલસા રાણી જયંતિભાઈ પરીછા (ઉ.વ.18)એ આજે સવારે પોતાના ઘરે રૂમમાં પંખા સાથે સાડી બાંધી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતાં તાલુકા પોલીસ મથકના સ્ટાફે દોડી જઈ જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો.

પ્રાથમિક તપાસમાં મૃતક અને તેનો પરિવાર મુળ ઓરિસ્સાનો તેના પિતા હાઉસ કિપિંગનું કામકરે છે મૃતક એકભાઈ ત્રણ બહેનમાં નાની અને ધો. 12 કોમર્સમાં અભ્યાસ કરતી હતી તથા સાથે નર્સીંંગની તૈયારી કરતી હતી તેણીને પાંચેક વર્ષથી સોશિયલ મીડિયા મારફત સંપર્કમાં આવેલા કચ્છના યુવક સાથે પ્રેમ સબંધ બંધાયો હતો. જેથી પરિવારે છોકરો સારો ન હોવાથી સબંધો તોડી નાંંખવાનું કહી ઠપકો આપ્યો હતો.
જેનું લાગી આવતા યુવતિએ માતા પાસે પહેરવા માટે સાડી માંગી રૂમમાં જઈ ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધુ હતું. આ બનાવથી પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *