Connect with us

ગુજરાત

ગોંડલમાં સ્કૂટર ચાલક મહિલાએ વૃદ્ધને ઠોકરે ચડાવતા મોત

Published

on

શાપરમાં ફોનમાં વાત કરતા-કરતા યુવાનનો ગળેફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ

ગોંડલમાં રહેતા વૃદ્ધ ઘોઘાવદર ગામે ઉભા હતા. ત્યારે અજાણી સ્કૂટર ચાલક મહિલાએ ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં ઘવાયેલા વૃદ્ધનું મૃત્યુ નિપજતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ગોંડલમાં આવેલ ભવનાથ-2માં રહેતા નાગજીભાઈ પોપટભાઈ રાદડિયા નામના 86 વર્ષના વૃદ્ધ બે દિવસ પૂર્વે સવારના નવેક વાગ્યાના અરસામાં ઘોઘાવદર ગામે બેસવા ગયા હતા અને હનુમાનજી મંદિર ચોકમાં ઊભા હતા.

ત્યારે અજાણી સ્કૂટર ચાલક મહિલાએ નાગજીભાઈ રાદડિયાને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા નાગજીભાઈ રાદડિયાને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમનું સારવારમાં મોત નિપજતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. પ્રાથમિક પૂછપરછમાં મૃતક નાગજીભાઈ રાદડિયા પાંચ ભાઈ એક બહેનમાં વચ્ચેટ હોવાનું જાણવા મળ્યું છે.


આ ઉપરાંત બીજા બનાવમાં શાપર વેરાવળમાં આવેલી શાંતિધામ સોસાયટીમાં રહેતા રોહિત સુરેશચંદ્ર વેદાંત નામનો 28 વર્ષનો યુવાન રાત્રિના અગિયારેક વાગ્યાના આરસના મોબાઇલમાં વાત કરતા કરતા લોખંડના એંગલમાં કપડું બાંધી ગળેફાંસો ખાઇ લીધો હતો. યુવકને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં રોહિત વેદાંત ચાર ભાઈ બે બહેનમાં વચ્ચેટ અને અપરણિત હોવાનું જાણવા મળ્યું છે. ઉપરોક્ત બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ગુજરાત

બર્ધન ચોકમાંથી દબાણો દૂર કરતી એસ્ટેટ શાખા

Published

on

By

ટ્રાટફિકને અડચણરૂપ 7 પથારા, રેકડી કબજે: 15 વાહનો ડિટેઇન કરાયા

જામનગરના બર્ધન ચોક વિસ્તારમાં તહેવારોને અનુલક્ષીને આજે મોડી સાંજે ટ્રાફિક શાખા, સીટી એ. ડિવિઝનના પોલીસ સ્ટાફ અને જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા સંયુક્ત રીતે દબાણ દૂર કરવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. દરબારગઢ સર્કલથી માંડવી ટાવર સુધીના ભાગમાં પોલીસ અને એસ્ટેટ શાખા ની સંયુક્ત કામગીરીને લઈને ધંધાર્થીઓમાં નાસભાગ થઈ ગઈ હતી. ઉપરોક્ત વિસ્તારમાં ટ્રાફિકને અડચણ રૂૂપ હોય એવા 7 પથારા કબજે કરી લેવાયા હતા, જ્યારે 1 રેકડી પણ કબજે કરી લઈ જામનગર મહાનગરપાલિકાની કચેરીમાં જમા કરાવી દેવામાં આવી હતી. આ ઉપરાંત ટ્રાફિકને અડચણરૂૂપ રીતે રાખવામાં આવેલા 15 વાહનો પણ ટ્રાફિક શાખા દ્વારા ડિટેઇન કરી લેવામાં આવ્યા હતા.


જામનગરના સીટી એ. ડિવિઝનના પી.આઈ. એન.એ. ચાવડા ખુદ ટ્રાફિક ઝુંબેશનમાં જોડાયા હતા, અને તેઓની સાથે સિટી એ. ડિવિઝનનો પોલીસ સ્ટાફ જોડાયો હતો. આ ઉપરાંત જામનગર મહાનગર પાલિકાની એસ્ટેટ શાખાના દબાણ હટાવ અધિકારી યુવરાજસિંહ ઝાલા અને તેની ટીમ આ ઝુંબેશમાં ખડે પગે રહી હતી, જયારે ટ્રાફિક શાખાના પી.આઇ. એમ. બી. ગજ્જરની સૂચનાથી પી.એસ.આઇ. કંડોરિયા અને ટ્રાફિક શાખાની ટીમ પણ સંયુક્ત રીતે ઝુંબેશ માં જોડાઈ હતી, અને દરબારગઢ સર્કલથી માંડવી ટાવર સુધીનો રસ્તો ખુલ્લો કરાવી દેવાયો હતો.

જેથી સીટી બસ સહિતના અનેક વાહનો સાંજના સમયે સરળતાથી પસાર થઈ ગયા હતા. દિવાળીના તહેવારને અનુલક્ષીને લોકોની ખરીદી માટે ખૂબ જ ભીડ રહે છે, ત્યારે પોલીસ તેમજ મહાનગરપાલિકા દ્વારા દબાણ હટાવવા માટેની વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી હતી.

Continue Reading

ગુજરાત

હૈદરાબાદમાં મૃત્યુ પામેલા અગ્નિવીરને મહેતા કોલેજમાં શ્રદ્ધાંજલિ અપાઇ

Published

on

By

કોલેજના વિદ્યાર્થી ભાઇ-બહેનો અને અઇટઙના કાર્યકર્તાઓએ આપી શ્રદ્ધાંજલિ

જામકંડોરણા તાલુકા ના આચવડ ગામ ના વિશ્વરાજસિંહ મહિપતસિંહ ગોહિલ જેઓ જામનગર ની પંચવટી કોલેજ મા અભ્યાસ કરતા હતા. તેઓની ભારતીય સેનામા અગ્નિવીર ની તાલીમ હૈદરાબાદ મા ચાલી રહી હતી, તે દરમ્યાન દેવલાલી ફાયરીંગ રેન્જ મા ગન નું ભ્રષ્ટ ફાયર થતા તેઓ વીરગતિ પામ્યા.

અગ્નીવિર અતંર્ગત તાલીમ દમિયાન હૈદરાબાદ મા વીરગતિ પામેલા જામનગર વી. એમ. મહેતા કોલેજ ના વિદ્યાર્થી વિશ્વરાજસિંહ ગોહિલ ને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ના કાર્યકર્તાઓ અને વિદ્યાર્થીઓ દ્વારા આજે કોલેજ મેદાન મા શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી. જેમાં કોલેજનાં પ્રિન્સિપાલ અને અન્ય પ્રાધ્યાપકો પણ જોડાયા હતા.

Continue Reading

ગુજરાત

જામજોધપુરના વસંતપુર ગામના વૃધ્ધનો ગળેફાંસો ખાઇ આપઘાત

Published

on

By

એકલવાયુ જીવન અને બિમારીથી કંટાળી ભરેલુ પગલું

જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના વસંતપુર ગામમાં રહેતા એક બુઝુર્ગે કે પોતાની બીમારી થી કંટાળી જઇ ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી છે. આ બનાવની વિગત એવી છે કે જામજોધપુરના વસંતપુર ગામમાં રહેતા અને નિવૃત્ત જીવન જીવતા છગનભાઈ કચરાભાઈ કણસાગરા નામના 65 વર્ષના પટેલ બુઝુર્ગ કે જેઓ છેલ્લા કેટલાક સમયથી એકલું અટૂલું જીવન ગુજારતા હતા, અને ડાયાબિટીસ ની બીમારી થી પીડાતા હતા. જેનાથી કંટાળી જઈ તેઓએ પોતાના ઘેર ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી છે.


આ બનાવ અંગે મૃતકના નાના ભાઈ ગોવિંદભાઈ કચરાભાઈએ પોલીસને જાણ કરતાં જામજોધપુર પોલીસે બનાવના સ્થળે પહોંચી જઇ મૃતદેહનો કબજો સંભાળ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.


મકાન માલિક સામે ગુનો
જામનગર નજીક વિસ્તારમાં એક મકાન માલિકે પોતાના 26 જેટલા રૂૂમ કે જેમાં પર પ્રાંતીય લોકોને ભાડેથી રાખ્યા હતા, પરંતુ તે તમામ ભાદુઆત ની નોંધ નજીકના પોલીસ સ્ટેશનમાં કરી ન હતી અને બેદરકારી રાખવી હતી. જેથી પંચકોષી એ. ડિવિઝનના પોલીસ સ્ટાફ દ્વારા તપાસણી દરમિયાન સમગ્ર બાબત ધ્યાનમાં આવતાં પોલીસે જાતે ફરિયાદી બની મકાનમાલિક હનીફ કરીમભાઈ ખફી સામે બી. એન. એસ. કલમ 223 મુજબ ગુનો નોંધ્યો છે.

Continue Reading
ગુજરાત1 min ago

બર્ધન ચોકમાંથી દબાણો દૂર કરતી એસ્ટેટ શાખા

ગુજરાત4 mins ago

હૈદરાબાદમાં મૃત્યુ પામેલા અગ્નિવીરને મહેતા કોલેજમાં શ્રદ્ધાંજલિ અપાઇ

ગુજરાત7 mins ago

જામજોધપુરના વસંતપુર ગામના વૃધ્ધનો ગળેફાંસો ખાઇ આપઘાત

ગુજરાત10 mins ago

જી.જી.હોસ્પિટલના સર્જરી વિભાગમાં તબીબોની અછતથી દર્દીઓ હેરાન

ગુજરાત10 mins ago

જીયાણા ગામે કૂવામાંથી નવજાત શિશુની લાશ મળી

ક્રાઇમ14 mins ago

રાજકોટના સોની વેપારી સાથે રૂા.2.56 કરોડની ઠગાઈ

ગુજરાત15 mins ago

માતાના મઢે દર્શને જતા પદયાત્રીનું અજાણ્યા ટેમ્પોની ઠોકરે મોત

ક્રાઇમ16 mins ago

દેવભૂમિ દ્વારકામાં ગૌવંશની હત્યાથી અરેરાટી

ગુજરાત17 mins ago

તળાજાના જુના સાંગાણા ગામના બે સિંહ મહેમાન બન્યા

ક્રાઇમ19 mins ago

હળવદમાં આસ્થા ટેક્નો પ્લાસ્ટ કંપનીમાં આધેડ સહિત 3 ઉપર 6 શખ્સોનો હુમલો

આંતરરાષ્ટ્રીય2 days ago

SCO સમિટ માટે વિદેશ મંત્રી એસ. જયશંકર ઇસ્લામાબાદ પહોંચ્યા, 9 વર્ષ બાદ પાકિસ્તાન પહોંચનાર પ્રથમ નેતા

ક્રાઇમ2 days ago

ક્ષત્રિય મહિલા અગ્રણી પદ્મિનીબા વાળાનો પુત્ર સાથે મળી પતિ ઉપર પાઇપ વડે હુમલો

રાષ્ટ્રીય18 hours ago

10 પત્નીઓ, 6 ગર્લફ્રેન્ડ્સ, 5 સ્ટાર હોટેલમાં રહેઠાણ, પ્લેન અને જેગુઆરમાં ફરતા ,જાણો ઉત્સુક ચોરની કહાની

આંતરરાષ્ટ્રીય18 hours ago

નિક જોનાસના માથા પર લેસર બીમ, પ્રિયંકા ચોપરાના પતિએ ડરીને સ્ટેજ છોડ્યું,જાણો કારણ

આંતરરાષ્ટ્રીય2 days ago

પાકિસ્તાન: પૂર્વ ISI ચીફ ફૈઝ હમીદની ધરપકડ

આંતરરાષ્ટ્રીય2 days ago

ચૈન્નઇ-તમિલનાડુ ફરી જળબંબાકાર, શાળા-કોલેજોમાં રજા

ગુજરાત2 days ago

પ્રકૃતિના વિકાસમાં સહકાર પણ ખેડૂતોના ભોગે નહીં: કિસાન સંઘ

ગુજરાત2 days ago

આનંદનગર કોલોનીની તરૂણી બે દિવસથી તાવમાં પટકાયા બાદ મોત

આંતરરાષ્ટ્રીય2 days ago

ઇજિપ્તમાં વિદ્યાર્થીઓને લઇ જતી બસનો અકસ્માત, 12 લોકોનાં મોત, 33 ગંભીર

ગુજરાત19 hours ago

મનપામાં ફરિયાદ નોંધાવવા નવો નંબર 155304 જાહેર

Trending