મનોરંજન
‘રોહિત શેટ્ટીની ફિલ્મમાં કરીના કપૂર ન હોય, એ તો એ શક્ય નથી..’ જાણો કોણે આવું કહ્યું?
અજય દેવગન ફરી એક વાર બાજીરાવ સિંઘમના પાત્રમાં વાપસી કરી રહ્યો છે. આજે નિર્માતાઓએ ‘સિંઘમ અગેન’નું બહુપ્રતિક્ષિત ટ્રેલર રિલીઝ કર્યું છે. મુંબઈમાં ટ્રેલર લોન્ચ માટે એક ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. અજય, કરીના કપૂર, રોહિત શેટ્ટી, અર્જુન કપૂર, ટાઈગર શ્રોફ અને રવિ કિશન આ ઈવેન્ટમાં સામેલ થયા હતા.
આ ઈવેન્ટમાં તમામ સ્ટાર્સે ફેન્સ અને મીડિયાની સામે પોતાના મંતવ્યો વ્યક્ત કર્યા હતા. જ્યારે કરીનાનો બોલવાનો વારો આવ્યો ત્યારે ચાહકો ઉત્સાહિત થઈ ગયા અને બધાએ ‘બેબો બેબો’ની બૂમો પાડવાનું શરૂ કર્યું. આ દરમિયાન કરીનાએ કહ્યું, “એવું ન થઈ શકે કે રામાયણમાં સીતા ન હોય અને રોહિત શેટ્ટીની ફિલ્મમાં કરીના કપૂર ન હોય.”
કરીનાએ આગળ કહ્યું, “રોહિત સર અને અજયનો આભાર કે મને હંમેશા ફોન કર્યો અને મને પુરૂષ કેન્દ્રિત ફિલ્મમાં વિશેષ ભૂમિકા આપી. આ ફિલ્મમાં માતા સીતાનું પ્રતિનિધિત્વ કરવું એ સન્માનની વાત છે.” તેણે એમ પણ કહ્યું, “રોહિત અને અજય હંમેશા મારા ફેવરિટ રહ્યા છે અને મારો મિત્ર અર્જુન લાજવાબ છે. અને અલબત્ત આ ફિલ્મમાં અક્કી (અક્ષય કુમાર) પણ છે, જેને હું ખૂબ પ્રેમ કરું છું.
આ તમામ સ્ટાર્સની સાથે દીપિકા પાદુકોણ પણ આ ફિલ્મનો એક ભાગ છે. જો કે, તે આ ટ્રેલર લોન્ચ ઈવેન્ટમાં હાજર રહી નહોતી. તે એક મહિના પહેલા જ માતા બની હતી. અત્યારે તે માતૃત્વનો આનંદ માણી રહી છે. અક્ષય પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યો ન હતો. જોકે, તેણે એક વીડિયો મેસેજ મોકલ્યો હતો, જે ઈવેન્ટમાં બતાવવામાં આવ્યો હતો.
અક્ષય કુમારે શું કહ્યું?
અક્ષય કુમારે કહ્યું, “મને અફસોસ છે કારણ કે હું ‘સિંઘમ 3’ના ટ્રેલર લોન્ચ ઈવેન્ટમાં હાજરી આપી શક્યો ન હતો. જો કે, હોલ આટલો ભરેલો જોઈને હું ખૂબ જ ખુશ છું. મને યાદ છે કે લોકડાઉન દરમિયાન માત્ર 50 ટકા ઓક્યુપન્સી હતી, છતાં લોકો મારી અને રોહિત શેટ્ટીની સૂર્યવંશી જોવા આવ્યા હતા. તમે તે ફિલ્મને બ્લોકબસ્ટર બનાવવામાં મદદ કરી. ‘સિંઘમ અગેઇન’ને પણ એવો જ પ્રેમ આપો.
‘સિંઘમ 3’ રામાયણથી પ્રેરિત છે. ટ્રેલરમાં બતાવવામાં આવ્યું હતું કે ફિલ્મનો વિલન કરીનાનું અપહરણ કરે છે, ત્યારબાદ અજય તેને બચાવવા શ્રીલંકા જાય છે. જોકે હવે જોવાનું એ રહે છે કે આ ફિલ્મ સિનેમાઘરોમાં કેટલું સારું પ્રદર્શન કરે છે. ટ્રેલર લોન્ચ ઈવેન્ટમાં મીડિયા અને ફેન્સ સહિત લગભગ 2 હજાર લોકો હાજર હતા. આ ફિલ્મ 1 નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે.
મનોરંજન
સિંઘમ અગેઈનના 7 મિનિટના સીન પર સેન્સરની કાતર ફરી
સિંઘમ અગેઇન આ શુક્રવારે રિલીઝ થઈ રહી છે. આ રિલીઝ પહેલાં હવે સેન્સર બોર્ડે ફિલ્મને ઞઅ સર્ટિફિકેટ આપીને ફિલ્મ ક્લીઅર કરી છે. તેમજ ફિલ્મમાં મિનિટ 12 સેક્ધડના કટ પણ સૂચવ્યા છે. એક 23 સેક્ધડનો કટ છે, જેમાં સિંઘમ, અવની અને સિમ્બાને ભગવાન રામ, સીતા અને ભગવાન હનુમાન તરીકે દર્શાવાયા છે. તે ઉપરાંત એક 23 સેક્ધડનો કટ છે, જેમાં સિંઘમ ભગવાન રામને ચરણ સ્પર્શ કરે છે, તેમાં સુધારા કરવાના છે.
આ ઉપરાંત રાવણ એક નાટકીય સીનમાં સીતાને ધક્કો મારે છે, પકડે છે અને ખેંચે છે તેવો 16 સેક્ધડનો એક સીન દૂર કરવા કહેવાયું છે. આ ઉપરાંત એક 29 સેક્ધડનો સીન જેમાં હનુમાન લંકા બાળે તેમજ સિમ્બા ફ્લર્ટ કરતો હોય છે એ સીન પણ ડિલીટ કરવા કહેવાયું છે.
આ ઉપરાંત ચાર જગ્યાએ ઝુબૈર એટલે કે અર્જુન કપૂરના ડાયલોગને ડિલીટ કરવા અને તેમાં થોડા ફેરફાર કરવા કહેવાયું છે. જ્યારે કેટલીક જગ્યાએ અર્જૂન કપૂર અને સિમ્બા વચ્ચેના ડાયલોગમાં પણ ફેરફાર સૂચવાયા છે. તે ઉપરાંત કોન્સ્ટિટ્યુશનલ હેડના દૃશ્યો ડિલીટ કરવાની સાથે તેના બે ડાયલોગમાં પણ ફેરફાર સૂચવાયા છે.
જાહેર ચેતવણી 1 મિનિટ અને 19 સેક્ધડની છે અને બધા થઇને કુલ 7 મિનિટ અને 12 સેક્ધડના કટ સૂચવાયા છે. આટલાં સુધારા-વધારા પછી સેન્સર બોર્ડે 28 ઓક્ટોબરે સિંઘમ અગેઇનને રિલીઝ માટે મંજૂરી આપી છે. આ ફિલ્મની હવેની લંબાઈ 144.12 મિનિટ એટલે કે 3 કલાક 24 મિનિટ અને 12 સેક્ધડની છે.
મનોરંજન
‘સ્ત્રી 2’ બાદ હવે ખૂની ખેલ ! આયુષ્માન ખુરાના-રશ્મિકાની લવસ્ટોરીમાં ટ્વિસ્ટ, મેકર્સે THAMA ફિલ્મની કરી જાહેરાત
શ્રદ્ધા કપૂરની ‘સ્ત્રી 2’એ બોક્સ ઓફિસ પર જોરદાર ધૂમ મચાવી છે. આ ફિલ્મની સફળતા પછી, મેડૉકે હોરર કોમેડી યુનિવર્સમાં આગામી ફિલ્મની તૈયારી શરૂ કરી દીધી છે. દિનેશ વિજન તેના મેડડોક હોરર કોમેડી બ્રહ્માંડમાં વધુ એક ફિલ્મ ઉમેરવા જઈ રહ્યો છે, જેની જાહેરાત કરવામાં આવી છે. થમાની જાહેરાતનો વીડિયો આવી ગયો છે. આ ફિલ્મમાં આયુષ્માન ખુરાના સાથે રશ્મિકા મંદન્ના જોવા મળશે.
44 સેકન્ડનો આ ટીઝર વીડિયો દિનેશ વિજનના નામથી શરૂ થાય છે. સ્ત્રી, ભેડિયા અને મુંજ્યાના નિર્માતા હવે એક લવ સ્ટોરી લઈને આવી રહ્યા છે. પરંતુ આમાં એક ટ્વિસ્ટ છે. આ લવસ્ટોરીમાં રક્તપાત પણ થશે. આ વીડિયોના બેકગ્રાઉન્ડમાં એક ગીત પણ વાગી રહ્યું છે.
આ ફિલ્મમાં આયુષ્માન ખુરાના, રશ્મિકા મંદન્ના સાથે પરેશ રાવલ અને નવાઝુદ્દીન સિદ્દીકી પણ જોવા મળશે. દિનેશ વિજન અને અમર કૌશિક આ ફિલ્મનું નિર્માણ કરી રહ્યા છે. આદિત્ય સરપોતદાર ડિરેક્ટ કરી રહ્યા છે. આ ફિલ્મ 2025ની દિવાળી પર રિલીઝ થશે. પહેલા આ ફિલ્મનું નામ હતું ‘વૅમ્પાયર ઑફ વિજયનગર’. હવે તેનું નામ બદલીને થામા રાખવામાં આવ્યું છે. આ હોરર કોમેડી યુનિવર્સની છેલ્લી બે ફિલ્મો સુપરહિટ રહી છે. શ્રદ્ધા કપૂરની સ્ત્રી 2 ઉપરાંત, તેમાં શર્વરી વાઘની મુંજ્યાનો સમાવેશ થાય છે.
આ જાહેરાતથી ફેન્સ ખૂબ જ ખુશ છે. ચાહકોએ પણ પોતાની થિયરી આપવાનું શરૂ કરી દીધું છે. કેટલાક કહે છે કે આ એક વેમ્પાયર ફિલ્મ હશે, તો કેટલાક કહે છે કે ભેડિયા અને વેમ્પાયરની અથડામણ જોવા માટે તૈયાર થઈ જાઓ. ખરેખર, હોરર કોમેડી યુનિવર્સની ફિલ્મોએ લોકોએ ખૂબ પ્રભાવિત કર્યા છે. ખાસ કરીને ચાહકો આ ફિલ્મની કાસ્ટિંગથી ખૂબ જ ખુશ છે.
હકીકતમાં, જો આપણે હોરર કોમેડી યુનિવર્સની છેલ્લી ચાર ફિલ્મો પર નજર કરીએ તો જબરદસ્ત રહી છે. ‘સ્ત્રી’, ‘ભેડિયા’, ‘મુંજ્યા’ અને ‘સ્ત્રી 2’ એ અદભૂત કલેક્શન કર્યું છે. મેડૉક લોકો તેમની આગામી ફિલ્મો માટે પણ ઘણી તૈયારી કરી રહ્યા છે. હાલમાં થામા પર કામ ચાલી રહ્યું છે. આ પછી ‘સ્ત્રી 3’ અને ‘ભેડિયા 2’ પણ બનાવવામાં આવશે. આયુષ્માન ખુરાનાની ફિલ્મની વાર્તા શું હશે તે અંગે ચાહકો અંદાજ લગાવી રહ્યા છે.
મનોરંજન
લોરેન્સ બિશ્નોઈ નહીં તો કોણ છે સલમાન ખાનના જીવનું દુશ્મન? કરોડોની ખંડણી માંગી હતી
બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન કાળા હરણ શિકાર કેસને લઈને છેલ્લા કેટલાક સમયથી ફરી ચર્ચામાં છે. અભિનેતા આ કેસમાં ઘણી વખત કોર્ટમાં હાજર થઈ ચૂક્યો છે અને જેલમાં સજા પણ ભોગવી ચૂક્યો છે. પરંતુ આ કેસને લઈને ફરી એકવાર સલમાન ખાન ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના નિશાના પર છે. ધમકીઓને જોતા સલમાન ખાનની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે. પરંતુ સલમાનને ધમકીઓનો સિલસિલો ખતમ થઈ રહ્યો નથી. આ મામલે અભિનેતાને ફરીથી ધમકી મળી છે અને તેની પાસેથી માત્ર 2 કરોડ રૂપિયાની જ માંગ કરવામાં આવી છે. પરંતુ આ વખતે આ ધમકી લોરેન્સ બિશ્નોઈ દ્વારા ધમકી આપવામાં આવી નથી. હવે આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે શું સલમાન ખાનના વધુ દુશ્મનો છે.
એમાં કોઈ શંકા નથી કે છેલ્લા કેટલાક સમયથી સલમાન ખાન પર તકનો ખતરો તોળાઈ રહ્યો છે. આને ધ્યાનમાં રાખીને તેમની સુરક્ષા કડક કરવામાં આવી છે. પરંતુ હજુ પણ ધમકીઓ બંધ થઈ રહી નથી. સૂત્રોનું માનીએ તો મંગળવારે મુંબઈ ટ્રાફિક પોલીસ કંટ્રોલને એક મેસેજ આવ્યો. આ મેસેજમાં એક અજાણ્યા વ્યક્તિએ સલમાન ખાનને મારી નાખવાની ધમકી આપી હતી. એટલું જ નહીં આ વ્યક્તિએ સલમાન પાસે 2 કરોડ રૂપિયાની માંગણી પણ કરી હતી. સલમાનને ધમકીઓ મળવાનો ટ્રેન્ડ જૂનો છે. પરંતુ ગેલેક્સી એપાર્ટમેન્ટમાં ગોળીબાર બાદ સલમાનને અનેક વખત ધમકીઓ મળી છે.
સામાન્ય રીતે બિશ્નોઈ ગેંગના લોકો આની જવાબદારી લે છે, પરંતુ આ કેસમાં સલમાનને આ ધમકી ક્યાંથી મળી તે હજુ સ્પષ્ટ નથી. આવી સ્થિતિમાં સલમાન ખાનને આ ધમકી કોણે આપી તે હજુ સુધી બહાર આવ્યું નથી. પરંતુ હવે લોકોના મનમાં આ સવાલ ચોક્કસ ઉઠી રહ્યો છે કે સલમાનના કેટલા દુશ્મનો છે?
લોરેન્સ અને સલમાન વચ્ચે શું છે મામલો?
સલમાન ખાનનો કાળા હરણ શિકારનો મામલો 20 વર્ષથી વધુ જૂનો છે. આ મામલે સલમાન 3-4 વખત જેલ પણ જઈ ચૂક્યો છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેમને આ કેસમાં રાહત મળી રહી છે. અભિનેતાનો આ કાળિયાર કેસ હાલમાં સુપ્રીમ કોર્ટમાં છે અને તેના પર અંતિમ નિર્ણય આવવાનો બાકી છે. બીજી તરફ બિશ્નોઈ સમાજ અને લોરેન્સ બિશ્નોઈ ગેંગ ઈચ્છે છે કે સલમાન આ મામલે જાહેરમાં માફી માંગે. પરંતુ સલમાન આમ ન કરવાને કારણે તેને અને તેના પરિવારના સભ્યોને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે.
-
રાષ્ટ્રીય20 hours ago
‘જેનું પણ ઘર બુલડોઝરથી તોડવામાં આવ્યું છે તેને 25 લાખ રૂપિયા આપો…’ સુપ્રીમ કોર્ટે યોગી સરકારને લગાવી ફટકાર
-
આંતરરાષ્ટ્રીય21 hours ago
ઐતિહાસિક જીત પર મારા મિત્રને અભિનંદન…પીએમ મોદીએ ટ્રમ્પને અભિનંદન પાઠવ્યા
-
આંતરરાષ્ટ્રીય18 hours ago
ટ્રમ્પની જીત સાથે ભારતીય મૂળના 6 નેતા અમેરિકન સંસદમાં પહોંચશે
-
ક્રાઇમ18 hours ago
માનેલા મામાએ સાત વર્ષની ભાણેજ ઉપર આચર્યુ દુષ્કર્મ
-
ક્રાઇમ18 hours ago
ગૃહકલેસમાં વૃદ્ધ દંપતી અને પુત્રનો આપઘાતનો પ્રયાસ
-
આંતરરાષ્ટ્રીય21 hours ago
‘આ ઈતિહાસની સૌથી મોટી રાજકીય ક્ષણ છે…’, અમેરિકાની ચૂંટણીમાં જીત બાદ ટ્રમ્પનો હુંકાર
-
રાષ્ટ્રીય1 day ago
USમાં ચૂંટણી વચ્ચે શેરબજારમાં જોરદાર તેજી, સેન્સેક્સ 79 હજારને પાર, તો નિફ્ટીમાં પણ ઉછાળો
-
ગુજરાત18 hours ago
નાગરિક બેંકની ચૂંટણીમાં સહકાર પેનલનો થશે ઝળહળતો વિજય