Connect with us

ક્રાઇમ

કોડીનાર: સગીરા ઉપર દુષ્કર્મ આચરી વીડિયો વાઈરલ કરનારને 20 વર્ષની જેલ

Published

on

કોડીનાર પંથકમાં સગીરા ઉપર નરાધમે બળાત્કાર ગુજારી કોઈને કહીશ તો વિડીયો કલીપ વાઇરલ કરવાની ધમકી આપ્યાની ફરીયાદ સગીરાની માતાએ કોડીનાર પોલીસ માં નોંધાવી હતી ફરિયાદ માં જણાવ્યા મુજબ 14 વર્ષની સગીરવયની બાળા દરજીની દુકાને કપડા સીવડાવવા માટે ગયેલ ત્યારે રસ્તામા હિતેષ કેશુ સોલંકીએ તેમની 14 વર્ષ ની સગીર પુત્રીને રસ્તે ખેતરમાં શરીર સંબધ બાંધી દુષ્કર્મ આચરી નરાધમના મિત્ર પ્રકાશ સામત મોરાસીયા એ વિડીયો કલીપ ઉતારી લીધા સગીરાની એકલતાનો લાભ લઇ બાવડુ પકડી પડતર મકાનમાં અંદર ખેંચી જઈ દુષ્કર્મ આચરી આ અંગે કોઈને કહીશ તો વિડીયો કલીપ વાઇરલ કરવાની ધમકી આપતા સગીરાએ આ અંગે તેની માતાને જાણ કરતા તેમણે નરાધમ હિતેષ કેશુ સોલંકી અને વિડીયો કલીપ ઉતારી વાઇરલ કરનાર પ્રકાશ સામત મોરાસીયા વિરુદ્ધ એકબીજા ને મદદગારી કર્યાની ફરીયાદ નોંધાવતા કોડીનાર પોલીસે આરોપીઓ વિરુધ્ધ વધુમા વધુ પુરાવાઓ એકત્રીત કરી ગુન્હામા સંડોવાયેલ મુખ્ય આરોપીઓને તાત્કાલીક પકડી પાડી.

તેમજ જરૂૂરી મેડીકલ સેમ્પલો/કપડા કબજે કરવામાં આવેલ. આરોપીઓના જરૂૂરી મેડીકલ સેમ્પલો/કપડા વિગેરે કબજે કરી તાત્કાલીક એફ.એસ.એલ.જુનાગઢ ખાતે જરૂૂરી પરીક્ષણ કરાવી ત્યારબાદ એન.એમ.આહીર સર્કલ પો.ઇન્સ. તાલાળા નાઓએ અન્ય ત્રણ સહઆરોપીને પકડી પાડી આરોપીઓ વિરુધ્ધ સમય મર્યાદામાં તપાસ પુર્ણ કરી પોકસો કોર્ટમા ચાર્જશીટ રજુ કરતા કેસ સ્પે.પોકસો કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ એમ.કે.ગોહેલની ધારદાર દલીલોને કોર્ટે માન્ય રાખી સ્પે.પોકસો કોર્ટે આરોપીઓ હિતેષ ઉર્ફ ગોટી કેશુભાઇ સોલંકી, જીગર ઉર્ફ પ્રકાશ સામતભાઇ મોરાસીયાને 20 વર્ષની સજા ફટકારી છે.


તેમજ આરોપી કિરીટભાઇ સામતભાઇ મોરાસીયા અને ભરત ઉર્ફે ભગો લાખાભાઈ મોરાસીયા 3 (ત્રણ) વર્ષની સજા ફટકારતો હુકમ કરતાં ગુનાહિત નબળી માનસિકતા ધરાવતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે જ્યારે ભોગ બનનાર સગીરાના પરિવારને ચાર વર્ષે પણ ન્યાય મળ્યો છે.


આ કેસ માં તટસ્થ કામગીરી કરનાર કોડીનાર પો.સ્ટે.ના તત્કાલીન ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એસ.એન.ચુડાસમા તથા એન.એમ.આહીર સર્કલ પો.ઇન્સ. તાલાળા તથા એ.એસ.આઇ. સહદેવસિંહ હરીસિંહ રાયજાદા તથા પો.હેડ.કોન્સ.મુકેશભાઇ જેશીંગભાઇ જાદવ તથા પો.કોન્સ.અશ્વીન અમ્રુતલાલ મકવાણા ની તટસ્થ કામગીરી ને પણ સ્થાનિકોએ આ તકે બિરદાવી હતી.

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ક્રાઇમ

રાજ્યભરમાં EDના દરોડા, એકસાથે 23 સ્થળોએ સર્ચ ઓપરેશન, કરોડા રૂપિયાની ટેક્સ ચોરીના પાડયા દરોડા

Published

on

By

રાજ્યમાં દિવાળી પહેલાં જ EDએ 23થી વધુ જગ્યાઓ પર દરોડા પાડયા છે. બનાવતી કંપનીના મામલામાં હવે EDએ એન્ટ્રી કરી છે. અમદાવાદ, ભાવનગર, જૂનાગઢ, વેરાવળ ,રાજકોટ સુરત, કોડીનારમાં દરોડા પાડવામાં આવ્યા છે. EDએ નવેસરથી ફરિયાદ દાખલ કરી દરોડાનું ઓપરેશન હાથ ધર્યું છે. CGSTના કૌભાંડ અંગે રાજ્યવ્યાપી દરોડા પાડવામાં આવ્યા છે.

મળતી માહિતી અનુસાર રાજ્યમાં અમદાવદ, જુનાગઢ, રાજકોટ, ભાવનગર, સુરત કોડીનાર સહીત ૭ શહેરોના ૨૩ થી વધુ જગ્યાઓ પર ઇડીએ દરોડા પડ્યા હતા. 200થી વધુ નકલી કંપનીઓ ખોલીને કરોડોની ટેક્સ ચોરીના કેસમાં અમદાવાદ પોલીસ બાદ કેન્દ્રીય એજન્સી ત્રાટકી છે, આ કેસમાં અગાઉ ૫ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

કરોડો રૂપિયાના GST કૌભાંડ મામલે અગાઉ અમદાવાદ ક્રાઇમ બ્રાંચે 5 આરોપીઓની ધરપકડ કરી છે. બોગસ કંપની બનાવીને બોગસ બિલિંગ કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે. અગાઉ અબ્દુલ હાફિઝ, અબ્દુલ કાદરી, એઝાઝ માલદાર, ધ્રુવીના સંચાલક દેવરાણી સહિત પાંચની ધરપકડ કરી હતી.

Continue Reading

ક્રાઇમ

કોચે 13 વર્ષની ખો-ખો ખેલાડી પર દુષ્કર્મ , ટ્રેન મોડી પડવાના બહાને હોટલમાં લઈ ગયો

Published

on

By

મહારાષ્ટ્રના સંભાજીનગર વિસ્તારમાં 13 વર્ષના રાષ્ટ્રીય ખો-ખો ખેલાડી સાથે કોચે જ ગેરવર્તણૂક કરી હતી. તેણે ખો ખોના ખેલાડીને એક સ્પર્ધા માટે મુંબઈ જવાનું છે તેમ કહીને રેલવે સ્ટેશન પર બોલાવ્યો. તેણી ત્યાં પહોંચ્યા પછી તે તેણીને એક હોટલમાં લઈ ગયો અને તેણીને ટ્રેન મોડી હોવાનું કહીને તેની સાથે બળજબરીથી બળાત્કાર ગુજાર્યો.

આટલું જ નહીં, સ્પર્ધા પછી તે ગામમાં પણ ગયો અને ફરીથી આ પ્રકારની કાર્યવાહીની માંગ કરી. આ પછી યુવતી ડરી ગઈ અને તેણે ઘરે આ ઘટના વિશે જણાવ્યું. ત્યાર બાદ બાળકીની માતાએ ફરિયાદ નોંધાવ્યા બાદ વેદાંત નગર પોલીસમાં કોચ, હોટલ માલિક અને મેનેજર વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો.

ખો-ખો કોચ દ્વારા દુરુપયોગ
પેઠણ તાલુકાની એક શાળામાં ભણતી એક છોકરીને કહેવામાં આવ્યું હતું કે જો તેને ખો-ખોમાં પ્રગતિ કરવી હોય તો મોટી ટુર્નામેન્ટ રમવી પડશે. જગન્નાથ શિવાજી ગોર્ડે, રાષ્ટ્રીય ખેલાડી, જેઓ તેમના ઘરની નજીક રહેતા હતા, તેમને વરવા માટે તેમના પરિવાર પર આધાર રાખતા હતા.

ટ્રેનરે પરિવારને કહ્યું કે તેઓ 25 સપ્ટેમ્બરે સ્પર્ધા માટે મુંબઈ જવાના છે અને તેમને ઔરંગાબાદ રેલવે સ્ટેશન પર બોલાવ્યા. જગન્નાથ ગોર્ડેએ યુવતીને કહ્યું કે તે હોટલમાં આરામ કરશે કારણ કે મુંબઈ જતી ટ્રેન રાત્રે છે. જ્યારે તેઓ સ્ટેશન વિસ્તારની એક હોટલમાં ગયા હતા. ત્યારે તેઓ એક જ રૂમમાં એકલા હતા.ત્યારે આરોપીએ યુવતી પર બળજબરીથી બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારપછી તેને ધમકાવીને ગેમ રમવા માટે મુંબઈ લઈ જવામાં આવી હતી.

ફરીથી આવો અને ફરીથી માંગ કરો
ડરી ગયેલી યુવતીએ આ વાત કોઈને જણાવી ન હતી. પરંતુ સ્પર્ધામાંથી પરત પૈઠણ ગામમાં આવ્યા બાદ આ કોચે તું મને પસંદ કરે છે તેમ કહીને બાળકી પાસેથી શારીરિક સુખ માંગ્યું હતું. ગભરાયેલી યુવતીએ આખી વાત ઘરે તેની માતાને કહી હતી. આ પછી તેની માતાએ તરત જ પોલીસને જાણ કરી અને ફરિયાદ નોંધાવી.તાત્કાલિક પગલાં લેતા, પોલીસે વેંદંત નગર પોલીસમાં કોચ જગન્નાથ ગોર્ડે, હોટેલ માલિક અને સ્ટેશન વિસ્તારના મેનેજર વિરુદ્ધ કેસ નોંધ્યો છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી કાર્યવાહી હાથ ધરાશે તેમ જણાવ્યું હતું.

Continue Reading

ક્રાઇમ

ખંભાળિયામાં સગીર ભત્રીજા દ્વારા ફઈ પર દુષ્કર્મ

Published

on

By

ખંભાળિયામાં રહેતા એક મુસ્લિમ પરિવારના સગીર દ્વારા પોતાના ફઈ ઉપર દુષ્કર્મ ગુજાર્યાનો બનાવ સામે આવ્યો છે.

ખંભાળિયા શહેરના આ ચકચારી બનાવની જાણવા માટે વિગત મુજબ શહેરના એક વિસ્તારમાં રહેતા સગીર વયના કિશોર દ્વારા પોતાના પુખ્ત વયના ફઈબા ઉપર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું. આ બનાવને અનુલક્ષીને અહીંના ડી.વાય.એસ.પી. ડો. હાર્દિક પ્રજાપતિ તેમજ પી.આઈ. બી.જે. સરવૈયાની ટીમ દ્વારા ફરિયાદ દાખલ કરવા તેમજ સગીર વયના કિશોરની અટકાયત કરવા સહિતની કાર્યવાહી કરવામાં આવી હતી.

ભોગ બનનાર આ મુસ્લિમ યુવતી અસ્થિર મગજની હોવાનું પણ બહાર આવ્યું છે. આ બનાવમાં સગીરના કાકા દ્વારા અહીંના પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેને અનુલક્ષીને પોલીસ દ્વારા સગીર વયના કિશોરની અટકાયત કરી, આ દુષ્કર્મ કેસમાં કપડાં સહિતના અન્ય પુરાવાઓ એકત્ર કરાયા હતા. સાથે સાથે ભોગ બનનાર યુવતીનું પણ મેડિકલ ચેકઅપ કરાવવામાં આવ્યું હતું.

આજના ડિજિટલ અને મોબાઈલના યુગમાં સગીર વયના કિશોર દ્વારા ફઈ સાથે દુષ્કર્મ કરવાના આ બનાવે સભ્ય સમાજમાં ભારે ચર્ચા જગાવી છે.
Continue Reading
આંતરરાષ્ટ્રીય22 mins ago

પૂર્વ PM શેખ હસીના પર લટકી ધરપકડની તલવાર!! બાંગ્લાદેશની કોર્ટે 18 નવેમ્બર સુધીમાં હાજર થવાનો આદેશ

રાષ્ટ્રીય41 mins ago

રેલવેમાં વેઈટિંગની સમસ્યાનો અંત આવશે, હવે રિઝર્વેશન ટિકિટ 60 દિવસ પહેલા જ બુક થશે.

આંતરરાષ્ટ્રીય44 mins ago

ફ્રેન્કફર્ટથી મુંબઈ આવી રહેલી વિસ્તારાની ફ્લાઈટને મળી બોમ્બની ધમકી, છત્રપતિ શિવાજી મહારાજ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ

ક્રાઇમ1 hour ago

રાજ્યભરમાં EDના દરોડા, એકસાથે 23 સ્થળોએ સર્ચ ઓપરેશન, કરોડા રૂપિયાની ટેક્સ ચોરીના પાડયા દરોડા

રાષ્ટ્રીય1 hour ago

સલમાનખાનની હત્યાનું કાવતરું ઘડવા બદલ બિશ્નોઈ ગેંગના શૂટરની ધરપકડ

રાષ્ટ્રીય2 hours ago

બાંગ્લાદેશમાંથી ભારત આવેલા શરણાર્થીઓને મળશે નાગરિકતા, સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય

ક્રાઇમ2 hours ago

કોચે 13 વર્ષની ખો-ખો ખેલાડી પર દુષ્કર્મ , ટ્રેન મોડી પડવાના બહાને હોટલમાં લઈ ગયો

Sports2 hours ago

IND VS NZ: માત્ર 46 રનમાં જ ટીમ ઈન્ડિયા ઓલઆઉટ, એશિયામાં સૌથી ઓછો સ્કોર બનાવવાનો શરમજનક રેકોર્ડ

રાષ્ટ્રીય2 hours ago

હરિયાણામાં ત્રીજી વખત ભાજપ સરકાર, નાયબ સૈનીએ મુખ્યમંત્રી પદના લીધા શપથ, PM મોદી, શાહ- નડ્ડા રહ્યા હાજર

ક્રાઇમ2 hours ago

ખંભાળિયામાં સગીર ભત્રીજા દ્વારા ફઈ પર દુષ્કર્મ

આંતરરાષ્ટ્રીય2 days ago

SCO સમિટ માટે વિદેશ મંત્રી એસ. જયશંકર ઇસ્લામાબાદ પહોંચ્યા, 9 વર્ષ બાદ પાકિસ્તાન પહોંચનાર પ્રથમ નેતા

ક્રાઇમ2 days ago

ક્ષત્રિય મહિલા અગ્રણી પદ્મિનીબા વાળાનો પુત્ર સાથે મળી પતિ ઉપર પાઇપ વડે હુમલો

રાષ્ટ્રીય21 hours ago

10 પત્નીઓ, 6 ગર્લફ્રેન્ડ્સ, 5 સ્ટાર હોટેલમાં રહેઠાણ, પ્લેન અને જેગુઆરમાં ફરતા ,જાણો ઉત્સુક ચોરની કહાની

આંતરરાષ્ટ્રીય22 hours ago

નિક જોનાસના માથા પર લેસર બીમ, પ્રિયંકા ચોપરાના પતિએ ડરીને સ્ટેજ છોડ્યું,જાણો કારણ

આંતરરાષ્ટ્રીય2 days ago

પાકિસ્તાન: પૂર્વ ISI ચીફ ફૈઝ હમીદની ધરપકડ

આંતરરાષ્ટ્રીય2 days ago

ચૈન્નઇ-તમિલનાડુ ફરી જળબંબાકાર, શાળા-કોલેજોમાં રજા

ગુજરાત2 days ago

પ્રકૃતિના વિકાસમાં સહકાર પણ ખેડૂતોના ભોગે નહીં: કિસાન સંઘ

ગુજરાત2 days ago

આનંદનગર કોલોનીની તરૂણી બે દિવસથી તાવમાં પટકાયા બાદ મોત

આંતરરાષ્ટ્રીય2 days ago

ઇજિપ્તમાં વિદ્યાર્થીઓને લઇ જતી બસનો અકસ્માત, 12 લોકોનાં મોત, 33 ગંભીર

ગુજરાત23 hours ago

મનપામાં ફરિયાદ નોંધાવવા નવો નંબર 155304 જાહેર

Trending