ક્રાઇમ

કોડીનાર: સગીરા ઉપર દુષ્કર્મ આચરી વીડિયો વાઈરલ કરનારને 20 વર્ષની જેલ

Published

on

કોડીનાર પંથકમાં સગીરા ઉપર નરાધમે બળાત્કાર ગુજારી કોઈને કહીશ તો વિડીયો કલીપ વાઇરલ કરવાની ધમકી આપ્યાની ફરીયાદ સગીરાની માતાએ કોડીનાર પોલીસ માં નોંધાવી હતી ફરિયાદ માં જણાવ્યા મુજબ 14 વર્ષની સગીરવયની બાળા દરજીની દુકાને કપડા સીવડાવવા માટે ગયેલ ત્યારે રસ્તામા હિતેષ કેશુ સોલંકીએ તેમની 14 વર્ષ ની સગીર પુત્રીને રસ્તે ખેતરમાં શરીર સંબધ બાંધી દુષ્કર્મ આચરી નરાધમના મિત્ર પ્રકાશ સામત મોરાસીયા એ વિડીયો કલીપ ઉતારી લીધા સગીરાની એકલતાનો લાભ લઇ બાવડુ પકડી પડતર મકાનમાં અંદર ખેંચી જઈ દુષ્કર્મ આચરી આ અંગે કોઈને કહીશ તો વિડીયો કલીપ વાઇરલ કરવાની ધમકી આપતા સગીરાએ આ અંગે તેની માતાને જાણ કરતા તેમણે નરાધમ હિતેષ કેશુ સોલંકી અને વિડીયો કલીપ ઉતારી વાઇરલ કરનાર પ્રકાશ સામત મોરાસીયા વિરુદ્ધ એકબીજા ને મદદગારી કર્યાની ફરીયાદ નોંધાવતા કોડીનાર પોલીસે આરોપીઓ વિરુધ્ધ વધુમા વધુ પુરાવાઓ એકત્રીત કરી ગુન્હામા સંડોવાયેલ મુખ્ય આરોપીઓને તાત્કાલીક પકડી પાડી.

તેમજ જરૂૂરી મેડીકલ સેમ્પલો/કપડા કબજે કરવામાં આવેલ. આરોપીઓના જરૂૂરી મેડીકલ સેમ્પલો/કપડા વિગેરે કબજે કરી તાત્કાલીક એફ.એસ.એલ.જુનાગઢ ખાતે જરૂૂરી પરીક્ષણ કરાવી ત્યારબાદ એન.એમ.આહીર સર્કલ પો.ઇન્સ. તાલાળા નાઓએ અન્ય ત્રણ સહઆરોપીને પકડી પાડી આરોપીઓ વિરુધ્ધ સમય મર્યાદામાં તપાસ પુર્ણ કરી પોકસો કોર્ટમા ચાર્જશીટ રજુ કરતા કેસ સ્પે.પોકસો કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ એમ.કે.ગોહેલની ધારદાર દલીલોને કોર્ટે માન્ય રાખી સ્પે.પોકસો કોર્ટે આરોપીઓ હિતેષ ઉર્ફ ગોટી કેશુભાઇ સોલંકી, જીગર ઉર્ફ પ્રકાશ સામતભાઇ મોરાસીયાને 20 વર્ષની સજા ફટકારી છે.


તેમજ આરોપી કિરીટભાઇ સામતભાઇ મોરાસીયા અને ભરત ઉર્ફે ભગો લાખાભાઈ મોરાસીયા 3 (ત્રણ) વર્ષની સજા ફટકારતો હુકમ કરતાં ગુનાહિત નબળી માનસિકતા ધરાવતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે જ્યારે ભોગ બનનાર સગીરાના પરિવારને ચાર વર્ષે પણ ન્યાય મળ્યો છે.


આ કેસ માં તટસ્થ કામગીરી કરનાર કોડીનાર પો.સ્ટે.ના તત્કાલીન ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એસ.એન.ચુડાસમા તથા એન.એમ.આહીર સર્કલ પો.ઇન્સ. તાલાળા તથા એ.એસ.આઇ. સહદેવસિંહ હરીસિંહ રાયજાદા તથા પો.હેડ.કોન્સ.મુકેશભાઇ જેશીંગભાઇ જાદવ તથા પો.કોન્સ.અશ્વીન અમ્રુતલાલ મકવાણા ની તટસ્થ કામગીરી ને પણ સ્થાનિકોએ આ તકે બિરદાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version