Sports
નિષાદ કુમારે પેરિસ પેરાલિમ્પિક્સમાં T47 હાઈ જમ્પ ઈવેન્ટમાં જીત્યો સિલ્વર મેડલ
નિષાદ કુમારે પેરિસ પેરાલિમ્પિક્સમાં ઈતિહાસ રચ્યો છે. તેણે પુરુષોની T47 હાઈ જમ્પ ઈવેન્ટમાં આ અદ્ભુત પરાક્રમ કર્યું હતું. નિષાદ કુમારે આ ઈવેન્ટમાં પોતાની ઊંચી કૂદ સાથે ભારત માટે સિલ્વર મેડલ જીત્યો છે. આ રીતે તેણે દેશ માટે 7મો મેડલ જીત્યો છે. 25 વર્ષના નિષાદ કુમારે ટોક્યો બાદ પેરિસમાં પેરાલિમ્પિક ગેમ્સમાં સિલ્વર મેડલ જીત્યો છે.આ સાથે, તે બેક ટુ બેક પેરાલિમ્પિક ગેમ્સમાં ભારત માટે સિલ્વર જીતનાર સૌથી યુવા પેરા-એથ્લેટ બની ગયો છે.
ભારતે 2.04 મીટરના જમ્પ સાથે સિલ્વર જીત્યો
હવે સવાલ એ છે કે નિષાદ કુમારે આ બધું કેવી રીતે કર્યું? તેથી તેણે પુરુષોની T47 હાઈ જમ્પ ઈવેન્ટમાં ભારતને ‘સિલ્વર’ અપાવ્યું. આ ઈવેન્ટમાં નિષાદ કુમારે 2.04 મીટરના જમ્પ સાથે પેરિસ પેરાલિમ્પિક ગેમ્સનો સિલ્વર મેડલ જીત્યો હતો. આ રીતે તેણે દેશ માટે 7મો મેડલ જીત્યો.
જેમાં ભારતના નિષાદે સિલ્વર, યુએસએમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.
જે ઈવેન્ટમાં ભારતના નિષાદ કુમારે સિલ્વર મેડલ જીત્યો હતો, એ જ ઈવેન્ટનો ગોલ્ડ મેડલ યુએસએના રોડરિક ટાઉનસેન્ડ-રોબર્ટ્સે જીત્યો હતો. અમેરિકન હાઈ જમ્પરે 2.08 મીટરના જમ્પ સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. પેરાલિમ્પિક ગેમ્સમાં યુએસએ એથ્લેટ માટે આ સતત ત્રીજો ગોલ્ડ છે. જોકે નિષાદે યુએસએ હાઈ જમ્પરને પાછળ છોડી દેવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો હતો, પરંતુ તે સફળ થયો ન હતો અને તેને બીજા સ્થાને સ્થાયી થવું પડ્યું હતું.
રામ પાલ નિષાદ જેવા અજાયબીઓ કરી શક્યા નહીં
પુરૂષોની T47 હાઈ જમ્પ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ NPAના G. Margievને મળ્યો, જેણે ફુલ 2 મીટરની છલાંગ લગાવી. નિષાદ કુમાર ઉપરાંત અન્ય ભારતીય જમ્પર રામ પાલે પણ આ જ ઈવેન્ટમાં ભાગ લીધો હતો, પરંતુ તે 1.95 મીટરથી વધુ ઊંચો કૂદકો મારી શક્યો ન હતો. રામ પાલ 7મા સ્થાને રહ્યા.
ભારતે અત્યાર સુધીમાં 7 મેડલ જીત્યા
નિષાદ કુમારે ભારત માટે 7મો મેડલ જીત્યો હતો. નિષાદે મેળવેલી સફળતા બાદ, 1 સુવર્ણ ચંદ્રક સિવાય, ભારતની કીટીમાં હવે 2 સિલ્વર મેડલ અને 4 બ્રોન્ઝ મેડલ છે.
Sports
અંડર-15 બોયઝ હોકી સ્પર્ધામાં અમરેલી સામે દાહોદની ટીમ વિજેતા
આવતીકાલથી અન્ડર-17 મહિલા હોકી ટૂર્નામેન્ટનો થશે પ્રારંભ
રાજકોટના રેસકોર્સ સ્થિત મેજર ધ્યાનચંદ હોકી એસ્ટ્રોટર્ફ ગ્રાઉન્ડ ખાતે રાજ્યકક્ષાની જવાહરલાલ નહેરુ સબ જુનિયર હોકી સ્પર્ધાનો ગત તા. 17 થી પ્રારંભ થયો હતો. જેમાં 25 જેટલી જિલ્લા કક્ષાની ટીમો વચ્ચે સ્પર્ધા યોજાઈ હતી.
આજરોજ દાહોદ તેમજ અમરેલી જિલ્લાની ટીમ વચ્ચે ફાઈનલ મુકાબલો યોજાયો હતો. જેમાં દાહોદની ટીમે 5 1 થી અમરેલી સામે જીત મેળવી છે. જયારે અરવલ્લીની ટીમ ત્રીજા સ્થાને આવેલી છે. દાહોદની અંડર 15 બોયઝ ટીમ હવે નેશનલ લેવલે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે.
ત્રિદિવસીય ઇન્ટર ડીસ્ટ્રીકટ બોયઝ સ્પર્ધામાં કુલ 25 જેટલી મેચ રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે રમવામાં આવેલી હતી. આવતીકાલ તા. 20 સપ્ટેમ્બર થી અંડર -17 મહિલા હોકી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત 20 જેટલી ટીમ રાજકોટ ખાતે આવી પહોંચશે. તા. 21 થી 24 સપ્ટેમ્બર દરમ્યાન મહિલા હોકી મેચ રમવામાં આવશે તેમ સ્પર્ધાના ક્ધવીનર અને રાજકોટ હોકી કોચ મહેશ દિવેચાએ જણાવ્યું છે.સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર આયોજિત રાજ્યકક્ષાની હોકી સ્પર્ધાનું સમગ્ર આયોજન રાજકોટ જિલ્લા રમતગમત અધિકારી વી.પી. જાડેજાના માર્ગદર્શનમાં હેઠળ કરવામાં આવી રહ્યું છે.
Sports
બાંગ્લાદેશના હસમ મહમૂદનો તરખાટ, 35 રન આપી ભારતની 4 વિકેટ ઉડાવી
પ્રથમ ટેસ્ટ મેચમાં 54 ઓવરમાં 209 રન બનાવી ભારતે છ વિકેટ ગુમાવી
બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટમાં ભારતે 3 વાગ્યા સુધીમાં 54 ઓવરમાં 209 રન બનાવીને 6 વિકેટ ગુમાવી છે. રવીન્દ્ર જાડેજા અને રવિચંદ્રન અશ્ર્વિન રમી રહ્યા છે. હસન મહમુદે 13 ઓવરમાં 35 રન આપી ચાર વિકેટ ઝડપી હતી. ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પહેલી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ મેચમાં બાંગ્લાદેશે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમ ઈન્ડિયાએ બેટિંગ કરતા છ મહત્વની વિકેટ ગુમાવી છે. આ વિકેટો કેપ્ટન રોહિત શર્મા, શુભમન ગિલ, વિરાટ કોહલી અને રિષભ પંતની છે. આ ચારેય વિકેટ બાંગ્લાદેશના યુવા બોલર હસન મહમૂદે લીધી છે જ્યારે લોકેશ રાહુલને મહેન્દી હસને અને જયસ્વાલને નાહિદ રાણાએ આઉટ કર્યા હતા.
હસન મહમૂદ તેની ચોથી ટેસ્ટ મેચ રમી રહ્યો છે. તમને જણાવી દઈએ કે કોણ છે બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના બોલર હસન મહેમૂદ જેણે ભારતીય ક્રિકેટ ટીમને ચોંકાવી દીધા હતા. હસન મહમૂદે બાંગ્લાદેશ ક્રિકેટ ટીમને શાનદાર શરૂૂઆત અપાવી છે. ભારત સામે બોલિંગ કરતી વખતે તેને 9 ઓવરમાં 4 મોટી વિકેટ ઝડપી હતી. તેને પહેલા રોહિત શર્મા, પછી શુભમન ગિલ, વિરાટ કોહલી અને રિષભ પંતની વિકેટ લીધી. રોહિત શર્માએ 19 બોલમાં 6 રન, શુભમન ગિલે 8 બોલમાં 0 રન, વિરાટ કોહલીએ 6 બોલમાં 6 રન અને રિષભ પંતે 52 બોલમાં 39 રન બનાવ્યા હતા. ભારતે આ ચાર વિકેટ માત્ર 96 રનમાં ગુમાવી દીધી હતી. હસન મહમૂદે કેચ આઉટ દ્વારા ચારેય વિકેટ લીધી હતી.
Sports
સૌરવ ગાંગુલીએ અપમાન કરનાર યુટ્યુબર સામે નોંધાવી ફરિયાદ
ગુંડાગીરી અને બદનક્ષીનો કેસ દાખલ કર્યો
ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને BCCIના ભૂતપૂર્વ અધ્યક્ષ સૌરવ ગાંગુલી તેની ક્રિકેટ કારકિર્દી દરમિયાન આક્રમકતા માટે પ્રખ્યાત હતા. તે ઘણીવાર મેદાન પર અને ડ્રેસિંગ રૂૂમમાં ગુસ્સે થતાં જોવા મળ્યા હતા. આ અગાઉ BCCI અધ્યક્ષ તરીકે સૌરવ ગાંગુલીનો વિરાટ કોહલી સાથે કેપ્ટનશિપને લઈને વિવાદ થયો હતો. આ તરફ હવે સમાચાર સામે આવ્યા છે કે, સૌરવ ગાંગુલી અન્ય એક મામલાને લઈને ખૂબ નારાજ દેખાયા.તેમણે યુટ્યુબર વિરુદ્ધ સાયબર સેલમાં માનહાનિની ફરિયાદ નોંધાવી છે.
સૌરવ ગાંગુલીની સેક્રેટરી તાન્યા ચેટર્જીએ કોલકાતા સાયબર સેલને લેખિત ફરિયાદ આપી હતી. આ ફરિયાદમાં યુટ્યુબરની ચેનલનું નામ અને તેના નામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જે હજુ સુધી મીડિયામાં જાહેર કરવામાં આવ્યો નથી. આ ફરિયાદ અનુસાર યુટ્યુબર સૌરવ ગાંગુલીને ટાર્ગેટ કરી રહ્યા હતા અને તેમનું અપમાન કરી રહ્યા હતા. જ્યારે યુટ્યુબર તેના વીડિયોમાં તેમની વિરુદ્ધ વાંધાજનક શબ્દોનો પણ ઉપયોગ કરે છે. આ ફરિયાદમાં દાદાએ સાયબર ગુંડાગીરી અને બદનક્ષીનો કેસ કર્યો છે અને પોલીસ કાર્યવાહીની માંગ કરી છે.
સૌરવ ગાંગુલી ક્રિકેટર અને ઇઈઈઈં તરીકે પોતાની સમગ્ર કારકિર્દી દરમિયાન વિવાદોમાં ફસાયેલા વ્યક્તિ રહ્યા છે. પછી તે તેમની ટી-શર્ટ ઉતારીને લોર્ડ્સની બાલ્કનીમાં ફરવાની વાત હોય કે પછી વિરાટ કોહલીને કેપ્ટન્સી છોડવાનો વિવાદ હોય. સૌરવ ગાંગુલી હંમેશા વિવાદોમાં ઘેરાયેલા રહ્યા છે. પરંતુ આ બધાની વચ્ચે એ વાત ભૂલી શકાય તેમ નથી કે તે ટીમ ઈન્ડિયાના સૌથી સફળ કેપ્ટનોમાંથી એક હતા. તેમની કેપ્ટનશીપમાં જ ભારતે વિદેશી ધરતી પર તિરંગો ફરકાવવાની પ્રક્રિયા શરૂૂ કરી હતી.
-
ગુજરાત1 day ago
જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા
-
રાષ્ટ્રીય1 day ago
બજાજ હાઉસિંગ ફાઈનાન્સનો શેર આજે ઘટ્યો, જાણો કિંમત
-
રાષ્ટ્રીય1 day ago
‘વન નેશન-વન ઇલેક્શન’ના પ્રસ્તાવને લીલી ઝંડી, મોદી સરકારની કેબિનેટે આપી મંજૂરી
-
કચ્છ1 day ago
રાપરના ગાગોદરમાં પાણીના ખાડામાં સાત બાળકો ડૂબ્યાં, ભાઈ-બહેનનાં મોત
-
આંતરરાષ્ટ્રીય1 day ago
ઈન્ટરનેટ કે મોબાઈલ નેટવર્ક ન હોવા છતાં પેજરમાં વિસ્ફોટ, મોબાઈલ ફોનમાં આવું થાય તો કરોડો લોકો પર ખતરો
-
ગુજરાત1 day ago
આજી-4 ડેમના પૂરથી પ્રભાવિત ખેડૂતો સરકાર સામે મોરચો માંડશે
-
ગુજરાત1 day ago
રાજકોટ ક્લાઇમેટ રેસિલિયન્ટ એક્શન પ્લાનનું ન્યૂ દિલ્હી ખાતે કરાયું લોન્ચિંગ
-
ગુજરાત1 day ago
રાજકોટના કેટરર્સ સંચાલકનું દિલ્હીની યુવતી ઉપર દુષ્કર્મ