Connect with us

ગુજરાત

રક્ષાબંધને લીધેલા પેંડામાંથી ફૂગ નીકળતા જય સિયારામ પેંડા સીલ

Published

on

ગ્રાહકની ફરિયાદ બાદ એએમસીની આકરી કાર્યવાહી

આજકાલ ખાવા-પીવાની વસ્તુઓમાંથી જીવાત અને ફૂગ નીકળવાની અનેક ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે ગઇકાલે પણ આવી જ એક ઘટના સામે આવી હતી. જ્યાં રક્ષાબંધનના તહેવાર પર ઘરે લાવવામાં આવેલા પેંડા ફૂગવાળા નીકળ્યા હતા. જેને લઇ ગ્રાહકે ફરિયાદ કરતાં આજે એએમસીએ જય સિયારામ પેંડા એકમ સીલ કર્યું છે.
અમદાવાદમાં લાડુ બાદ પેંડામાં ફુગ હોવાની ઘટના સામે આવી હતી. પાલડીના એક પરિવારને કડવો અનુભવ થયો હતો. શહેરના જાણીતા રાજકોટ જય સિયારામ પૈડાંમાં ફુગ નીકળી હતી.


મહિલા દ્વારા રક્ષાબંધન નિમિત્તે ત્રણ કિલો પૈડાંનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. જ્યારે પેંડામાં ફુગ નિકળતા ગ્રાહકે કોર્પોરેશનના આરોગ્ય વિભાગને ઓનલાઇન ફરિયાદ કરી હતી. જેના પગલે જય સિયારામ પેંડાની દુકાન સીલ કરવામાં આવી છે. આજે એએમસીએ જય સિયારામ પેંડા એકમ સીલ કર્યું છે.


આ અંગે ગ્રાહક મહિલાએ જણાવ્યું હતું કે, 17મી તારીખે શનિવારે સવારે સાડા દસ વાગ્યે જય સિયારામની પાલડી બ્રાન્ચમાંથી ત્રણ કિલો પેંડાના છ પેકેટ લીધા હતા. 19મી તારીખે રક્ષાબંધનના દિવસે સવારે 10 વાગ્યે પેકેટ ખોલતાં બધા પેકેટમાં ફૂગ જોવા મળી હતી.

ગુજરાત

તળાજા પાસે વીજતંત્રની બોલેરો અડફેટે બે ભાઇઓનાં મોત

Published

on

By

શ્રાદ્ધ કાર્ય માટે જતા બન્ને ભાઇઓ પાંચપીપળા જતા હતા ત્યારે દારૂ ઢીંચેલા જીપ ચાલકે ઠોકર મારી, દારૂની બોટલ પણ મળી

ભાવનગરના તળાજા નજીક સર્જાયેલા અકસ્માતમાં રાજપરા-2(તણસા) ગામના બે યુવાનોના મોત નીપજયા છે.મહુવા વિજતંત્ર ની વિજિલન્સ ટીમની ભાડે રાખેલ બોલેરોજીપના વાહન ચાલકે પાછળથી આવી અકસ્માત સર્જતાં બંને યુવાનોના મોત થયા હતા. અકસ્માતમાં બોલેરો જીપમા પડેલ ખાલી દારૂની બોટલના વાયરલ વિડીઓને લઈ પોલીસે તપાસ હાથધરી છે.


અકસ્ળ તી વિગતો મુજબ રાજપરા-2 ગામના નાનાભાઈ ભરવાડ સમાજના આલગોતર પરિવાર ના મેહુલ રત્નાભાઈ (ઉ.વ. 26) તથા ભરત બાલાભાઈ (ઉ.વ.24) બંને એક બાઈક પર સવાર હતા.પાછળ બીજી એક બાઈક પર પરિવારના પારસભાઈ સહિત યુવાનો હતા.બપોરે નજીકમાજ આવેલ પાંચ પીપળા ગામે શ્રાદ્ધકાર્યને લઈ જતાહતા.એ સમયે વિજતંત્રની ઈં. ઈ સ્ક્વોડ વિજિલન્સ મહુવા ડિવિઝનના ટેક્ષી પસિંગના બોલેરો જીપ ના ચાલકે મેહુલ અને ભરત જે બાઈકપર સવાર હતા તેને પાછળથી ઠોકર મારતા બંને યુવાનો ફંગોળાયા હતા. અને દુર દુર ફંગોળાય ને પડ્યા હતા અને બન્નેની સારવાર મળેતે પૂર્વે મોત થયા હતા.


અકસ્માતના બનાવને લઈ એક વિડિઓ વાયરલ થયો હતો. જેમા જીપ માં દારૂની એક ખાલી બોટલ જોવા મળેછે.સાથે ઘટના સ્થળે ચર્ચા એવી હતીકે ચાલક નશામાહતા.આ બાબતે એ. એસ.પી અંશુમન જૈન એ જણાવ્યું હતુ કે વાયરલ વિડિઓ ને લઈ સત્ય બહાર લાવવા તપાસ કરવા સૂચના આપવામાં આવી છે. જે કઈ સત્ય હશે તેની તટસ્થ તપાસ થશે. અરેરાટી ઉપજાવતી અકસ્માત ની ઘટનામાં મેહુલ આલગોતર અને ભરત આલગોતર ના લગ્ન થઈગયા હતા. સ્થળ પર ગામના લોકોએ જણાવ્યું હતુ કે સમાજ ના રિવાજ મુજબ ભરતભાઈનું આણું પણ હજુ બાકી છે.

Continue Reading

ગુજરાત

ધોરાજીમાં માતાની સારવાર માટે વ્યાજે લીધેલા 12 લાખ ચૂકવી દીધા છતાં વ્યાજખોરોનો ત્રાસ

Published

on

By

ચાર મહિલા વ્યાજખોર સહિત આઠ સામે ફરિયાદ નોંધાઈ

ધોરાજીમાં બહારપુરામાં રહેતી મહિલાને કોરોના દરમિયાન માતાની સારવાર માટે રૂપિયાની જરૂર પડતાં ચાર મહિલા સહિત આઠ વ્યાજખોરો પાસેથી પઠાણી વ્યાજે લીધેલા 12 લાખની રકમ મુદલ સાથે વ્યાજ પણ ચુકવી દીધા છતાં આ ટોળકીએ મહિલાને ધમકાવી વધુ વ્યાજની માંગણી કરતાં આ મામલે મહિલાએ ધોરાજી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં ત્રણ મહિલા સહિત 8 સામે ગુનો નોંધાયો છે.


મળતી વિગતો મુજબ, ધોરાજીનાં બહારપુરમાં રહેતા મિતલબેન મહેન્દ્રભાઈ વિજુડાની ફરિયાદને આધારે બહારપુરાના જીવણભાઈ વાલાભાઈ સોંદરવા, રાજુભાઈ રમણીકભાઈ રાઠોડ, પ્રભાબેન બાબુભાઈ સુણા, ગીતાબેન ગૌતમભાઈ ચૌધરી, સ્વાતીબેન અંકીતભાઈ રાઠોડ, જયરાજ જાડેજા, સુરેન્દ્ર ઉકા મકવાણા અને લક્ષ્મીબેન સુરેશભાઈ ભાસ્કર સામે ગુનો નોંધાયો છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, મિતલબેનના માતાને કોરોના પોઝીટીવ આવતાં સારવાર માટે રૂપિયાની જરૂર પડતાં અને કોરોના દરમિયાન મજુરી કામ મળતું ન હોય જેથી ઘર ચલાવવા માટે રૂપિયાની જરૂર હોય મિતલબેને જીવણભાઈ પાસેથી 30 ટકા વ્યાજે એક લાખ, રાજુભાઈ પાસેથી બે લાખ, પ્રભાબેન પાસેથી 10 ટકે 4 લાખ, ગીતાબેન ગૌતમભાઈ ચૌધરી પાસેથી એક લાખ, જયરાજ જાડેજા પાસેથી 99 હજાર, લક્ષ્મીબેન પાસેથી 30 ટકે બે લાખ એમ કુલ 12 લાખ રૂપિયા ઉચા વ્યાજે લીધા હતાં. જેનું સમયસર મુદલ સહિત વ્યાજ ચુકવી દીધા છતાં આ ટોળકીએ વધુ વ્યાજ વસુલવા મિતલબેનને ધમકી આપતાં આ મામલે ધોરાજી પોલીસમાં મિતલબેને ફરિયાદ નોંધાવી છે.

Continue Reading

ગુજરાત

ગોંડલમાં ગૃહકલેશથી પરિવારનો માળો પિંખાયો: પરિણીતાનો આપઘાત

Published

on

By

જસદણના ખડવાવડી અને પોરબંદરમાં ઝેરના પારખા કરનાર બે પરિણીતાના મોત

ગોંડલમાં રહેતી પરણીતાએ ગૃહકલેસથી કંટાળી ઝેરી દવા પી લીધી હતી. પરણીતાનું સારવારમાં મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.


આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ગોંડલમાં નાની બજાર વિસ્તારમાં રહેતી કુસુમબેન નિરવભાઈ પડિયા નામની 29 વર્ષની પરણીતાએ ગૃહકલેસથી કંટાળી છ દિવસ પૂર્વે ઝેરી દવા પી લીધી હતી. પરણીતાને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં તેનું મોત નિપજ્યું હતું. પરણીતાના મોતથી માસુમ પુત્રીએ માતાની છત્રછાયા ગુમાવતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.
અન્ય બનાવમાં જસદણના ખડવાવડી ગામે રહેતી સોનલબેન પરબતભાઈ મેડ ઉ.વ.26એ પાંચ દિવસ પૂર્વે કોઈ અગમ્ય કારણસર ઝેરી દવા પી લીધી હતી. જ્યારે પોરબંદરમાં નગીનદાસ મોદી ભવન પાસે રહેતી કિંજલબેન ધવલભાઈ જેઠવા ઉ.વ. 25 એ અકળ કારણસર એસીડ પી લીધું હતું. બન્ને પરણીતાએ રાજકોટ સારવારમાં દમ તોડતા બન્ને પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી. ઉપરોક્ત બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Continue Reading
આંતરરાષ્ટ્રીય2 mins ago

વિકૃતિથી ભરેલી દુનિયાની સૌથી ખરાબ ફિલ્મ, રિલીઝ પહેલાં જ 150 દેશમાં પ્રતિબંધ

મનોરંજન4 mins ago

‘દયા દરવાજા તોડ દો’, 6 વર્ષ બાદ CIDની ટીમ ટીવી પર આવશે

મનોરંજન8 mins ago

રોહિત શેટ્ટીની સિંઘમ-3માં સલમાન ખાનનો કેમિયો

ગુજરાત9 mins ago

તળાજા પાસે વીજતંત્રની બોલેરો અડફેટે બે ભાઇઓનાં મોત

Sports10 mins ago

ભારત-બાંગ્લાદેશ ટેસ્ટ, અશ્ર્વિન-જાડેજાએ સચિન-ઝહીરનો 20 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો

ગુજરાત12 mins ago

ધોરાજીમાં માતાની સારવાર માટે વ્યાજે લીધેલા 12 લાખ ચૂકવી દીધા છતાં વ્યાજખોરોનો ત્રાસ

રાષ્ટ્રીય13 mins ago

પંત સાથે અફફેરની વાત માત્ર અફવા: ઉર્વશી રોતેલા

ગુજરાત14 mins ago

ગોંડલમાં ગૃહકલેશથી પરિવારનો માળો પિંખાયો: પરિણીતાનો આપઘાત

ગુજરાત15 mins ago

ખંભાળિયા નજીક ટ્રક અને છોટા હાથી વચ્ચે અકસ્માત: એકનું મોત

ગુજરાત18 mins ago

કોરોનાકાળમાં ગુજરાતમાં રેકોર્ડ બ્રેક 7.25 લાખ મોત

રાષ્ટ્રીય2 days ago

બજાજ હાઉસિંગ ફાઈનાન્સનો શેર આજે ઘટ્યો, જાણો કિંમત

ગુજરાત2 days ago

જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા

રાષ્ટ્રીય2 days ago

‘વન નેશન-વન ઇલેક્શન’ના પ્રસ્તાવને લીલી ઝંડી, મોદી સરકારની કેબિનેટે આપી મંજૂરી

રાષ્ટ્રીય18 hours ago

ઓફિસના વર્કલોડે લીધો CAનો જીવ! માતાનો ભાવુક પત્ર વાંચીને કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય

રાષ્ટ્રીય2 hours ago

કાશી વિશ્વનાથન મંદિરમાં મંગળા આરતી દરમિયાન મોટી દુર્ઘટના, શોર્ટ સર્કિટના કારણે ગર્ભગૃહની ટોચ પર લાગી આગ

કચ્છ2 days ago

કચ્છના ફેમસ જોકીનો મુંબઇમાં આપઘાત

ગુજરાત1 day ago

લીંબડી નજીક 120 કરોડના ખર્ચે બનેલા બ્રિજમાંથી સળિયા દેખાયા

ક્રાઇમ20 hours ago

ક્રેડિટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રેલવે કર્મચારીને ઓફિસમાં ઘુસી માર માર્યો

ગુજરાત20 hours ago

સાયપર ગામે પ્રાથમિક શાળામાં પાઈપલાઈન રીપેર કરતાં ભડકો થયો: વિદ્યાર્થી-શિક્ષક દાઝયા

રાષ્ટ્રીય1 day ago

શેરબજારમાં આજે જોરદાર ઉછાળો, સેન્સેક્સ રેકોર્ડ હાઈ લેવલ પર, નિફ્ટી પહેલી વખત 25600ને પાર

Trending