Connect with us

કચ્છ

કચ્છના નાના રણના અગરિયાઓના હક્ક દાવા મંજૂર ન થતાં લડી લેવાના મૂડમાં

Published

on

કચ્છના નાના રણમાં મીઠું પકવવા 3437 અગરિયાઓએ હક્ક દાવા રજૂ કર્યા હતા, જેમાંથી સર્વે એન્ડ સેટલમેન્ટ વિભાગે માત્ર 497 અગરિયાઓના હક્ક દાવાઓ જ માન્ય રાખ્યા છે. આથી હવે આગામી મીઠું પકવવાની સીઝનમાં 85 % અગરિયાઓ મીઠું પકવવા રણમાં ન જઈ શકવાનો ગોઝારો ઘાટ સર્જાયો છે. ત્યારે કચ્છના નાના રણના મીઠું પકવતા અગરિયાઓ લડી લેવાના મૂડમાં છે અને એ માટે આગામી દિવસોમાં મહા સંમેલન બોલાવવાનું એલાન કરવામાં આવ્યું છે.


કચ્છના નાના રણમાં છ તાલુકાના 107 ગામોના 3437 અગરિયાઓએ સર્વે એન્ડ સેટલમેન્ટ વિભાગમા હક્ક દાવાઓ રજૂ કર્યા હતા. જેમાંથી માત્ર 85 % અગરિયાઓનો દાવો નામંજૂર કરી માત્ર 497 અગરિયાઓના જ હક્ક દાવાઓ મંજૂર કરાતા હવે બાકીના 3000 જેટલા અગરિયા પરિવારોને રણમાં મીઠું પકવવા જવા માટેની પરવાનગી નહીં મળે તો ગુજરાતમા કચ્છના નાના રણમાં મીઠાનું ઉત્પાદન 80 % જેટલું ઘટી જશે. આથી રણમાં મીઠું પકવતા જે અગરિયાઓના નામ હક્ક દાવામાં રહી ગયા એ તમામ અગરિયાઓએ આજે ખારાઘોડા ખાતે આગામી રણનીતિ ઘડવા મેરોથોન મિટિંગ યોજી હતી.


જેમાં ખારાગોઢા ખાતે અગરિયા સોસાયટીમાં અગરિયા મહાસંઘની મેરોથોન મિટિંગ રાખવામાં આવી હતી. જેમાં અગરિયા મહાસંઘના પ્રમુખ બચુભાઈ દેગામા સહીત મોટી સંખ્યામાં અગરિયા આગેવાનો તેમજ મોટી સંખ્યામાં મીઠું પકવતા અગરિયા ભાઈઓએ હાજરી આપી હતી. જેમાં ગયા વર્ષે અગરિયાઓનું સર્વે કરી હક દાવા માટે અગરિયાનું લિસ્ટ સર્વે સેટલમેન્ટ કચેરી, સુરેન્દ્રનગરની ઓફિસે આપ્યુ હતું. જેમાંથી અગાઉ થયેલા તમામ દાવા અરજીમાંથી ફક્ત 497 અગરિયાના જ હકદાવા મંજુર કરવામાં આવ્યા છે. જેના માટે એક ચોક્કસ આયોજન સાથે સરકારમાં રજુઆત કરવામાં આવશે. જે અંગે અગરીયા મહાસંઘના પ્રમુખ બચુભાઈ દેગામાએ જણાવ્યું કે, રણ વિસ્તારને લગતા તમામ ગામના અગરિયા મિત્રો, તમામ ગામના સરપંચો, રાજકીય આગેવાનો, તમામ વેપારી મિત્રો અને મીઠાના વ્યવસાય સાથે સંકળાયેલા તમામ લોકોનું મહાસંમેલન કરવામાં આવશે. જેમાં સરકારમા આ બાબતે રજૂઆત સાથે આગામી રણનીતિ પણ ઘડવામાં આવશે.

કચ્છ

કચ્છના ફેમસ જોકીનો મુંબઇમાં આપઘાત

Published

on

By

દેણાના કારણે પગલું ભર્યાની સ્યૂસાઇડ નોટ મળી

આંબિવલીમાં કરિયાણાની દુકાન ચલાવવાની સાથે જ ડિસ્ક જોકી (ઉઉં) તરીકે પણ કામ કરતા 48 વર્ષના નરેન્દ્ર વિકમાણીએ દેવું થઈ જવાથી હતાશ થઈને ગળાફાંસો ખાઈને રવિવારે જીવન ટૂંકાવી દીધું હતું. તેમણે મરતાં પહેલાં સુસાઇડ-નોટ લખી હતી અને એમાં લેણદારોને ઉદ્દેશીને લખ્યું હતું કે કરજ મેં લીધું હતું પણ હું એ ચૂકવી શક્યો નથી, પણ તમે મારી પત્ની કે મારા દીકરાને એ માટે હેરાનન કરતા.


મૂળ કચ્છના કોટડા (રોહા)ના કચ્છી વીસા ઓસવાળ જૈન જ્ઞાતિના નરેન્દ્ર વિકમાણી આંબિવલીમાં પરિવાર સાથે રહેતા હતા. તેમના પરિવારની કરિયાણાની દુકાન છે. તેમના એક સંબંધીએ કહ્યું હતું કે કરજ કંઈ બહુ વધારે નહોતું, પણ તેણે ઘરમાં કોઈને કહ્યું જ નહીં અને એકલો-એકલો મૂંઝાતો રહ્યો. તેના પરિવારમાં પત્ની અને 20 વર્ષના દીકરાનો સમાવેશ છે. દીકરો જોબ કરે છે. તેણે સુસાઇડ-નોટમાં લેણદોરોને કહ્યું છે કે મારી પત્ની અને દીકરાને હેરાન ન કરતા.


અન્ય એક સંબંધીએ કહ્યું હતું કે નરેન્દ્રભાઈના પિતા વલ્લભભાઈએ વર્ષો પહેલાં કરિયાણાની દુકાન ચાલુ કરી હતી. તેમને નરેન્દ્ર, જયેશ, ભાવેશ અને મનોજ એમ ચાર દીકરા હતા. જેમ-જેમ દીકરા મોટા થતા ગયા એમ પોતપોતાનો અલગ-અલગ વ્યવસાય કરતા ગયા. નરેન્દ્રભાઈ પિતાની દુકાન પણ ચલાવવાની સાથે ડિસ્ક જોકી પણ હતા. તેમણે એમાં ઇન્વેસ્ટમેન્ટ પણ કર્યું હતું અને પછી એ ચલાવવા ટેમ્પો પણ લીધો હતો. થોડા જ વખતમાં તેઓ નરુ કા ઉઉં તરીકે ફેમસ થઈ ગયા હતા.

જોકે આ ધંધામાં ઇન્વેસ્ટમેન્ટ થતું જતું હતું, પણ સામે પેમેન્ટ મોડું આવતું હોવાથી દેવું થતું જતું હતું. તેમણે જો કોઈને કહ્યું હોત તો રસ્તો નીકળી શક્યો હોત, પણ એવું થાય એ પહેલાં જ અંતિમ પગલું લઈ લીધું. રવિવારે સાંજે નીકળેલી તેમની અંતિમયાત્રામાં 50 કરતાં વધુ યુવાનો જોડાયા હતા.

Continue Reading

કચ્છ

રાપરના ગાગોદરમાં પાણીના ખાડામાં સાત બાળકો ડૂબ્યાં, ભાઈ-બહેનનાં મોત

Published

on

By

રાપર તાલુકાના ગાગોદર ગામે પાણીના ખાડામાં કપડા ધોતી વખતે અને ન્હાતી વખતે સાત બાળકો પાણીમાં ડુબવા લાગ્યા હતો. જે પૈકી સલેમાન ધોનાની દિકરી તથા ઉમરદિન ધોનાના પત્ની એવા સેનાજબેન (ઉ.વ. 24) તથા તેમના કુટુંબિ ભાઈ ફારૂૂક હબીબ ધોના (ઉ.વ. 16)નું મોત થયું હતું. જ્યારે અન્યોને બચાવી લેવાયા હતા.
કાનમેર ગામમાં રહી મજુરી કામ કરનાર પરિવારની મહિલાઓ સાથે આજે બપોરે બાળકો પણ કપડાં ધોવા, ન્હાવા ગયા હતા. ગામમાં પશ્ચિમ બાજુએ આવેલા પાણીના ખાડા પાસે આ પરિવારજનો બપોરે પહોંચ્યા હતા જેમાં બે મહિલાઓ કપડાં ધોઈ રહ્યાં હતા.


જ્યારે બાળકો થોડા આગળના ભાગે ન્હાઈ રહ્યાં હતા. ખાડામાં ન્હાતી વખતે ફારૂૂક આગળ નિકળી જતાં તે ડૂબવા લાગ્યો હતો. તેણે રાડા રાડ કરતાં તેના કુટુંબિ બહેન શેનાજ તેને બચાવવા ગયા હતા અને બંને પાણી ભરેલા ખાડામાં ડૂબવા લાગ્યા હતા. આ જોઈને પરિવારના અન્ય કિશોર, કિશોરીઓ તેમને બચાવવા જતાં સાત બાળકો ડૂબી રહ્યાં હતાં. રાડારાડના પગલે આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા. આ સાત બાળકો પૈકી અમુકને તરતા આવડતા તે નિકળી ગયા હતા અને અન્યોને લોકોએ રસ્સી વડે બહાર ખેંચી લીધા હતા. જ્યારે મહિલા અને તેના કુટુંબિ ભાઈ ફારૂૂક પાણીમાં ગરક થયા હતા. બાદમાં આ બંનેને બહાર કાઢીને સારવાર અર્થે લઈ જવાતા ફરજ પરના તબિબો બંનેને મૃત જાહેર કરાયા હોવાનું ગાગોદરના પી.આઈ. બી. એ. સેંગલએ જણાવ્યું હતું. હર્ષોલ્લાસના ઈદ પર્વના બીજા દિવસે એકીસાથે ભાઈ-બહેનના મોતને પગલે સમગ્ર પંથકમાં ભારે માતમ છવાયો હતો.

Continue Reading

કચ્છ

કચ્છમાં ઇદના દિવસે બોલેરોના ચાલકે આઠ વર્ષના બાળકને કચડી નાખતાં મોત

Published

on

By

આજે સવારે ખાવડાની કોટડા ચેકપોસ્ટ પાસે ધ્રોબાણાના ધુબારાવાંઢનું આઠ વર્ષીય બાળક રિઝવાન રાજપાર સમા માર્ગ પર પગે જઇ રહ્યું હતું, ત્યારે બોલેરોએ તેને કચડી નાખતાં તેનું કમકમાટીભર્યું મોત થયું હતું. ઇદના દિવસે જ પરિવાર પર આભ તૂટી પડયું હતું, જ્યારે અંજારમાં અજાણ્યા યુવાનની લાશ મળી આવી હતી. ખાવડા પાસેની કોટડા ચેકપોસ્ટ નજીક થયેલા કરુણ અકસ્માત અંગે પ્રાપ્ત વિગતો મુજબ આજે સવારે 9.30 વાગ્યાના અરસામાં ધ્રોબાણા ધુબારાવાંઢ (ખાવડા)નો આઠ વર્ષીય માસૂમ રિઝવાન રસ્તો પાર કરી રહ્યો હતો ત્યારે બાલેરો નં. જી.જે. 12 સી.ટી. 5654એ તેને કચડી નાખતાં માથા તથા પગમાં ગંભીર ઇજાનાં પગલે ઘાયલ થયો હતો. પ્રથમ ખાવડા બાદમાં વધુ સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાતાં ફરજ પરના તબીબે મૃત ઘોષિત કર્યો હતો.

આ અકસ્માત અંગે રિઝવાનના કાકા રસીદ જાકબ સમાએ વિગતો જાહેર કરી ખાવડા પોલીસ મથકે બોલેરોચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરાવ્યો છે. ઇદના દિવસે જ આ ગોઝારી ઘટનાથી પરિવાર અને સંબંધીઓ પર આભ તૂટી પડયું હતું. બીજી તરફ અંજારમાં જેસલ તોરલ નજીક આવકાર ગેસ્ટહાઉસ, તુલસી સોડા શોપની બાજુમાંથી અજાણ્યા યુવાનની લાશ મળી આવી હતી. ભિક્ષુક જેવો લાગતો આ યુવાન ગઇકાલે સવારે બેભાન મળી આવ્યો હતો. તેને હોસ્પિટલ લઇ જવાતાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ યુવાનના પગમાં પાટો બાંધેલો છે. તેના સંબંધીઓએ અંજાર પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું હતું.

Continue Reading
રાષ્ટ્રીય16 hours ago

વન નેશન, વન ઈલેક્શન પ્રસ્તાવને કેબિનેટની લીલીઝંડી

રાષ્ટ્રીય16 hours ago

સિંધુ જળ કરારમાં ફેરફાર કરવા પાક.ને ભારતની નોટિસ

ગુજરાત16 hours ago

ગ્રીન બિલ્ડિંગ પ્રોજેક્ટમાં પેઈડ FSIમાં મળશે વળતર

ગુજરાત16 hours ago

જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા

ગુજરાત16 hours ago

રાજકોટના કેટરર્સ સંચાલકનું દિલ્હીની યુવતી ઉપર દુષ્કર્મ

આંતરરાષ્ટ્રીય16 hours ago

ઈન્ટરનેટ કે મોબાઈલ નેટવર્ક ન હોવા છતાં પેજરમાં વિસ્ફોટ, મોબાઈલ ફોનમાં આવું થાય તો કરોડો લોકો પર ખતરો

રાષ્ટ્રીય16 hours ago

TATA ગ્રૂપના ઉતરાધિકારી તરીકે માયા ટાટાનું નામ મોખરે

રાષ્ટ્રીય17 hours ago

આર્થિક અસમાનતા વધી, 10 કરોડથી વધુ કમાણી કરનારા ભારતીયોમાં વધારો

રાષ્ટ્રીય17 hours ago

મહારાષ્ટ્રના ભિવંડી અને રાજસ્થાનના બરાનમાં ગણેશ વિસર્જનમાં બબાલ

રાષ્ટ્રીય17 hours ago

ટોલ વસૂલાત પહેલા અને પછી સરકારને ઘણા ખર્ચાઓ ભોગવવા પડે છે: ગડકરી

રાષ્ટ્રીય2 days ago

‘દિલ્હીના CM કેજરીવાલ જ રહેશે, ભાજપે ષડયંત્ર કરીને ફસાવ્યા…’, મુખ્યમંત્રી ચૂંટાયા બાદ આતિશીની પહેલી પ્રતિક્રિયા

ગુજરાત2 days ago

દ્વારકા નજીકના દરિયામાંથી વધુ એક વખત ચરસનો જથ્થો ઝડપાયો

આંતરરાષ્ટ્રીય2 days ago

બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલા અંગે કેનેડાની સંસદમાં ચર્ચા

અમરેલી2 days ago

અમરેલીની સગીરા પર કૌટુંબિક ભાઈનું દુષ્કર્મ

ગુજરાત16 hours ago

જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા

ગુજરાત2 days ago

PMના જન્મદિવસ પૂર્વે જવાહર ચાવડાએ ફોડ્યો લેટર બોંબ

આંતરરાષ્ટ્રીય2 days ago

અમેરિકા ઉઠી જશે: જેપી મોર્ગન ચેઝની આગાહી

રાષ્ટ્રીય19 hours ago

‘વન નેશન-વન ઇલેક્શન’ના પ્રસ્તાવને લીલી ઝંડી, મોદી સરકારની કેબિનેટે આપી મંજૂરી

ગુજરાત2 days ago

મોદી@74: કુંડળી જ મંગળ તો અમંગળ કોણ કરી શકે?

ગુજરાત2 days ago

મોદી વડાપ્રધાન બનશે: 34 વર્ષ પહેલાં ધીરૂભાઇ અંબાણીએ ભાખ્યું હતું

Trending