Connect with us

કચ્છ

કચ્છના 21 ટાપુઓ ઉપર પ્રવેશ કરવા પર પ્રતિબંધ

Published

on

દેશદ્રોહી પ્રવૃત્તિ રોકવા માટે લેવાયો નિર્ણય

કચ્છના વિવિધ નિર્જન ટાપુઓ પર લોકોની અવરજવર પર પ્રતિબંધ મૂકાયો છે.. આતંકવાદી અને દેશદ્રોહી પ્રવૃત્તિને રોકવા માટે આ ટાપુઓ પર પ્રવેશ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. કચ્છ જિલ્લાના શેખરણ પીર, ઓગતરા, લુણાબેટ, ખદરાઈ પીર ટાપુ, સૈયદ સુલેમાન પીર ટાપુ, ચભડીયો ટાપુ, લુણ ટાપુ, ગોધરાઇ ટાપુ, મોટાપીર, હેમતલ (હંઈતલ), હાજી ઈબ્રાહીમ, ખાનાણા બેટ, ગોપી બેટ, સતોરી બેટ, ભકલ બેટ, સાવલા પીર, સુગર બેટ, પીર સનાઈ, બોયા બેટ, સેથવારા બેટ, સત સૈડા ટાપુ સહિત કુલ-21 ટાપુઓ પર પ્રવેશ કરવા પર પ્રતિબંધ ફરમાવાયો છે.


અસામાજિક તત્વો દરીયાઈ ટાપુઓ ઉપર આશ્રય મેળવે અથવા હથિયારો અને નશાકારક પદાર્થ છૂપાવવા આ ટાપુઓનો ઉપયોગ કરે તેવી પુરી સંભાવનાને પગલે પ્રતિબંધ મૂકાયો છે.

કચ્છ

અંજારના વરસામેડીમાં બે શખ્સો કુરિયરમાં ગાંજો મગાવી પડીકી બનાવી બંધાણીને વેચતા’ તા

Published

on

By

અંજાર તાલુકાના વરસામેડી સીમમાં આવેલી અંબિકા સ્કીમ-2 માં મુળ બીહારના બે ઇસમો પોતાના રહેણાક મકાનમાં માદક પદાર્થ રાખી વેપલો કરતા હોવાની બાતમીના આધારે પૂર્વ કચ્છ સ્પેશિયલ ઓપરેશન ગૃપની ટીમે દરોડો પાડી બે જણાને રૂૂ.1.27 લાખની કિંમતના 12.700 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે પકડી લઇ કાયદેસર કાર્યવાહી કરી હતી જો કે આ મોકલનાર આરોપી હાજર મળ્યો ન હતો.


એસઓજી પીઆઇ ડી.ડી.ઝાલાએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, ડ્રગ્સ મુક્ત પૂર્વકચ્છ મુહીમ અંતર્ગત ચાલી રહેલી કામગીરી દરમિયાન તેમને બાતમી મળી હતી કે, વરસામેડી સીમમાં આવેલી અંબિકા સ્કીમ-2 માં રહેતા મુળ બિહારના મુકેશ નરેશભાઇ રાય અને મિથુનકુમાર છોટન યાદવ પોતાના રહેણાક મકાનમાં માદક પદાર્થનો જથ્થો મગાવી વેપલો કરે છે. આ બાતમીના આધારે ઇન્વેસ્ટીગેશન કીટ તૈયાર કરી ટીમ સાથે તેમના રહેણાક મકાનમાં દરોડો પાડી તલાશી દરમિયાન શેટી પલંગમાંથી ત્રણ પેકેટ મળી આવ્યા હતા જેમાં રહેલા પદાર્થની ચકાસણી કરતાં ગાંજો હોવાનું જાણવા મળ્યુ઼ હતું.


એસઓજીએ રૂૂ.1,27,000 ની કિંમતના 12.700 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે બન્ને આરોપીઓની અટક કરી એક બાઇક અને 2 મોબાઇલ સહિત કુલ રૂૂ.2,47,000 નો મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી માટે અંજાર પોલીસને સોંપ્યા હતા. આરોપીઓની પ્રાથમિક પુછપરછમાં ઓરિસ્સાનો બલુ યાદવ નામના ઇસમે આ ગાંજાનો જથ્થો કુરિયર મારફત મોકલ્યો હોવાનું જણાવ્યું હતું. પોલીસે ત્રણ વિરૂૂધ્ધ ગુનો નોંધાવી કાયદેસર કાર્યવાહી કરી હતી.

Continue Reading

કચ્છ

રણ મહોત્સવની ટેન્ડર પ્રક્રિયામાં વિલંબથી કચ્છના હોટેલ ઉદ્યોગકારોમાં ચિંતાની લાગણી

Published

on

By

ઝડપથી પ્રક્રિયા પૂર્ણ કરવા બેઠકમાં વ્યક્ત કરાયો સૂર

કચ્છના ધોરડો ખાતે દર વર્ષે રણોત્સવનું આયોજન કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે ટેન્ટ સિટીના ટેન્ડર પ્રક્રિયામાં વિલંબ થતાં રણોત્સવ આયોજન લઈને ચિંતાના વાદળો ઘેરાયા છે. ભુજ ખાતે આજે કચ્છ હોસ્પિટાલિટી એસોસિએશનની બેઠક મળી હતી. જેમાં રણોત્સવના આયોજન અને ટૂરિઝમ ઉદ્યોગને વિકાસ લગતા જરૂૂરી સૂચનો અંગે ચર્ચા કરવામાં આવી હતી. અને રણ મહોત્સવના આયોજન સામેના વિઘ્નો દૂર કરવા માંગણી કરાઈ હતી.


કચ્છના ધોરડોના સફેદ રણમાં યોજાતા રણોત્સવે લોકોમાં ભારે આકર્ષણ ઉભું કર્યું છે. દર વર્ષે લાખો પ્રવાસીઓ કચ્છની મુલાકાતે આવે છે. આ વર્ષે રણોત્સવના આયોજન લઈને અસમંજસની સ્થિતિ ઉભી થઈ છે. ટેન્ટસિટીના ટેન્ડર પ્રક્રિયામાં વિલંબ થવાના કારણે રણોત્સવના આયોજન અંગે મુંઝવણ ઉભી થઈ છે. કચ્છ હોસ્પિટાલિટી ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોની ગઈકાલે મહત્વની બેઠક મળી હતી. જેમાં રણોત્સવ આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી.


બેઠકમાં લાગણી વ્યક્ત કરાઈ હતી કે, ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા અમિતાભ બચ્ચનની સુંદર એડ બનાવીને રાષ્ટ્રીય ફલક પર પ્રસારિત કરવામાં આવી હતી, જેના લીધે કચ્છ સહિત ગુજરાતના પ્રવાસનને ભારે વેગ મળ્યો હતો. પુન: આ જુની એડ ચાલુ કરાવવી તેમજ અન્ય એક નવી એડ કોઈ સેલિબ્રિટી પાસે કરાવીને એને પણ ઈન્ડિયા લેવલે પ્રસારિત કરવામાં આવે અને રણોત્સવ દરમિયાન ગુજરાત ટુરિઝમ દ્વારા દરરોજ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે, જેથી પ્રવાસીઓ કચ્છની સંસ્કૃતિને માણી શકે.


રણોત્સવ દરમિયાન ટેન્ટસીટીની બહાર આવેલા ગ્રામ હાટ માર્કેટ તેમજ વિવિધ એક્ટિવિટીનો દિવાળીથી પ્રારંભ કરવામાં આવે છે. અગાઉ પાટનગર ભુજ ખાતે મુખ્યમંત્રીની હાજરીમાં કચ્છ કાર્નિવલનું અદભુત આયોજન થતું હતું, જે પુન: ચાલુ કરવા માટે માગ કરી છે. રણોત્સવ દરમિયાન ધોરડો ખાતે ઓછામાં ઓછા પાંચથી છ નવા ઈવેન્ટ અથવા ફેસ્ટીવલ શોનું આયોજન કરવામાં આવે તો પ્રવાસીઓમાં આકર્ષણ ઉભું થઈ શકે તેમ છે.

Continue Reading

કચ્છ

કચ્છના ફેમસ જોકીનો મુંબઇમાં આપઘાત

Published

on

By

દેણાના કારણે પગલું ભર્યાની સ્યૂસાઇડ નોટ મળી

આંબિવલીમાં કરિયાણાની દુકાન ચલાવવાની સાથે જ ડિસ્ક જોકી (ઉઉં) તરીકે પણ કામ કરતા 48 વર્ષના નરેન્દ્ર વિકમાણીએ દેવું થઈ જવાથી હતાશ થઈને ગળાફાંસો ખાઈને રવિવારે જીવન ટૂંકાવી દીધું હતું. તેમણે મરતાં પહેલાં સુસાઇડ-નોટ લખી હતી અને એમાં લેણદારોને ઉદ્દેશીને લખ્યું હતું કે કરજ મેં લીધું હતું પણ હું એ ચૂકવી શક્યો નથી, પણ તમે મારી પત્ની કે મારા દીકરાને એ માટે હેરાનન કરતા.


મૂળ કચ્છના કોટડા (રોહા)ના કચ્છી વીસા ઓસવાળ જૈન જ્ઞાતિના નરેન્દ્ર વિકમાણી આંબિવલીમાં પરિવાર સાથે રહેતા હતા. તેમના પરિવારની કરિયાણાની દુકાન છે. તેમના એક સંબંધીએ કહ્યું હતું કે કરજ કંઈ બહુ વધારે નહોતું, પણ તેણે ઘરમાં કોઈને કહ્યું જ નહીં અને એકલો-એકલો મૂંઝાતો રહ્યો. તેના પરિવારમાં પત્ની અને 20 વર્ષના દીકરાનો સમાવેશ છે. દીકરો જોબ કરે છે. તેણે સુસાઇડ-નોટમાં લેણદોરોને કહ્યું છે કે મારી પત્ની અને દીકરાને હેરાન ન કરતા.


અન્ય એક સંબંધીએ કહ્યું હતું કે નરેન્દ્રભાઈના પિતા વલ્લભભાઈએ વર્ષો પહેલાં કરિયાણાની દુકાન ચાલુ કરી હતી. તેમને નરેન્દ્ર, જયેશ, ભાવેશ અને મનોજ એમ ચાર દીકરા હતા. જેમ-જેમ દીકરા મોટા થતા ગયા એમ પોતપોતાનો અલગ-અલગ વ્યવસાય કરતા ગયા. નરેન્દ્રભાઈ પિતાની દુકાન પણ ચલાવવાની સાથે ડિસ્ક જોકી પણ હતા. તેમણે એમાં ઇન્વેસ્ટમેન્ટ પણ કર્યું હતું અને પછી એ ચલાવવા ટેમ્પો પણ લીધો હતો. થોડા જ વખતમાં તેઓ નરુ કા ઉઉં તરીકે ફેમસ થઈ ગયા હતા.

જોકે આ ધંધામાં ઇન્વેસ્ટમેન્ટ થતું જતું હતું, પણ સામે પેમેન્ટ મોડું આવતું હોવાથી દેવું થતું જતું હતું. તેમણે જો કોઈને કહ્યું હોત તો રસ્તો નીકળી શક્યો હોત, પણ એવું થાય એ પહેલાં જ અંતિમ પગલું લઈ લીધું. રવિવારે સાંજે નીકળેલી તેમની અંતિમયાત્રામાં 50 કરતાં વધુ યુવાનો જોડાયા હતા.

Continue Reading
મનોરંજન2 mins ago

‘દયા દરવાજા તોડ દો’, 6 વર્ષ બાદ CIDની ટીમ ટીવી પર આવશે

મનોરંજન6 mins ago

રોહિત શેટ્ટીની સિંઘમ-3માં સલમાન ખાનનો કેમિયો

ગુજરાત7 mins ago

તળાજા પાસે વીજતંત્રની બોલેરો અડફેટે બે ભાઇઓનાં મોત

Sports8 mins ago

ભારત-બાંગ્લાદેશ ટેસ્ટ, અશ્ર્વિન-જાડેજાએ સચિન-ઝહીરનો 20 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો

ગુજરાત10 mins ago

ધોરાજીમાં માતાની સારવાર માટે વ્યાજે લીધેલા 12 લાખ ચૂકવી દીધા છતાં વ્યાજખોરોનો ત્રાસ

રાષ્ટ્રીય11 mins ago

પંત સાથે અફફેરની વાત માત્ર અફવા: ઉર્વશી રોતેલા

ગુજરાત12 mins ago

ગોંડલમાં ગૃહકલેશથી પરિવારનો માળો પિંખાયો: પરિણીતાનો આપઘાત

ગુજરાત13 mins ago

ખંભાળિયા નજીક ટ્રક અને છોટા હાથી વચ્ચે અકસ્માત: એકનું મોત

ગુજરાત16 mins ago

કોરોનાકાળમાં ગુજરાતમાં રેકોર્ડ બ્રેક 7.25 લાખ મોત

આંતરરાષ્ટ્રીય16 mins ago

મધ્ય યુરોપમાં વિનાશક પૂરથી ચોતરફ તબાહી

રાષ્ટ્રીય2 days ago

બજાજ હાઉસિંગ ફાઈનાન્સનો શેર આજે ઘટ્યો, જાણો કિંમત

ગુજરાત2 days ago

જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા

રાષ્ટ્રીય2 days ago

‘વન નેશન-વન ઇલેક્શન’ના પ્રસ્તાવને લીલી ઝંડી, મોદી સરકારની કેબિનેટે આપી મંજૂરી

રાષ્ટ્રીય18 hours ago

ઓફિસના વર્કલોડે લીધો CAનો જીવ! માતાનો ભાવુક પત્ર વાંચીને કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય

રાષ્ટ્રીય2 hours ago

કાશી વિશ્વનાથન મંદિરમાં મંગળા આરતી દરમિયાન મોટી દુર્ઘટના, શોર્ટ સર્કિટના કારણે ગર્ભગૃહની ટોચ પર લાગી આગ

કચ્છ2 days ago

કચ્છના ફેમસ જોકીનો મુંબઇમાં આપઘાત

ગુજરાત1 day ago

લીંબડી નજીક 120 કરોડના ખર્ચે બનેલા બ્રિજમાંથી સળિયા દેખાયા

ક્રાઇમ20 hours ago

ક્રેડિટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રેલવે કર્મચારીને ઓફિસમાં ઘુસી માર માર્યો

ગુજરાત20 hours ago

સાયપર ગામે પ્રાથમિક શાળામાં પાઈપલાઈન રીપેર કરતાં ભડકો થયો: વિદ્યાર્થી-શિક્ષક દાઝયા

રાષ્ટ્રીય1 day ago

શેરબજારમાં આજે જોરદાર ઉછાળો, સેન્સેક્સ રેકોર્ડ હાઈ લેવલ પર, નિફ્ટી પહેલી વખત 25600ને પાર

Trending