બસ અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત, પિતા-બે સંતાનો સહિત 4ના મોત

અમરેલી-સાવરકુંડલા રોડ ઉપર આજે સવારે પુરઝડપે જતી એસ.ટી. બસ ચાર સવારી બાઇકને હડફેટે લઇ રોડ નીચે ઉતરી ઝાડ સાથે અથડાતા સર્જયેલ ગમખ્વાર અકસ્માતમાં બાઇક સવાર…

અમરેલી-સાવરકુંડલા રોડ ઉપર આજે સવારે પુરઝડપે જતી એસ.ટી. બસ ચાર સવારી બાઇકને હડફેટે લઇ રોડ નીચે ઉતરી ઝાડ સાથે અથડાતા સર્જયેલ ગમખ્વાર અકસ્માતમાં બાઇક સવાર અમરેલી તાલુકાનાં દેવભૂમિ દેવળીયા ગામના બાઇક ચાલક અને તેના માસુમ પુત્ર તથા પુત્રીના કમકમાટીભર્યા મોત નિપજયા હતા. જયારે બસ રોડ નીચે ઉતરી ઝાડ સાથે અથડાતા બસ ડ્રાઇવરનું પણ કરૂણ મોત નિપજયું હતું.

આ અકસ્માતમાં બાઇક સવારના પત્ની સહીત ત્રણને ઇજા થવા પામી હતી. સુરત જતી બસને ભરૂૂચના દેરોલ નજીક આવેલા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈ-વે પર ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. ધોરાજીથી સુરત જાન લઈને જતી લક્ઝરી બસ અને ટેન્કર વચ્ચે જોરદાર ટક્કર થતા આ અકસ્માતમાં 2 લોકોના મોત થયાં છે. અને બાળકો સહિત 30થી વધુ મુસાફરો ઘાયલ થયા છે.

પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના સવારે લગભગ 5:30 વાગ્યે બની હતી. બસમાં પરિવારના સભ્યો અને તેમના સંબંધીઓ હતા, જેઓ લગ્ન સમારોહમાં જઈ રહ્યા હતા. જ્યારે બસ દેરોલ પાસે પહોંચી, ત્યારે તે આગળ જઈ રહેલા ટેન્કર સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બસનો આગળનો ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થયો હતો. જેના કારણે મુસાફરોમાં ભયનો માહોલ સર્જાયો હતો. આ ગમખ્વાર દુર્ઘટનામાં લક્ઝરી બસના ચાલક નવીન દાનાભાઈ ભારાઈ અને ક્લીનર રમેશ ગોવિંદ સોલંકીને ગંભીર ઈજાઓ પહોંચતા બંનેના કરુણ મોત નિપજ્યા છે.જ્યારે 30થી વધુ લોકો ઘાયલ થયા છે. અકસ્માતને પગલે એક્સપ્રેસવે પર ટ્રાફિક જામ થયો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો અને ટ્રાફિક ફરી શરૂૂ કરવા માટે ક્રેનની મદદથી ક્ષતિગ્રસ્ત બસ અને ટેન્કરને રસ્તા પરથી હટાવી દેવામાં આવ્યા હતા.

ધોરાજીની જાનની બસ ટેન્કર પાછળ અથડાતા બેના મોત, અન્ય 30ને ઈજા
ભરૂચ નજીક વહેલી સવારે સર્જાયેલો અકસ્માત
ધોરાજીના મુસ્લિમ પરિવારની સુરત જતી જાનની બસને ભરૂૂચના દેરોલ નજીક આવેલા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈ-વે પર ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. ધોરાજીથી સુરત જાન લઈને જતી લક્ઝરી બસ અને ટેન્કર વચ્ચે જોરદાર ટક્કર થઇ હતી. આ અકસ્માતમાં 2 લોકોના મોત થયાં છે. અને બાળકો સહિત 30થી વધુ મુસાફરો ઘાયલ થયા છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના સવારે લગભગ 5:30 વાગ્યે બની હતી. બસમાં પરિવારના સભ્યો અને તેમના સંબંધીઓ હતા, જેઓ લગ્ન સમારોહમાં જઈ રહ્યા હતા. જ્યારે બસ દેરોલ પાસે પહોંચી, ત્યારે તે આગળ જઈ રહેલા ટેન્કર સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બસનો આગળનો ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થયો હતો. જેના કારણે મુસાફરોમાં ભયનો માહોલ સર્જાયો હતો. આ ગમખ્વાર દુર્ઘટનામાં લક્ઝરી બસના ચાલક નવીન દાનાભાઈ ભારાઈ અને ક્લીનર રમેશ ગોવિંદ સોલંકીને ગંભીર ઈજાઓ પહોંચતા બંનેના કરુણ મોત નિપજ્યા છે.જ્યારે 30થી વધુ લોકો ઘાયલ થયા છે. અકસ્માતને પગલે એક્સપ્રેસવે પર ટ્રાફિક જામ થયો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો અને ટ્રાફિક ફરી શરૂૂ કરવા માટે ક્રેનની મદદથી ક્ષતિગ્રસ્ત બસ અને ટેન્કરને રસ્તા પરથી હટાવી દેવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *