પડધરીના તરઘડી ગામે મહિલાના ઘરે દરોડો: 96 બોટલ વિદેશી દારૂ ઝડપાયો

પડધરી તાલુકાના મોટા તરઘડી ગામની સીમમાં આવેલી ઉમિયા સ્કૂલ પાછળના વિસ્તારમાં મહિલાના ઘરે પોલીસે દરોડો પાડીને વિદેશી દારૂૂના 96 બોટલ વિદેશી દારૂૂ સાથે મકાન માલિક…

પડધરી તાલુકાના મોટા તરઘડી ગામની સીમમાં આવેલી ઉમિયા સ્કૂલ પાછળના વિસ્તારમાં મહિલાના ઘરે પોલીસે દરોડો પાડીને વિદેશી દારૂૂના 96 બોટલ વિદેશી દારૂૂ સાથે મકાન માલિક મહિલા આરોપીને ઝડપી પાડી છે.

આ કાર્યવાહી દરમિયાન વિદેશી દારૂૂનો આ જથ્થો વેચાણ અર્થે મોકલી આપનાર મહિલાના મિત્રનું નામ ખુલ્યું હતું, જે સ્થળ પર હાજર મળી આવ્યો ન હતો, જેથી પોલીસે બંને સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, મોટા તરઘડી ગામે ઉમિયા સ્કૂલની પાછળ રહેતા વર્ષાબેન મુકેશભાઈ શનીષરા (ઉ.વ. 43,)ના રહેણાંક મકાનમાં વિદેશી દારૂૂનો જથ્થો છુપાવવામાં આવ્યો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. રેડ દરમિયાન મહિલા આરોપી ના મકાનમાંથી અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂૂની કુલ 96 બોટલ સાથે રંગેહાથ ઝડપાઈ ગઈ હતી.

પોલીસે જપ્ત કરેલા આ વિદેશી દારૂૂના જથ્થાની કુલ બજાર કિંમત રૂૂપિયા 79,200 આંકવામાં આવી છે.
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, હાથી મસાલા ખોડીયાર હોટેલ પાછળ રહેતા સંજયભાઈ દીપકભાઈ કાણોતરા નામના શખ્સે મહીલાના રહેણાંક મકાને આ વિદેશી દારૂૂનો જથ્થો ગેરકાયદેસર વેચાણ અર્થે મોકલી આપ્યો હતો.

આ બનાવ અંગે પડધરી પોલીસે પ્રોહીબિશન એક્ટની કલમ 65(એ)ઈ, 116(બી) અને 81 હેઠળ ગુનો નોંધીને આગળની કાયદેસરની તજવીજ હાથ ધરી છે. રેડ દરમિયાન હાજર ન મળી આવેલા આરોપી સંજય કાણોતરાને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *