શહેરમાં લાલપરી વિસ્તારમાં રહેતા દારૂૂડિયા બાપે આઠ વર્ષની પુત્રીને ગામડે સાથે લઈ જવાનું કહેતા માતાએ બાળકીને લઈ જવાની ના પાડતા પિતાએ દારૂૂના નશામાં આઠ વર્ષની પુત્રીને માર માર્યો હતો બાળકીને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવી હતી. મળતી વિગત મુજબ ગ્રીનલેન્ડ ચોકડી પાસે આવેલા લાલપરી વિસ્તારમાં રહેતી આઠ વર્ષની બાળકી રાત્રિના અગિયારેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતી ત્યારે તેના પિતાએ દારૂૂના નશામાં ઢીકા પાટુનો માર માર્યો હતો.
બાળકીને ઇજા પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી હતી પ્રાથમિક પૂછપરછમાં પિતાને ગામડે જવું હતું પરંતુ પતિની દારૂૂની કુટેવના કારણે પત્નીએ આઠ વર્ષની પુત્રીને સાથે લઈ જવાની ના પાડતા પિતાએ દારૂૂના નશામાં આઠ વર્ષની પુત્રીને ગળે ટુંપો આપી માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં શહેરમાં આનંદપર વિસ્તારમાં આવેલા સંજુ પાર્કમાં રહેતા રાજન લાલનભાઈ ચૌધરી નામનો 23 વર્ષનો યુવાન રાત્રિના આઠેક વાગ્યાના અરસામાં પોતાના ઘર પાસે હતો ત્યારે પવન અને લખન નામના શખ્સે નજીવા પ્રશ્ને ઝઘડો કરી ઢીકા પાટુનો માર માર્યો હતો હુમલામાં ઘવાયેલા યુવકને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો ઉપરોક્ત બંને બનાવ અંગે બી ડિવિઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
