તથ્ય પટેલ કાંડમાં મોટો કાનૂની વળાંક, કારમાં સવાર પાંચ લોકો હોસ્ટાઇલ જાહેર

અમદાવાદના ચકચારી ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તથ્ય પટેલ સાથે કારમાં સવાર લોકો હોસ્ટાઇલ થયા છે.તથ્ય પટેલ સહિત 6 લોકો…

અમદાવાદના ચકચારી ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તથ્ય પટેલ સાથે કારમાં સવાર લોકો હોસ્ટાઇલ થયા છે.તથ્ય પટેલ સહિત 6 લોકો કારમાં સવાર હતા.અકસ્માત સમયે ગાડીની ઝડપ મામલે સાક્ષીઓએ પલ્ટી મારી છે. માલવિકા પટેલ, શાન સોની, ધ્વનિ પંચાલ, આર્યન પંચાલ, શ્રેયા પટેલ એ અકસ્માત બાદ મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન આપ્યું હતું. કેસની ટ્રાયલ દરમિયાન તમામ સાક્ષીઓ ગાડીની ઝડપ મામલે હોસ્ટાઇલ થયા છે.

20 જુલાઈ 2023ની મધરાતે અમદાવાદના એસજી હાઇવે પર ટ્રાફિક રોજની જેમ ચાલી રહ્યો હતો. ઇસ્કોન બ્રિજ ઉપર એક નાનો અકસ્માત થયો હતો. જેમાં એક ટોળું આસપાસ ઉભું હતું અને એવામાં જ અચાનક 140 થી વધુ ઝડપે દોડતી લક્ઝુરિયસ કાર આવે છે અને અનેક લોકોને ટક્કર મારે છે . જેમાં 9 થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. અકસ્માત બાદ એક નવયુવાન અને તેની સાથે કારમાં સવાર પાંચ લોકો બહાર આવ્યા હતા. આ વ્યક્તિ બીજું કોઈ નહી પરંતુ તથ્ય પટેલ હતો.

જમીન દલાલ અને રાજકીય વગદાર પ્રજ્ઞેશ પટેલના દીકરાએ બુધવારની રાત્રે તેની જેગુઆર કારથી અકસ્માત સર્જી 9 લોકોને ફુટબોલની જેમ ફંગોળ્યા હતા. જેમાં તમામ 9 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. અકસ્માત સમયે તથ્યની કારની સ્પીડ 142ની હતી. માત્ર પોતાની મસ્તી ખાતર ફુલસ્પીડે ગાડી ચલાવવાના શોખીન આ નબીરાએ 9 લોકોને મોતની નીંદ્રામાં પોઢા઼ડી દીધા હતા. ત્યારબાદ અકસ્માત સ્થળેથી તેના પિતા તેને લઈને ત્યાંથી નીકળી ગયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *