‘રીલ’નો જીવલેણ શોખ: વડોદરામાં માલગાડીના ડબ્બા પર ચઢેલા યુવાનનું વીજ કરંટથી મોત

વડોદરામાં એક 18 વર્ષીય કોલેજ વિદ્યાર્થીનું વીજ કરંટ લાગવાથી મૃત્યુ થયું છે. તે તેના મિત્રોની હાજરીમાં કથિત રીતે ’સ્ટંટ’ કરવાના ઈરાદાથી ત્યાં ઉભેલી એક માલગાડીના…

વડોદરામાં એક 18 વર્ષીય કોલેજ વિદ્યાર્થીનું વીજ કરંટ લાગવાથી મૃત્યુ થયું છે. તે તેના મિત્રોની હાજરીમાં કથિત રીતે ’સ્ટંટ’ કરવાના ઈરાદાથી ત્યાં ઉભેલી એક માલગાડીના ડબ્બા (ક્ધટેનર વેગન) પર ચઢ્યો હતો. જીવ ગુમાવનાર યુવાન હાઈ-ટેન્શન ઓવરહેડ કેબલના સંપર્કમાં આવ્યો હોવાનું કહેવાય છે. નોંધનીય છે કે, રેલવે એન્જિનને ચલાવવા માટે વપરાતી ઓવરહેડ વાયર (કેટેનરી વાયર)માં 25,000 વોલ્ટનો અઈ કરંટ હોય છે, અને તેની નજીક જવું પણ જીવલેણ સાબિત થઈ શકે છે.

રેલવે પોલીસે સોમવારે વિદ્યાર્થીના મોબાઈલ ફોનની તપાસ કરી હતી અને આ જીવલેણ ઘટના કયા સંજોગોમાં બની તે અંગે તપાસ હાથ ધરી છે. પોલીસે જણાવ્યું હતું કે, એવી શક્યતા છે કે તે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવા માટે વીડિયો શૂટ કરવાના હેતુથી ક્ધટેનર વેગનની છત પર ચઢ્યો હતો.

મૃતક યુવાનની ઓળખ નચિકેત મંડલ તરીકે થઈ છે. તે 14 નવેમ્બરની સાંજે તેના કેટલાક મિત્રો સાથે મકરપુરા ગયો હતો. મકરપુરા એ વડોદરા શહેરનો એક ઔદ્યોગિક અને રહેણાંક વિસ્તાર છે, જ્યાં આવેલું નાનું રેલવે સ્ટેશન વડોદરા જંક્શન (મુખ્ય રેલવે સ્ટેશન)થી લગભગ 9 કિમી દૂર છે.

ક્ધટેનર પર હોવા દરમિયાન તેને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો. ત્યારબાદ રેલવે અને ફાયર બ્રિગેડના કર્મચારીઓ, સ્થાનિક પોલીસ, ’108’ એમ્બ્યુલન્સ અને તેના પરિવારજનો તાત્કાલિક સ્ટેશન પર પહોંચી ગયા હતા. બચાવકર્મીઓ મંડલ સુધી પહોંચી શકે તે માટે રેલવે તંત્રએ ઓવરહેડ કેબલનો વીજ પુરવઠો બંધ કરી દીધો હતો, પરંતુ તેને બચાવી શકાયો નહીં. ફાયર બ્રિગેડના જવાનો તેને નીચે ઉતારી નજીકની એક ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો.

વડોદરા ડિવિઝનના રેલવે પોલીસ અધિક્ષક અભય સોનીએ જણાવ્યુ હતુ કે, મૃતકના મિત્રોએ અમને જણાવ્યું છે કે તે કોઈ સાહસિક સ્ટંટ કરવા માટે ટ્રેનની ઉપર ચઢી ગયો હતો. આ કોઈ સોશિયલ મીડિયા રીલ બનાવવા માટે હતું કે કેમ, તેની તપાસ ચાલી રહી છે. અકસ્માત પાછળ અન્ય કોઈ કારણો હતા કે કેમ, તેની પણ અમે તપાસ કરી રહ્યા છીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *