ચોટીલા નજીક જીલેટિન ભરેલી પીકઅપ કાર પકડાઈ! મોટા ‘વહીવટ’થી છૂટી ગઈ?

સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદે ખનન અને ખનીજ માફિયાઓની પ્રવૃત્તિઓને લઈને ફરી એક વખત ચર્ચાઓ તેજ બની છે. ચોટીલા નજીક જીલેટિન જેવો વિસ્ફોટક પદાર્થ, ડિટોનેટર અને વાયર…

સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદે ખનન અને ખનીજ માફિયાઓની પ્રવૃત્તિઓને લઈને ફરી એક વખત ચર્ચાઓ તેજ બની છે. ચોટીલા નજીક જીલેટિન જેવો વિસ્ફોટક પદાર્થ, ડિટોનેટર અને વાયર સહિતની સામગ્રી ભરેલી થાન પંથકની બોલેરો પીકઅપ કાર પોલીસના ધ્યાન પર આવી હોવાની ચર્ચા વચ્ચે આ મામલે કાયદેસરની કાર્યવાહી ને બદલે મોટો તોડ થયાની ચર્ચા એ ચકચાર જગાવી છે.

પોલીસને ચેકિંગ દરમ્યાન ખાણમાં વપરાતા વિસ્ફોટક સહિતની સામગ્રી મળી આવેલ હતી એક સ્થાનિક વ્યક્તિ એ વચ્ચે પડી મોટી રકમનો વહીવટ કરાવી સેટલમેન્ટ કર્યાની ચર્ચા એ જોર પકડેલ છે. આ ઘટનાને લઈને સૌથી વધુ ચર્ચા મુજબ વગદાર ખનીજ માફિયાનો પુત્ર વિસ્ફોટક પદાર્થ લઈ ને નિકળેલ હતો જે ચોટીલા નજીક પોલીસની ઝપટે ચડી ગયેલ હતો પરંતું આ સંદર્ભે વહીવટ કરી કોઈ બધુ રફેદફે કરવામાં આવેલ હોવાની પંથકમાં ગુપસુપ ઉઠેલ છે.

ચોટીલા નજીક પીકઅપ કારમાં વિસ્ફોટક સામગ્રી હોવાની ચર્ચા મળતી વિગતો અને સ્થાનિક સ્તરે ચાલી રહેલી ચર્ચા મુજબ, ચોટીલા નજીકની હદમાં બોલેરો પીકઅપ કારને અટકાવી તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન કારમાં જીલેટિન, ડિટોનેટર અને વાયર જેવી સામગ્રી હોવાની વાત સામે આવી હોવાનું કહેવાય છે. આ પ્રકારની સામગ્રી કયા હેતુથી લઈ જવામાં આવી રહી હતી, તેની ખરીદી અને પરિવહન માટે જરૂૂરી કાયદેસરની મંજૂરી હતી કે નહીં તથા સામગ્રી ક્યાં પહોંચાડવાની હતી, તે તપાસનો વિષય છે.

આટલી ગંભીર બાબત સામે આવી હોવાની ચર્ચા છતાં ત્યારબાદ કઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી, વાહન અને સામગ્રી જપ્ત કરાયાં હતાં કે નહીં અને જવાબદાર વ્યક્તિઓની પૂછપરછ થઈ હતી કે કેમ, તેવા સવાલોના જવાબ મળવા જરૂૂરી છે.ખનીજ માફિયાના પુત્રની સંડોવણી હોવાની ચર્ચા સ્થાનિક સ્તરે એવી પણ ચર્ચા થઈ રહી છે કે આ પીકઅપ કારમાં વિસ્ફોટક સામગ્રી લઈ જવા પાછળ સુરેન્દ્રનગર જિલ્લાના એક મોટા ખનીજ વ્યવસાય સાથે સંકળાયેલા વ્યક્તિના પુત્રની ભૂમિકા હોઈ શકે છે. આ ઉપરાંત, સ્થળ ઉપરન સંબંધિત લોકો અંગે ઉચ્ચ અધિકારી દ્વારા ખાનગી રાહે તપાસ હાથ ધરવામાં આવી હોવાની ચર્ચા છે.

રૂા.15 લાખના સેટલમેન્ટની ચર્ચા, સત્તાવાર તપાસ જરૂરી
આ સમગ્ર મામલે અંદાજે રૂૂ. 15 લાખ કે તેથી વધુની રકમના કથિત સેટલમેન્ટની ચર્ચાએ પણ ચકચાર જગાવી છે. જો આ ચર્ચામાં કોઈ તથ્ય હોય તો તે અત્યંત ગંભીર બાબત ગણાય. જોકે, હાલ આ રકમની લેવડદેવડ થઈ હોવાની ચર્ચા એ ચકચાર જગાવી છે. આથી રેન્જ કક્ષાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવે તો વાહન ક્યારે અને ક્યાં અટકાવવામાં આવ્યું, કયા અધિકારીઓ હાજર હતા, તેમજ ત્રણ ખેડૂત ખાખી કર્મીઓને પ્રાઇવેટ મોબાઇલ ટાવર લોકેશન સહિતની ખાનગીમાં તપાસ હાથ ધરાતા કેટલાક ની ઉંઘ ઉડાડી દિધી હોવાની ચર્ચા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *