ગુજરાતમાંથી દિલ્હી જતાં કાર્યકરોની અટકાયત, અનેક નજર કેદ

નવી દિલ્હીમાં આજથી મુખ્ય ચૂંટણી કમિશનરની માંગણી સાથે જંતર મંતર મેદાન ખાતે કોંકરોચ પાર્ટી દ્વારા શરૂ થયેલા પ્રદર્શનમાં ભાગલેવા જઇ રહેલા ગુજરાતના અનેક આંદોલનકારીઓની પોલીસે…

નવી દિલ્હીમાં આજથી મુખ્ય ચૂંટણી કમિશનરની માંગણી સાથે જંતર મંતર મેદાન ખાતે કોંકરોચ પાર્ટી દ્વારા શરૂ થયેલા પ્રદર્શનમાં ભાગલેવા જઇ રહેલા ગુજરાતના અનેક આંદોલનકારીઓની પોલીસે અટકાયત કરી લીધી છે અને અનેક કાર્યકરોને નજરકેદ કર્યા હોવાનું જાણવા મળે છે.

કોંકરોચ પાર્ટીએ તા.10 ઓકટોબરથી દિલ્હીમાં પ્રદર્શનની જાહેરાત કરી ત્યારથી ગુજરાતના ચળવળકારો ઉપર પોલીસ નજર રાખી રહી હતી. ખાસ કરીને કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને હટાવવા થયેલા આંદોલન સમયે ગુજરાતમાંથી દિલ્હી ગયેલા યુવાનો અને કાર્યકરો આજથી શરૂ થયેલા આંદોલનમાં જોડાય નથીં તે માટે સતત વોચ રાખવામાં આવી હતી અને ગઇકાલ સાંજથી જ ગુજરાતભરમાં અટકાયતોનો દોર શરૂ કરાયો હતો તો ઘણા કાર્યકરોને નજરકેદ કરી લેવાયા છે. આ ઉ5રાંત દિલ્હી જતી રાજધાની એક્સપ્રેસ પણ રદ કરી દેવામાં આવી છે.

વિરોધમાં ભાગ લેવા જતા ગુજરાતના અનેક આંદોલનકારોને પોલીસે અટકાયતમાં લીધા અથવા ઘરમાં રોક્યા હતા. કેટલાકે આક્ષેપ કર્યો કે પોલીસે તેમને દિલ્હી ન જવાનું લેખિત અન્ડરટેકિંગ આપવા માટે દબાણ કર્યું હતું.
અમદાવાદના સોશિયલ વર્કર અશ્વિન વઘેલા અને અન્ય 54 લોકોએ શુક્રવારે દિલ્હી જવાની યોજના બનાવી હતી. 9 ઓક્ટોબરે અમદાવાદ સિટી પોલીસે વઘેલા અને તેમના ગ્રુપના ત્રણ અન્ય નેતાઓને તેમના ઘરે અટકાયતમાં લીધા હતા. આ ઘટનાના સમાચાર ફેલાતાં ગોમતીપુર પોલીસ સ્ટેશન બહાર ભીડ એકઠી થઈ અને વિરોધ કર્યો હતો. એક આંદોલનકારે જણાવ્યું કે પોલીસે દિલ્હીના CJP વિરોધમાં ન જવાનું લેખિતમાં આપવાનું કહ્યું હતું, નહીંતર ઘરે જવા દેવામાં આવશે નહીં. તેઓ રાત્રે 2 વાગ્યા સુધી પોલીસ સ્ટેશને રહ્યા હતા અને ત્યારબાદ હાઉસ અરેસ્ટ હેઠળ છે.

SFI ગુજરાત સ્ટેટ સેક્રેટરી અને વડવાસા ગ્રામ પંચાયતના સરપંચ સત્યેશા લુવાને સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં હાઉસ અરેસ્ટમાં મૂકવામાં આવ્યા હોવાના અહેવાલ છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ સહિત અન્ય ટીમોએ રાજ્યના વિવિધ શહેરોમાં આંદોલનકારો અને રાજકીય કાર્યકરોને પ્રશ્નો પૂછ્યા અને મોનિટર કર્યા હોવાના આક્ષેપ થયા છે.

આ દરમિયાન વેસ્ટર્ન રેલ્વેએ 9 ઓક્ટોબરે સાબરમતી રેલ્વે સ્ટેશનથી 7.20 વાગ્યે પ્રસ્થાન કરનારી સ્વર્ણ જયંતી રાજધાની એક્સપ્રેસ (જે સવારે 7.30 વાગ્યે દિલ્હી પહોંચે છે) ઓપરેશનલ કારણો દર્શાવીને રદ કરી હતી.

જામનગર
દિલ્હી ખાતે જંતરમંતર પર યોજાનારા વિરોધ પ્રદર્શનમાં સામેલ થવા માટે દિલ્હી જઈ રહેલા જામનગરના કોંગ્રેસના ત્રણ આગેવાનોને જામનગર પોલીસે અટકાવી નજરકેદ કર્યા હોવાનું જાણવા મળ્યું છે. જેમાં જામનગર યુવક કોંગ્રેસના શહેર પ્રમુખ મહિપાલસિંહ જાડેજા (ડાડા), શહેર કોંગ્રેસના ઉપપ્રમુખ ડો. તોસીફ ખાન પઠાણ અને જામનગર એનએસયુઆઈના પ્રમુખ રવિરાજસિંહ ગોહિલનો સમાવેશ થાય છે. દિલ્હી ખાતે યોજાનારા વિરોધ પ્રદર્શનમાં ભાગ લેતા અટકાવવા માટે પોલીસે આ કાર્યવાહી કરી હોવાનું જાણવા મળ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *