નોબેલ ન મળવાથી નારાજ ટ્રમ્પે કહ્યું, હું ભૂલીશ નહીં

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ નોબેલ શાંતિ પુરસ્કાર ન મળવાને કારણે નાખુશ છે. તેમણે શુક્રવારે આ નિર્ણયની ટીકા કરતા તેને શરમજનક અને અપમાનજનક ગણાવ્યો. તેમણે ટિપ્પણી…

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ નોબેલ શાંતિ પુરસ્કાર ન મળવાને કારણે નાખુશ છે. તેમણે શુક્રવારે આ નિર્ણયની ટીકા કરતા તેને શરમજનક અને અપમાનજનક ગણાવ્યો. તેમણે ટિપ્પણી કરી કે આ નિર્ણયે નોર્વેની છબીને એવી રીતે ખરડાવી છે જેને ભૂંસવી મુશ્કેલ હશે. તેમણે એમ પણ જાહેર કર્યું કે તેઓ નોર્વેના આ નિર્ણયને ભૂલશે નહીં.

રાષ્ટ્રપતિ ટ્રમ્પે આ વર્ષના નોબેલ શાંતિ પુરસ્કાર માટે નવનેથમ “નાવી” પિલ્લેની પસંદગી પર પણ સવાલ ઉઠાવ્યા. તેમણે કહ્યું કે આ પુરસ્કાર એવી વ્યક્તિને આપવામાં આવ્યો છે જેના વિશે તેમણે ક્યારેય સાંભળ્યું ન હતું, અને ઉમેર્યું કે કોઈ જાણતું નથી કે તે કોણ છે. વાસ્તવમાં, નાવી પિલ્લે ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ છે. ટ્રમ્પનું માનવું છે કે શાંતિ માટેના તેમના પ્રયાસોને અવગણવામાં આવ્યા હતા.

ટ્રમ્પે વારંવાર દાવો કર્યો છે કે તેમણે વિવિધ વૈશ્વિક સંઘર્ષોને ઉકેલવામાં ભૂમિકા ભજવી છે. તેમણે પુનરોચ્ચાર કર્યો કે તેમણે આઠ યુદ્ધોનો ઉકેલ લાવ્યો છે, જેમાં ગાઝા અને ઈરાન સાથે સંકળાયેલા સંઘર્ષોનો સમાવેશ થાય છે. તેમનું કહેવું છે કે આ પ્રયાસો બદલ તેમને માત્ર એક નહીં, પરંતુ આઠ નોબેલ શાંતિ પુરસ્કાર મળવા જોઈતા હતા.

ટ્રમ્પે બે દિવસ પહેલાં જ નોબેલ શાંતિ પુરસ્કાર માટે દાવો રજૂ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે તેમણે એવું કંઈક હાંસલ કર્યું છે જે અન્ય કોઈ રાષ્ટ્રપતિએ કર્યું નથી. તેમના મતે, જ્યાં બહુ ઓછા રાષ્ટ્રપતિઓએ ક્યારેય કોઈ યુદ્ધનો ઉકેલ લાવ્યો છે, ત્યાં તેમણે આઠ સંઘર્ષોનો અંત લાવવામાં ભૂમિકા ભજવી છે.

થોડી વધુ તાળીઓ પાડો તો હું ટ્રમ્પ સાથે પુરસ્કાર શેર કરીશ: પિલ્લૈની મજાક
બીજી તરફ, 2026 નોબેલ શાંતિ પુરસ્કાર જીતનાર દક્ષિણ આફ્રિકન ન્યાયશાસ્ત્રી નવી પિલ્લેએ આ જાહેરાત પર પ્રતિક્રિયા આપતાં યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે આ સન્માન શેર કરવા અંગે મજાક કરી અને કહ્યું “જો તમે થોડી વધુ તાળીઓ પાડો તો હું ટ્રમ્પ સાથે આ પુરસ્કાર શેર કરી શકું છું,” પિલ્લેએ તેમની જીતના સમાચાર પછી તાળીઓ પાડ્યા બાદ ન્યુરેમબર્ગમાં કહ્યું. ઉલ્લેખનીય છે કે આ વર્ષે જાન્યુઆરીમાં તેમના પુરસ્કારની શોધે લોકોનું ધ્યાન ખેંચ્યું, જ્યારે વેનેઝુએલાના વિપક્ષી નેતા મારિયા કોરિના મચાડોએ તેમનો 2025નો પુરસ્કાર તેમની સાથે શેર કરવાની ઓફર કરી. માચાડોએ સંકેત આપ્યો કે તેણી તેમને એવોર્ડ આપવા માંગે છે, ટ્રમ્પે ફોક્સ ન્યૂઝને જણાવ્યું હતું કે તે સ્વીકારવું એ “મહાન સન્માન” હશે.

ખીજવાયેલા જગત જમાદારે આંતરરાષ્ટ્રીય કોર્ટ પર પ્રતિબંધ મુકયો
ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ (ICC)ના ભારતીય મૂળના પૂર્વ ન્યાયાધીશ નવનીતમ નાવી પિલ્લઈને નોબેલ શાંતિ પુરસ્કાર આપવાની જાહેરાત થતાં જ અમેરિકાની ટ્રમ્પ સરકારે એક મોટો નિર્ણય લીધો છે. જાહેરાતના થોડા જ સમય બાદ શુક્રવારે ટ્રમ્પ પ્રશાસને આંતરરાષ્ટ્રીય ગુનાહિત ન્યાયાલય (ICC) પર કડક પ્રતિબંધો લાદવાની જાહેરાત કરી દીધી છે. અમેરિકાનું માનવું છે કે ICC અમેરિકાના અને ઈઝરાયલના લોકો સામે યુદ્ધ અપરાધોના પૂર્વગ્રહયુક્ત આરોપોની સુનાવણી કરે છે. નોંધનીય છે કે, યુદ્ધ અપરાધો માટે ICC એ ઈઝરાયલના પ્રમુખ નેતન્યાહૂ અને રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય ધરપકડ વોરંટ પણ જાહેર કરેલું છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *