શ્રીલંકન બોલરે ફેંકેલો બોલ ત્રીજી પિચ પર પડ્યો

જાપાનની એશિયન ગેમ્સમાં ગુરુવારે શ્રીલંકા સામે ભારતે જીતેલી સેમિ ફાઇનલમાં સંજુ સેમસન ફક્ત 7 રન કરીને આઉટ થઈ ગયો એ પહેલાં તેને તેમ જ બાકીના…

જાપાનની એશિયન ગેમ્સમાં ગુરુવારે શ્રીલંકા સામે ભારતે જીતેલી સેમિ ફાઇનલમાં સંજુ સેમસન ફક્ત 7 રન કરીને આઉટ થઈ ગયો એ પહેલાં તેને તેમ જ બાકીના ખેલાડીઓ અને પ્રેક્ષકો-દર્શકોને એક અજબ ઘટના જોવા મળી હતી. શ્રીલંકાના સ્પિનર થારિન્ડુ રત્નાયકેએ એક બોલ ફેંક્યો જે તેના હાથમાંથી છટકી ગયો હતો.

એ બોલ બેટ્સમેન સેમસનની દિશામાં પડવાને બદલે ખૂબ દૂર ગયો હતો. બોલ બીજી કે ત્રીજી પિચ પર પડ્યો હતો. ખુદ સેમસન નવાઈ પામ્યો હતો. મેદાન પરના ખેલાડીઓ પણ જોતા રહી ગયા હતા. બોલર રત્નાયકે તો એટલો બધો ડઘાઈ ગયો હતો કે પોતે ફેંકેલો બોલ ગયો ક્યાં એવું વિચારીને આકાશ તરફ જોવા લાગ્યો હતો. છેવટે તેને ખબર પડી કે બોલ મુખ્ય પિચથી ખૂબ દૂર પડ્યો છે. અમ્પાયરે તરત જ એ બોલને નો બોલ જાહેર કર્યો હતો. થોડી વાર સુધી બધા આ ઘટના બદલ હસતા રહ્યા હતા. જોકે થોડી જ વારમાં સેમસન આઉટ થઈ ગયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *