આજી ડેમ વિસ્તારમાં વૃદ્ધ અને યુવકને છરીના ઘા ઝીંકી દેવાની ધમકી આપી લૂંટી લીધા

  શહેરના આજીડેમ વિસ્તારમાં વાહનચાલકો અને રાહદારીઓને અટકાવી ઓળખકાર્ડ જોવાના બહાને લૂંટ ચલાવતી એક ચોંકાવનારી વિગત સામે આવી છે. સ્કૂટર પર આવતો અજાણ્યો શખ્સ લોકોને…

 

શહેરના આજીડેમ વિસ્તારમાં વાહનચાલકો અને રાહદારીઓને અટકાવી ઓળખકાર્ડ જોવાના બહાને લૂંટ ચલાવતી એક ચોંકાવનારી વિગત સામે આવી છે. સ્કૂટર પર આવતો અજાણ્યો શખ્સ લોકોને તું મારી સાથે કામ કરતો હતો અને પૈસા લઈ ભાગી ગયો છે અથવા તમારા જેવા જ કારીગરે મારા પૈસા લીધા છે તેમ કહીને અટકાવે છે. ત્યારબાદ તે ઓળખ સાબિત કરવા માટે ઓળખકાર્ડ માગે છે અને જેવો ભોગ બનનાર વ્યક્તિ પાકીટ બહાર કાઢે કે તરત જ છરીના ઘોદા મારી દેવાની ધમકી આપી રોકડ રકમની લૂંટ ચલાવી ફરાર થઈ જાય છે. આ પ્રકારની બે જુદી-જુદી ઘટનાઓ સામે આવતા જ સમગ્ર વિસ્તારમાં સસંસનાટી મચી ગઈ છે.

વધુ વિગતો મુજબ,કોઠારીયા મેઈન રોડ પરના ગોવિંદનગર શેરી નં.7માં રહેતા રાજેશભાઈ નિવૃત્ત જીવન વિતાવે છે. રાંધણ ગેસનો બાટલો ભરાવવા વતન કોલકી જવા માટે રિક્ષામાં બેસી માલધારી ફાટક પાસે પહોંચ્યા હતા. તે વખતે અજાણ્યા શખ્સે આવી તું મારી સાથે થોડા વર્ષો પહેલા કારખાનામાં કામ કરતો હતો, મારા પૈસા લઈને જતો રહ્યો છે તેમ કહી આધાર કાર્ડ માંગ્યું હતું. જે નહીં હોવાનું રાજેશભાઈએ જણાવતા છરીના ઘા ઝીંકી દેવાની ધમકી આપી તેના શર્ટના ઉપરના ખિસ્સામાંથી રૂૂા.1500 લૂંટી જતો રહ્યો હતો.

આ જ રીતે જંગલેશ્વર મેઈન રોડ પરના રાધાકૃષ્ણનગર શેરી નં.18માં રહેતો મૂળ બિહારનો રમેશ કુશવાહ (ઉ.વ.33) લોઠડામાં આવેલા કારખાનામાં કામ કરે છે. ગઈ તા.16મીએ કારખાનામાં રજા હોવાથી બાઈક લઈ કોઠારીયા ગામ જતો હતો, રસ્તામાં એક ટી-સ્ટોલ પાસે પહોંચતા અજાણ્યા સ્કૂટર ચાલકે આવી મારે બેરીંગનું કારખાનું છે, એક બિહારી મારા પૈસા લઈ જતો રહ્યો છે, તારું આધાર કાર્ડ બતાવ તેમ કહી છરીના ઘા ઝીંકી દેવાની ધમકી આપી રૂૂા.2500 લૂંટી લીધા હતા. આજી ડેમ પોલીસમાં આ બંને લૂંટની ફરિયાદો નોંધાતા પોલીસે સાંઈબાબા સર્કલ પાસેથી ટૂવ્હીલર સાથે આરોપી મહેન્દ્રસિંહ રમેશસિંહ ચાવડા (ઉ.વ.37, રહે. કાલાવડ રોડ લક્ષ્મીના ઢોરા પાસે)ને પકડી લઈ રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પુછપરછ કરતા આરોપી વાહન સિલીંગનું કામ કરે છે. પરિવારનું પૂરુ થતું ન હોવાથી આર્થિક સંકળામણના કારણે લૂંટ કર્યાની કબૂલાત આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *