દેશમાં ડિજિટલ પેમેન્ટનો પર્યાય બની ગયેલા UPIને લઈને આજે બજારમાં ભારે પેનિકનો માહોલ જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર એવા મેસેજ વાયરલ થયા કે 2000 રૂૂપિયાથી વધુના UPI પેમેન્ટ પર હવે 5 રૂૂપિયા ચાર્જ લાગશે. આ વાત વાયુવેગે ફેલાતા જ નાના વેપારીઓ, લારી-ગલ્લાવાળાઓ અને કિરાણા દુકાનદારોમાં ગભરાટ ફેલાયો છે. અનેક જગ્યાએથી અહેવાલો આવ્યા છે કે વેપારીઓએ યુપીઆઇ સેવા બંધ કરી રોકડ વ્યવહાર શરૂ કરી દીધા છે. ખાસ કરીને રેપીડો રાઇડર્સ તેમજ ઓટો રીક્ષા અને ટેક્ષી ચાલકોએ પૈસા કપાવાના ડરથી રોકડમાં જ નાણા માંગવાનું શરૂ કરી દીધું છે.
હકીકતમાં સામાન્ય ગ્રાહક પર કોઈ ચાર્જ નથી NPCI અને કેન્દ્ર સરકારે અનેક વખત સ્પષ્ટતા કરી છે કે સામાન્ય ગ્રાહકથી ગ્રાહક (P2P) અને ગ્રાહકથી નાના વેપારી વચ્ચેના UPI વ્યવહાર પર કોઈ જ MDR કે વધારાનો ચાર્જ નથી. તમે 100 રૂૂપિયા મોકલો કે 50,000 રૂૂપિયા, ગ્રાહકને એક રૂૂપિયો પણ વધારે ચૂકવવાનો નથી.
આ ચર્ચા PPI એટલે કે UPI વોલેટ મારફતે થતા મોટા પેમેન્ટને લઈને છે. NPCIના જૂના સર્ક્યુલર મુજબ, જો કોઈ ગ્રાહક UPI વોલેટમાંથી 2000 રૂૂપિયાથી વધુનું પેમેન્ટ કોઈ મોટા વેપારીને કરે છે, તો વેપારીની બેંકને 1.1% સુધીનો ઇન્ટરચેન્જ ચાર્જ ચૂકવવો પડી શકે છે. આ ચાર્જ વેપારી ભોગવે છે, ગ્રાહક નહીં. અને તેમાં પણ નાના વેપારીઓ (જેમનું માસિક ટર્નઓવર ઓછું છે) ને આમાંથી મુક્તિ આપવામાં આવી છે.
સરળ ભાષામાં કહીએ તો, તમારી શેરીની ચાની કિટલી, પાન-માવાના ગલ્લા કે કિરાણા દુકાનને આ નિયમ લાગુ જ નથી પડતો. આ નિયમ મોટા શોપિંગ મોલ, મોટી બ્રાન્ડ્સ કે મોટા ઓનલાઇન વેપારીઓ માટે છે, જેઓ ઙઙઈં વોલેટથી પેમેન્ટ સ્વીકારે છે.
પરંતુ ગુજરાતમાં ખાસ કરીને રાજકોટ, સુરત અને અમદાવાદમાં નાના વેપારીઓમાં એવી ગેરસમજ ફેલાઈ કે દરેક 2000થી વધુના વ્યવહાર પર તેમના ખાતામાંથી 5 રૂૂપિયા કપાઈ જશે. કેટલાક વેપારી એસોસિએશનોએ પણ ઉતાવળમાં UPI બંધ કરવાની અપીલ કરી દીધી. સોશિયલ મીડિયા પર અડધી માહિતીવાળા મેસેજે આગમાં ઘી હોમ્યું.
નિષ્ણાતોનું કહેવું છે કે આ અફવાને કારણે ડિજિટલ ઈન્ડિયાને નુકસાન થઈ શકે છે. છેલ્લા 3 વર્ષમાં ગુજરાતમાં નાના વેપારીઓએ યુપીઆઇને ખુલ્લા દિલે અપનાવ્યું છે. જો તેઓ જ યુપીઆઇ સ્વીકારવાનું બંધ કરશે તો ફરી કેશનું ચલણ વધશે અને કાળા નાણાંને પ્રોત્સાહન મળશે. નાણા મંત્રાલયે પણ સ્પષ્ટ કર્યું છે કે યુપીઆઇને ફ્રી રાખવા માટે સરકાર દર વર્ષે બેંકોને ઇન્સેન્ટિવ આપે છે. યુપીઆઇપર ચાર્જ લગાવવાનો કોઈ પ્રસ્તાવ નથી. છઇઈં પણ નાના ડિજિટલ વ્યવહારોને પ્રોત્સાહન આપવા માંગે છે.
ગ્રાહકો માટે યુપીઆઇ આજે પણ 100% ફ્રી છે. નાના વેપારીઓ માટે પણ ફ્રી છે. રૂૂ. 5 ચાર્જની વાત મોટા વેપારીઓના ઙઙઈં વ્યવહારો પૂરતી સીમિત છે, તે પણ ગ્રાહક પાસેથી નહીં વસૂલાય. તેવી સરકારની સ્પષ્ટતા છતાં નાના વેપારીઓમાં પેનીકનો માહોલ છે અને સરકારના વલણ ઉપર ભરોસો ન હોય તેમ રોકડીયા વ્યવહાર શરૂ કરી રહ્યા છે.
અફવાઓ ઉપર આઇબીની નજર, સરકારે રિપોર્ટ માંગ્યો
ગુજરાતમાં યુપીઆઇથી નાણાકીય વ્યવહારોનું પ્રમાણ સતત વધી રહ્યું છે તેવા સમયે જ અમુક સેવા ઉપર ચાર્જ લાદવાની સરકારે તૈયારી કરતા નાના વેપારીઓમાં પેનીક ફેલાયો છે ત્યારે સરકારે ઇન્ટેલિજન્સ બ્યુરોને પણ સક્રિય કરેલ છે અને ખોટી અફવા ફેલાવતા લોકો ઉપર તેમજ સોશિયલ મીડીયા ઉપર નજર રાખવા સુચના આપી છે. આ ઉપરાંત લોકોના પ્રત્યાઘાતો અંગે પણ આઇબી પાસેથી વિસ્તૃત રિપોર્ટ માંગ્યો છે.
