સૌરાષ્ટ્ર-ઉત્તરપૂર્વ સમુદ્ર પર લો પ્રેશર યથાવત, હાલ ચક્રવાતની શકયતા નહીં

ભારતીય હવામાન વિભાગના પ્રાદેશિક વિશેષીકૃત હવામાન કેન્દ્ર (આરએસએમસી) નવી દિલ્હીએ જાહેર કરેલા ઉષ્ણકટિબંધીય હવામાન આઉટલુકમાં જણાવ્યું છે કે સૌરાષ્ટ્ર અને સંલગ્ન ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર પરનો…

ભારતીય હવામાન વિભાગના પ્રાદેશિક વિશેષીકૃત હવામાન કેન્દ્ર (આરએસએમસી) નવી દિલ્હીએ જાહેર કરેલા ઉષ્ણકટિબંધીય હવામાન આઉટલુકમાં જણાવ્યું છે કે સૌરાષ્ટ્ર અને સંલગ્ન ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર પરનો નીચા દબાણનો વિસ્તાર યથાવત રહ્યો છે. આ સિસ્ટમથી ગુજરાત કિનારે વાદળો અને છૂટાછવાયા વાવાઝોડા-વરસાદની પ્રવૃત્તિ ચાલુ રહેશે, પરંતુ આગામી 168 કલાકમાં અરબી સમુદ્રમાં ડિપ્રેશન બનવાની સંભાવના નથી.

બુલેટિન મુજબ ગઈકાલનો નીચા દબાણનો વિસ્તાર સૌરાષ્ટ્ર અને સંલગ્ન ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર પર જ કાયમ છે. તેની સાથે સંકળાયેલું ચક્રીય પરિભ્રમણ સમુદ્ર સપાટીથી 5.8 કિલોમીટર ઊંચાઈ સુધી વિસ્તરેલું છે અને ઊંચાઈ સાથે દક્ષિણ તરફ નમેલું છે. ઇનસેટ-3ડી(એસ) ઉપગ્રહ અનુસાર નીચા સ્તરનું પરિભ્રમણ ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર અને સંલગ્ન ગુજરાત કિનારા પર છે. દક્ષિણ પાકિસ્તાન, ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર અને કચ્છના અખાત પર મધ્યમથી તીવ્ર સંવહનવાળાં વાદળો છે. વાદળોની ટોચનું તાપમાન માઈનસ 40થી માઈનસ 70 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. ગુજરાત પર અલગ-અલગ સ્થળે નબળુંથી મધ્યમ સંવહન છે.

પૂર્વ અરબી સમુદ્ર, લક્ષદ્વીપ, માલદીવ અને ક્ધયાકુમારી વિસ્તારમાં પણ મધ્યમથી તીવ્ર સંવહન જોવા મળ્યું છે. અરબી સમુદ્રમાં આગામી સાત દિવસ માટે ડિપ્રેશન બનવાની સંભાવના નથી એટલે કે હાલની સિસ્ટમ વાવાઝોડામાં ફેરવાય તેવી આગાહી નથી. તેમ છતાં કચ્છ, સૌરાષ્ટ્ર અને ગુજરાત કિનારે વાદળછાયું વાતાવરણ અને છૂટાછવાયા વરસાદ-ગાજવીજની શક્યતા રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *