જામનગર જીલ્લાના 28 ગામોમાં સ્વ-ભંડોળ થી તળાવ ઊંડા ઉતારી જળ સંચય કરવાના કાર્ય ના ભાગ રૂૂપે ઠેબા ગામ માં કામ શરુ કરવામાં આવ્યું છે.
જૈન સંગઠન ફાઉન્ડેશન જામનગર ના સંયોજક શરદ શેઠ, નવીન કોઠારી, રક્ષિત શેઠ, કેતન મહેતા, જયેશ મહેતા તથા રોટરી ક્લબ જામનગર ના પ્રમુખ હિતેશ ચાંદરિય, સેક્રરેટરી નિહાર માલદે, સભ્યો મિલન શાહ, ડો. રુપેન દોઢીયા, જીતેન શાહ ઠેબા ના સરપંચ હાર્દિક મુંગરા અને ગ્રામજનો ની ઉપસ્થિતિ માં નવકાર મંત્ર ના પઠન બાદ જળ-સંચય માટે માટી – કાંપ દુર કરવાના કાર્ય નો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ કામગીરી બાદ ઠેબા ના તળાવ માં સવા કરોડ લીટર થી વધુ વર્ષા જળ સંચિત થશે જેનો ગામના અનેક ખેડૂતો અને પશુ-પક્ષી, ઢોર-ઢાંખર ને લાભ મળશે.
જામનગર જીલ્લા માં જૈન સંગઠન ફાઉન્ડેશન જામનગર અને રોટરી ક્લબ જામનગર ના સંયુક્ત ઉપક્રમે સ્વ-ભંડોળ થી, ડબાસંગ, આરીખાણા, બાલાચડી, નેસડા, મચ્જછુ-બેરાજા, સડોદર માં ફૂલનાથ મહાદેવ મંદિર, રાવલસર જેવા અનેક ગામ માં જળ-સંચય ના કાર્યો હાલ ચાલી રહેલ છે, જેમાં બંને સંસ્થા દ્વારા આ ભગીરથ કાર્ય માં તન – મન – ધન થી જોડાવા માટે જાહેર જનતા ને વિજ્ઞપ્તી કરવા માં આવેલ છે.
વરસાદી પાણી ને વહી જતું અટકાવવું બહુ જરૂૂરી છે. લોકો પોતા ના ઘર / ફેક્ટરી ની છત અને છાપરા ઉપર પડતા વરસાદી પાણી ને સંચિત કરે તો જળ-સ્તર ઊંચું આવે અને પાણી ની ગુણવત્તા પણ સુધરે. જળ સંચય ના કાય માં માર્ગદર્શન માટે સંસ્થા નો સંપર્ક કરી શકે છે.
