એસ.ટી.વિભાગની ઉઘાડી લૂંટ: ગુર્જરનગરી અને સ્લીપરના ભાડામાં દોડાવાય છે ભંગાર જેવી બસો

મુસાફર હિતરક્ષક સમિતિના દિલીપભાઈ આસવાણી, ગજેન્દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઈન્દુભા રાઓલ, સિનિયર સિટીઝન પ્રવીણભાઈ લાખાણી, પ્રતાપભાઈ વાળા, જયંતીભાઈ હિરપરા ની સંયુક્ત અને જણાવે છે કે સમગ્ર…

મુસાફર હિતરક્ષક સમિતિના દિલીપભાઈ આસવાણી, ગજેન્દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઈન્દુભા રાઓલ, સિનિયર સિટીઝન પ્રવીણભાઈ લાખાણી, પ્રતાપભાઈ વાળા, જયંતીભાઈ હિરપરા ની સંયુક્ત અને જણાવે છે કે સમગ્ર રાજ્યમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (એસ.ટી) રોજિંદી 8550 બસો ઓન ધ રોડ ચલાવવામાં આવે છે. અને રોજ 29 લાખ મુસાફરો ની અવરજવર ગુજરાત રાજ્ય એસ.ટી નિગમ માં થઈ રહી છે ત્યારે નિગમ દ્વારા મુસાફરો પાસેથી ગુર્જરનગરી અને સ્લીપર કોચનું ભાડું વસૂલાયા બાદ ભાઠા જેવી બસો અથવા એક્સપ્રેસ બસો મુકવામાં આવે છે. તેવું આધારભૂત વર્તુળોમાંથી જાણવા મળેલ છે. રાજ્યના તમામ ડેપોમાં ગુર્જર નગરી કે સ્લીપર કોચ 2 થી 3 બસો હોય જે એડવાન્સ બુકિંગમાં ગુર્જર નગરી અને સ્લીપર બતાવતી હોય ત્યારે એડવાન્સ બુકિંગ અને મોબાઈલથી આ પ્રકારની બસો મુસાફરો જ્યારે બુક કરાવે તે વખતે વધારે ભાડું ચૂકવતા હોય છે.

એક્સપ્રેસ, સ્લીપર અને ગુર્જર નગરીના ભાડા અલગ હોય છે. ગુર્જર નગરી એક્સપ્રેસ એટલે ડ્રાઇવર પાસે બસની આગળ તરફ દરવાજો હોય અને મુસાફરોને બેસવામાં કમ્ફર્ટેબલ રહે અને બેઠક વ્યવસ્થા પાસે સ્પેસ વધારે મળે લાલ કલરની બસ હોય અને ઉપર ગુર્જર નગરી એક્સપ્રેસ લખેલું હોય છે પરંતુ રાજ્યભરમાં ચાલતી ગુર્જર નગરી અને સ્લીપર ના નામે મુસાફરો પાસેથી ઉઘાડી લુંટ ચલાવવામાં આવે છે. તસવીરમાં દેખાતી પાલનપુર ડિવિઝન ની અંબાજી ડેપોની બસ નંબરGJ-18-Z T 1275 રાજકોટ થી સવારે છ કલાકે ઉપડતી રાજકોટ ગાંધીનગર અંબાજી એક્સપ્રેસ બસની વ્યાખ્યામાં આવે છે. આ બસમાં એડવાન્સ બુકિંગ કરનારા મુસાફરો પાસેથી ભાડું બે ત્રણ દિવસથી ગુર્જરનગરીના નામે વસૂલવામાં આવે છે. અંબાજી ડેપો ની ગુર્જર નગરી બસ નંબર ૠઉં-18-ણ ઝ 0492 આવતી હોય છે જે ન આવતા આ ભાઠા જેવી બસ મોકલવામાં આવે છે.

ગજેન્દ્રસિંહે વાત કરી ત્યારે તેઓએ જણાવ્યું કે ગુર્જર નગરી અને એક્સપ્રેસનો જે કાંઈ ભાડાની રકમનો તફાવત હશે તેવા મુસાફરો અમને અરજી આપે તો અમે તે તેના એકાઉન્ટમાં જમા કરી દેશું હવે રાજકોટ કે ગાંધીનગર કે અન્ય જગ્યાએ રહેતો મુસાફર અંબાજી અરજી કરવા જાય ? તફાવત ની રકમ તેને આપી દેવાની વાત કરી અને ડેપો મેનેજરે કહ્યું કે ગમે ત્યાં ડેપોમાં અરજી આપે તો પણ અમે તેને વધારાની રકમ જમા કરી દેશું અન્ય ડેપો વાળા કોઈ મુસાફરોને જવાબ દેતા નથી દાખલા તરીકે રાજકોટ ડેપોમાં આ પ્રકારની કોઈ અરજી આપે તો લેવાતી નથી અંબાજી અથવા જે તે ડેપોમાં જાવ એ પ્રકારની ખો આપવામાં આવે છે.
આ ફક્ત અંબાજી ડેપો નો પ્રશ્ન નથી પરંતુ રાજ્યભરના ડેપોમાં આ પ્રકારે ગુર્જર નગરી અને સ્લીપર ના નામે વધુ રકમ પડાવી ભંગાર બસો મોકલવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *