ફૂટબોલ ફેડરેશન નિવૃત્તિ બાદ કોઇ પેન્શન આપતું નથી
આર્જેન્ટીનાના મહાન ફૂટબોલર લિયોનેલ મેસીએ ઈન્ટરનેશનલ ફૂટબોલમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. જોકે, આંતરરાષ્ટ્રીય ફૂટબોલ છોડવાનો અર્થ એ નથી કે મેસી ફૂટબોલને સંપૂર્ણપણે અલવિદા કહી રહ્યો છે; તે ક્લબ ફૂટબોલમાં પોતાની ટીમ ઈન્ટર મિયામી માટે 2028ની સિઝન સુધી રમવાનું ચાલુ રાખશે.
મેસીને પેન્શન તરીકે કેટલી રકમ મળશે? તો આ સવાલનો જવાબ છે શૂન્ય. કોઈપણ દેશ કે આંતરરાષ્ટ્રીય ફૂટબોલ ફેડરેશનમાં ખેલાડીઓને નિવૃત્તિ પછી માસિક સરકારી પેન્શન આપવાની કોઈ સત્તાવાર પ્રણાલી નથી.
મેસીની આર્થિક સમૃદ્ધિ પેન્શન પર નહીં, પરંતુ તેમના ક્લબ કોન્ટ્રાક્ટ્સ, વૈશ્વિક બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ્સ, સ્પોન્સરશિપ અને મોટા બિઝનેસ રોકાણો પર નિર્ભર છે. એમએલએસ પ્લેયર્સ એસોસિએશનના રેકોર્ડ્સ મુજબ, ઇન્ટર મિયામી તરફથી મેસીનું નિશ્ચિત બેઝિક વળતર આશરે 28.33 મિલિયન ડોલર (લગભગ રૂૂપિયા 238 કરોડ) છે. એપલના ’ખકજ જયફતજ્ઞક્ષ ઙફતત’ માટે નવા આંતરરાષ્ટ્રીય સબ્સ્ક્રિપ્શન્સમાંથી થતી આવકનો મોટો હિસ્સો મેસીને મળે છે, જે વાર્ષિક આશરે 50 મિલિયન ડોલર (આશરે રૂૂપિયા 418 કરોડ) સુધી પહોંચે છે.
આ ઉપરાંત એડિડાસ સાથેની આજીવન ભાગીદારી અને જર્સી તથા મર્ચેન્ડાઇઝ વેચાણના રોયલ્ટી શેરથી તેમને વાર્ષિક આશરે 25 મિલિયન ડોલર એટલે લગભગ રૂૂપિયા 210 કરોડની કમાણી થાય છે. ઇન્ટર મિયામીના સહ-માલિક જોર્જ માસના જણાવ્યા અનુસાર, તમામ સ્ત્રોતો મળીને મેસીની વાર્ષિક કમાણી 70થી 80 મિલિયન ડોલર એટલે કે આશરે રૂૂપિયા 585 કરોડથી રૂૂપિયા 670 કરોડ જેટલી થાય છે.
ફોર્બ્સના આંકડા અનુસાર, મેસીની અંદાજિત કુલ સંપત્તિ આશરે 1.1 બિલિયન ડોલર એટલે કે આશરે રૂૂપિયા 9,200 કરોડ જેટલી છે. ફૂટબોલ ઉપરાંત મેસીનો ’ખઈંખ હોટેલ્સ’ હોસ્પિટાલિટી બિઝનેસ અને વૈશ્વિક રિયલ એસ્ટેટમાં મોટું રોકાણ છે, જે પેસિવ ઇન્કમ જનરેટ કરે છે. મેસીના કોન્ટ્રાક્ટમાં નિવૃત્તિ પછી ઇન્ટર મિયામી ક્લબમાં માલિકી હિસ્સો ખરીદવાની ખાસ જોગવાઈ છે. મેસીના આવ્યા બાદ ક્લબનું વેલ્યુએશન વધીને 1.4 બિલિયન ડોલર એટલે કે આશરે રૂૂપિયા 11,700 કરોડથી વધુ થઈ ગયું છે.
