લેન્ડિંગ વખતે બે વિમાનો ટકરાયા: ત્રણનાં મૃત્યુ

અમેરિકાના ફોર્ટ મોર્ગન મ્યુનિસિપલ એરપોર્ટ પર ગઇકાલે વિમાન દુર્ઘટના સર્જાઈ હતી. બે નાના વિમાન Cessna 172 અને Extra Flugzeugbau EA300 લેન્ડિંગ દરમિયાન ટકરાયા હતા. ટક્કર…

અમેરિકાના ફોર્ટ મોર્ગન મ્યુનિસિપલ એરપોર્ટ પર ગઇકાલે વિમાન દુર્ઘટના સર્જાઈ હતી. બે નાના વિમાન Cessna 172 અને Extra Flugzeugbau EA300 લેન્ડિંગ દરમિયાન ટકરાયા હતા. ટક્કર પછી એક વિમાનમાં આગ લાગી હતી, જે સંપૂર્ણપણે બળી ગયું હતું, જ્યારે બીજું વિમાન ખરાબ રીતે નુકસાન થયું હતું. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) અનુસાર, વિમાનમાં કુલ ચાર લોકો હતા, જેમાંથી ત્રણના મોત થયા છે. અન્ય એક વ્યક્તિની સ્થિતિ વિશે હજુ સુધી માહિતી આપવામાં આવી નથી.

મોર્ગન એરપોર્ટના એર ટ્રાફિક કંટ્રોલ (ATC) ટાવર પર લગાવેલા કેમેરામાં વિમાન દુર્ઘટના કેદ થઈ હતી.
વીડિયોમાં દૂરથી કાળા ધુમાડાના ગોટા દેખાઈ રહ્યા છે. નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSC) અને ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA)એ વિમાન દુર્ઘટનાની તપાસ શરૂૂ કરી દીધી છે.

29મી જાન્યુઆરી 2025ના રોજ અમેરિકામાં પણ બે વિમાનો ટકરાયા હતા. પોટોમેક નદી ઉપર આકાશમાં બે વિમાનો અથડાયા હતા અને આ અકસ્માતમાં 67 લોકોએ જીવ ગુમાવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *