‘મિર્ઝાપુર ધ મૂવી’ને સેન્સર બોર્ડે આપ્યું એ સર્ટિફિકેટ

લોકપ્રિય વેબ સિરીઝ બાદ હવે મોટા પડદા પર ધૂમ મચાવવા માટે આવી રહેલી ’મિર્ઝાપુર ધ મૂવી’ને સેન્સર બોર્ડ દ્વારા ’અ’ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે અને…

લોકપ્રિય વેબ સિરીઝ બાદ હવે મોટા પડદા પર ધૂમ મચાવવા માટે આવી રહેલી ’મિર્ઝાપુર ધ મૂવી’ને સેન્સર બોર્ડ દ્વારા ’અ’ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે અને આ ફિલ્મનો સમયગાળો 3 કલાક 17 મિનિટનો રહેશે. ચર્ચિત ફ્રેન્ચાઇઝી ’મિર્ઝાપુર: ધ મૂવી’ને સેન્સર બોર્ડ દ્વારા ’એ’ સર્ટિફિકેટ આપી દેવામાં આવ્યું છે, જેનો સ્પષ્ટ અર્થ એ છે કે સિનેમાઘરોમાં આ ફિલ્મ માત્ર 18 વર્ષથી વધુ ઉંમરના દર્શકો જ જોઈ શકશે. ફિલ્મનો કુલ રનટાઇમ આશરે 3 કલાક 17 મિનિટનો લાંબો રાખવામાં આવ્યો છે, જેના કારણે ફેન્સની અંદર ફિલ્મની કહાની અને તેના દમદાર ક્ધટેન્ટને લઈને ઉત્સુકતા બેફામ વધી ગઈ છે. મોટા પદડા પર મિર્ઝાપુરની આખી દુનિયા ફરી એકવાર જીવંત થતી જોવા મળશે, જ્યાં સત્તા, બદલો, હિંસા અને ગદ્દી મેળવવાની જૂની લડાઈ ફરીથી જોવા મળશે.

આ ભવ્ય ફિલ્મી પ્રોજેક્ટમાં દર્શકોને જૂના અને લોકપ્રિય ચહેરાઓ મોટા પડદા પર જોવા મળશે. અલી ફઝલ ફરી એકવાર પોતાના દમદાર અંદાજમાં ગુડ્ડુ પંડિતના રોલમાં નજર આવશે, જ્યારે પંકજ ત્રિપાઠી પોતાના પ્રખ્યાત પાત્ર કાલીન ભૈયા તરીકે ધમાકો કરવા તૈયાર છે. આ સિવાય દિવ્યેન્દુ પણ મુન્ના ત્રિપાઠીના રૂૂપમાં શાનદાર વાપસી કરી રહ્યા છે. આ દિગ્ગજ કલાકારો ઉપરાંત અભિષેક બેનર્જી, શ્વેતા ત્રિપાઠી, રસિકા દુગ્ગલ અને હર્ષિતા ગૌર જેવા પ્રતિભાશાળી કલાકારો પણ પોતપોતાના જૂના અને જાણીતા પાત્રોમાં ફરીથી જોવા મળશે. આગામી 4 સપ્ટેમ્બર 20વહ ના રોજ આ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. ઓટીટી પ્લેટફોર્મ પર ધમાકો મચાવ્યા બાદ હવે આ ક્રાઈમ ડ્રામા સિનેમાઘરોના મોટા પડદા પર કેવું પ્રદર્શન કરે છે તે જોવું રસપ્રદ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *