ઉપલેટાના ખીરસરાની જમીન ખરીદીના નામે રાજકોટના વેપારી સાથે 35 લાખની છેતરપિંડી

ઉપલેટા તાલુકાના ખીરસરા ઘેટિયા ગામે કરોડોની જમીનના નામે આચરવામાં આવેલી રૂૂ.35 લાખની ઠગાઈનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જમીન લે-વેચના દલાલ સાથે મળીને જમીન માલિકે રાજકોટના…

ઉપલેટા તાલુકાના ખીરસરા ઘેટિયા ગામે કરોડોની જમીનના નામે આચરવામાં આવેલી રૂૂ.35 લાખની ઠગાઈનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જમીન લે-વેચના દલાલ સાથે મળીને જમીન માલિકે રાજકોટના વેપારી પાસેથી લાખો રૂૂપિયા આંગડિયા મારફતે મેળવી લીધા બાદ દસ્તાવેજ કરી આપવાની સ્પષ્ટ ના પાડી દેતા આખરે આ મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. આ ઘટના અંગે ભાયાવદર પોલીસ સ્ટેશનમાં જમીન માલિક અને દલાલ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.

મળતી વિગતો અનુસાર, રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર આવેલી શિવ સંગમ સોસાયટીમાં રહેતા અને વૈભવ ગ્લાસ પ્રોડક્ટ્સ નામે વ્યવસાય કરતા નરશીભાઈ ડાયાભાઈ દોંગા (ઉં.વ. 65)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે, તેમણે પોતાના ભાગીદારો સાથે મળીને ખેતીની જમીન ખરીદવાનું આયોજન કર્યું હતું.

આ દરમિયાન તેમના ઓળખીતા મારફતે ખીરસરા ઘેટિયા ગામના જમીન દલાલ મામદભાઈ ઈસ્માઈલભાઈ નોયડાનો સંપર્ક થયો હતો. દલાલ મામદભાઈએ ખીરસરા ગામે આવેલી સર્વે નંબર 40/1 ની આશરે સાડા આઠ વીઘા રોડ ટચ ખેતીની જમીન બતાવી હતી. જમીન પસંદ પડતા દલાલે જમીન માલિક ભુપેન્દ્રભાઈ કરશનભાઈ માખસણા (રહે. ખીરસરા ઘેટિયા) સાથે વાતચીત કરાવી હતી. બંને પક્ષો વચ્ચે એક વીઘાના રૂૂ.6,85,000 ના ભાવે જમીનનો મૌખિક સોદો નક્કી કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તારીખ 06/03/2024 ના રોજ વાડીએ રૂૂબરૂૂ મળીને રોકડા રૂૂ.7,50,000/- સાટા સુથી પેટે ચૂકવી કાચું લખાણ કરવામાં આવ્યું હતું અને સાક્ષીઓની હાજરીમાં સહીઓ કરીને જમીનનો કબ્જો ખરીદનારને સોંપવામાં આવ્યો હતો.

સોદો થયાના અઠવાડિયા બાદ તારીખ 13/03/2024 ના રોજ દલાલ મામદભાઈએ નરશીભાઈને ફોન કરીને જણાવેલ કે જમીન માલિક ભુપેન્દ્રભાઈને સુરતમાં મિલકત ખરીદવી હોવાથી રૂૂ.20 લાખની જરૂૂર છે. જેથી ખરીદનારે વિશ્વાસ રાખીને રાજકોટની આંગડિયા પેઢી મારફતે ભાયાવદર ખાતે દલાલના નામે રૂૂ.20 લાખ મોકલી આપ્યા હતા. ત્યારબાદ આશરે બે મહિના પછી જમીન માલિકે પોતાના પરિવારમાં ગંભીર બીમારીનું બહાનું બતાવી વધુ રૂૂ.15 લાખ ની માંગણી કરી હતી. ખરીદદારોએ આ રકમ પણ આંગડિયા મારફતે સુરત ખાતે મોકલી આપી હતી. આમ, જમીનના સાટા પેટે કુલ રૂૂ.42.50 લાખ ચૂકવી દેવામાં આવ્યા હતા. કુલ રકમમાંથી બાદમાં આરોપીઓએ સુથીના રૂૂ.7.50 લાખ પરત આપી બાકીના પૈસા દસ્તાવેજ વખતે ચેકથી આપવાનું જણાવ્યું હતું. પરંતુ લાંબો સમય વિતી જવા છતાં અને અવારનવાર રજૂઆતો કરવા છતાં જમીન માલિક તથા દલાલ દસ્તાવેજ કરી આપવા માટે બહાના બતાવતા હતા.

છેલ્લા છ મહિનાથી જ્યારે ખરીદદારોએ દસ્તાવેજ કરી આપવા માટે કડક ઉઘરાણી કરી, ત્યારે બંને આરોપીઓએ પોતાનો અસલી ચહેરો છતો કર્યો હતો. આરોપીઓએ ચોંકાવનારો ખુલાસો કરતા જણાવ્યું હતું કે, “હવે દસ્તાવેજ કરી આપવો નથી. તમે જે રૂૂ.35 લાખ મોકલ્યા છે તે આંગડિયા મારફતે મોકલેલા છે અને આંગડિયામાં અઠવાડિયાથી વધુનું કોઈ રેકોર્ડ રહેતું નથી.” આ સાંભળીને નરશીભાઈ અને તેમના ભાગીદારો સ્તબ્ધ થઈ ગયા હતા અને તેમને ખ્યાલ આવ્યો હતો કે તેમની સાથે પૂર્વ આયોજિત કાવતરું રચીને રૂૂ.35,00,000/- ની મસમોટી રકમ પચાવી પાડવામાં આવી છે. આખરે નરશીભાઈ દોંગાએ ભાયાવદર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે આરોપી ભુપેન્દ્રભાઈ કરશનભાઈ માખસણા અને મામદભાઈ ઈસ્માઈલભાઈ નોયડા ગુનો દાખલ કર્યો છે. આ મામલે પી.એસ.આઈ ડી.એચ.રખોલીયાએ વધુ તપાસ હાથ ધરી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *