પ્લાસ્ટર કરતી વખતે 20 ફૂટ ઉંચા મેડા પરથી પટકાયેલા કડીયાનું મોત

શહેરમાં ઢેબર રોડ પર આવેલા રાધાનગરમાં રહેતા આધેડ માલધારી ફાટક પાસે સિલ્વર ઇન્ડસ્ટ્રીઝ એરીયામાં પ્લાસ્ટર કરતા હતા ત્યારે અકસ્માતે 20 ફૂટ ઉંચા મેડા પરથી નીચે…

શહેરમાં ઢેબર રોડ પર આવેલા રાધાનગરમાં રહેતા આધેડ માલધારી ફાટક પાસે સિલ્વર ઇન્ડસ્ટ્રીઝ એરીયામાં પ્લાસ્ટર કરતા હતા ત્યારે અકસ્માતે 20 ફૂટ ઉંચા મેડા પરથી નીચે પટકાયા હતા. ગંભીર રીતે ઘવાયેલા આધેડ કારીગરનું મોત નીપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ઢેબર રોડ પર આવેલા રાધાનગરમાં રહેતા રતીલાલ નાનજીભાઇ મારૂ (ઉ.વ.55) સવારના દસેક વાગ્યાના અરસામા માલધારી ફાટક પાસે સિલ્વર ઇન્ડસ્ટ્રીઝમાં પ્લાસ્ટરનું કામ કરતા હતા ત્યારે અકસ્માતે 20 ફૂટ ઉંચા મેડા પરથી નીચે પટકાયા હતા. ગંભીર રીતે ઘવાયેલા આધેડને તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જયા ફરજ પરના તબીબે જોઇ તપાસી નિષ્પ્રાણ જાહેર કરતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી હતી.

પ્રાથમિક પૂછપરછમાં મૃતક આધેડ ત્રણ ભાઇ ચાર બહેનમાં વચેટ હતા અને તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યુ છે. આ બનાવ અંગે આજીડેમ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *