14 વર્ષ પૂર્વે થયેલી 12 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો

  શહેરના હોસ્પિટલ ચોક નજીક 14 વર્ષ પૂર્વે કોસ્મેટિકના વેપારીની આંખમાં મરચાની ભૂકી છાંટી 12 લાખની થયેલી લુંટનો ભેદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઉકેલી નાખ્યો છે.રૂૂ.12…

 

શહેરના હોસ્પિટલ ચોક નજીક 14 વર્ષ પૂર્વે કોસ્મેટિકના વેપારીની આંખમાં મરચાની ભૂકી છાંટી 12 લાખની થયેલી લુંટનો ભેદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઉકેલી નાખ્યો છે.રૂૂ.12 લાખની રોકડની ચકચારી લૂંટના આ બનાવમાં ક્રાઈમ બ્રાન્ચે ત્રણ શખ્સોને ઝડપી લીધા છે,જયારે ટીપ આપનાર વેપારીની દુકાનમાં કામ કરતા કર્મચારીની શોધખોળ શરૂૂ કરી છે.

મળતી વિગતો મુજબ વર્ષ 2012માં હોસ્પિટલ ચોક નજીક ઠાકર હોટલ પાછળની શેરીમાં રહેતા કોસ્મેટિકના વેપારી હાતિમભાઈ કાથાવાલા પોતાના એકટીવા ઉપર રૂૂ.12 લાખની રોકડ લઇ જતા હતા ત્યારે લૂંટનો આ બનાવ બન્યો હતો. હાતિમભાઈના મોટરસાઇકલ આડે સ્કુટર ઉભું રાખી તેમને આંતર્યા હતા. ત્યારબાદ તેમની આંખમાં મરચાની ભૂકી નાખી, મોઢા પર મુક્કા મારીને ગંભીર ઇજા પહોંચાડી હતી. ત્રણ શખ્સોએ એક્ટિવાના આગળના ભાગે રાખેલી રૂૂ. 12,00,000 ની રોકડ રકમ ભરેલી બેગ ઝૂંટવીને ફરાર થઈ ગયા હતા. આ અંગે એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો, આ લુંટની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોપવામાં આવી હતી. 14 વર્ષ પૂર્વે થયેલી રૂૂ.12 લાખની લુંટમાં પોલીસને કોઈ મહત્વની કડી મળી ન હતી તે દરમિયાન આ લુંટના બનાવ બાદ ભાગ બટાઈમાં થયેલ ડખ્ખો પોલીસ માટે 14 વર્ષે મહત્વનો સાબિત થયો હતો.

ક્રાઈમ બ્રાન્ચના હેડ કોન્સ્ટેબલ કનકસિંહ સોલંકી, રાજેશભાઈ ચાવડા અને ધર્મરાજસિંહ રાણાને બાતમીદારે આપેલી ચોક્કસ બાતમીને આધારે તપાસ કરી લુંટ ચલાવનાર અબઝલ ઉર્ફે સદ્દામ અહમેદભાઈ દલવાણી (ઉં.વ. 37, ધંધો: ડ્રાઇવીંગ, રહે. રઘુનંદન સોસાયટી, પોપટપરા મેન રોડ, રાજકોટ), રાકેશ ઉર્ફે બીટુ ચંદ્રકાંતભાઈ ચૌહાણ/ચૌહાણ (ચૌહાણસમા) (ઉં.વ. 41, ધંધો: વેપાર, રહે. ક્રિશ્નનગર, પોપટપરા મેન રોડ, રાજકોટ) અને ઇકબાલ ભીખુભાઈ શેખ (ઉં.વ. 40, ધંધો: મજુરીકામ, રહે. પોપટપરા, રેલનગર પાસે, રાજકોટ) ની ધરપકડ કરી ત્રણેય પાસેથી કુલ રૂૂ.2.50 લાખની રોકડ કબજે કરી હતી.

આ ત્રિપુટી સાથે લુંટમાં હાતિમભાઈને ત્યાં નોકરી કરતો તેનો કર્મચારી પણ સંડોવાયેલ હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે, આ લુંટની ટીમ હાતિમભાઈને ત્યાં કામ કરતા કર્મચારીએ જ આપી હતી અને અબઝલ,રાકેશ અને ઇકબાલે મળી આ લુંટને અંજામ આપ્યો હતો.

પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશ્નર ચૈતન્ય માંડલિક, ડીસીપી (ક્રાઇમ) જગદીશ બાંગરવા તેમજ એસીપી (ક્રાઇમ) બી.બી.બસીયાના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પી.આઈ એ.એસ.ચાવડા, એમ.એલ.ડામોર, સી.એચ.જાદવ સાથે પીએસઆઈ એસ.એમ.રાણા, એ.એસ.આઇ. અનીલભાઇ સોનારા, મહેશભાઇ સોલંકી, ઘનશ્યામભાઇ મેણીયા, ગિરિરાજસિંહ જાડેજા, સુભાષભાઇ ઘોઘારી, લાલજીભાઇ હાડગરા, હરપાલસિંહ જાડેજા, નિકુંજભાઇ મારવીયાએ કામગીરી કરી હતી.

ટોળકી 14 વર્ષ સુધી બેખોફ બની ગુના આચરતી રહી છતા પોલીસ ઉંઘતી રહી
14 વર્ષ પૂર્વે બનેલા રૂૂ.12 લાખની લુંટ ચલાવનાર ટોળકી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. આશ્ચર્યની વાત છે કે, વર્ષ 2012માં બનેલ આ લુંટમાં સંડોવાયેલ અબઝલ,રાકેશ અને ઇકબાલે છેલ્લા 14 વર્ષમાં અનેક ગુનાને અંજામ આપ્યા છતાં પોલીસ ધરપકડ બાદ પણ અબઝલ,રાકેશ અને ઇકબાલે પોલીસ સમક્ષ 12 લાખની લુંટની કબુલાત આપી નહી ,કે પોલીસે આ લુંટનો ભેદ ઉકેલવામાં તસ્દી લીધી નહી, પ્ક્દએય્લ અબઝલ ઉર્ફે સદ્દામની સામે પ્ર.નગર અને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ચોરી, પ્રોહિબિશન અને બી.એન.એસ. તથા જી.પી.એક્ટની વિવિધ કલમો હેઠળ આશરે 5 ગુનાઓ નોંધાયેલા છે. જયારે રાકેશ ઉર્ફે બીટુની સામે જૂનાગઢ જિલ્લાના ચોરવાડ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન ધારા હેઠળ 2 ગુનાઓ નોંધાયેલા છે. તેમજ ઇકબાલ શેખની સામે પ્ર.નગર અને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ 3 ગુનાઓ નોંધાયેલા છે. આમ રાજકોટના અલગ અલગ પોલીસ મથકમાં લુંટને અંજામ આપનાર ટોળકી સામે ગુના નોંધાયા તે સ્પષ્ટ થાય છે કે, ટોળકી બેખોફ બની અન્ય ગુના આચરતી રહી છતાં લુંટનો ભેદ ઉકેલવામાં 14 વર્ષ માં એક પણ વખત સફળ રહી નહી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *