પારૂલ યુનિવર્સિટીમાં હજારો વિદ્યાર્થીઓનું હલ્લાબોલ, We Want Justiceના નારા

  પારુલ યુનિવર્સિટીમાં હોસ્ટેલના જમવાની ગુણવત્તાને લઈને મોટો હોબાળો થયો છે. અટલ ભવન હોસ્ટેલમાં જમવામાં વંદો મળ્યાના આક્ષેપ બાદ હજારો વિદ્યાર્થીઓ વિરોધમાં ઉતરી આવ્યા હતા.…

 

પારુલ યુનિવર્સિટીમાં હોસ્ટેલના જમવાની ગુણવત્તાને લઈને મોટો હોબાળો થયો છે. અટલ ભવન હોસ્ટેલમાં જમવામાં વંદો મળ્યાના આક્ષેપ બાદ હજારો વિદ્યાર્થીઓ વિરોધમાં ઉતરી આવ્યા હતા. વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે છેલ્લા ઘણા સમયથી હોસ્ટેલના જમવાની ગુણવત્તા અંગે ફરિયાદો કરવામાં આવી રહી હતી, પરંતુ યોગ્ય કાર્યવાહી ન થતાં આખરે રોષ ફાટી નીકળ્યો. ધ્વજવંદન બાદ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પારુલ કેમ્પસમાં એકઠા થયા અને We Want Justiceના નારા લગાવ્યા હતા.

વિદ્યાર્થીઓના જણાવ્યા પ્રમાણે હોસ્ટેલમાં આપવામાં આવતા ભોજનની ગુણવત્તાને લઈને છેલ્લા ઘણા સમયથી ફરિયાદો કરવામાં આવી રહી હતી. જમવાની ગુણવત્તા, સ્વચ્છતા અને ભોજનની વ્યવસ્થાને લઈને વિદ્યાર્થીઓ દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં સમસ્યાનો કાયમી ઉકેલ ન આવ્યો હોવાનો વિદ્યાર્થીઓનો આક્ષેપ છે. આ દરમિયાન અટલ ભવન હોસ્ટેલમાં ભોજનમાંથી વંદો મળી આવ્યો હોવાનો આક્ષેપ સામે આવતા વિદ્યાર્થીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. ભોજનમાં જંતુ મળી આવ્યાની વાત ફેલાતા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એકઠા થયા હતા અને હોસ્ટેલની ફૂડ ક્વોલિટી સામે વિરોધ નોંધાવ્યો હતો.ધ્વજવંદન બાદ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પારુલ કેમ્પસમાં એકઠા થયા અને We Want Justiceના નારા લગાવ્યા હતા (ETV Bharat Gujarat) વિદ્યાર્થીઓનો મુખ્ય સવાલ એ છે કે હોસ્ટેલમાં હજારો વિદ્યાર્થીઓ માટે ભોજન તૈયાર કરવામાં આવે છે ત્યારે તેની ગુણવત્તા અને સ્વચ્છતાની યોગ્ય તપાસ કેમ કરવામાં આવતી નથી?

જો ભોજનમાંથી ખરેખર વંદો મળી આવ્યો હોય તો ભોજન બનાવવાની પ્રક્રિયા, કિચનની સ્વચ્છતા અને ફૂડ સેફ્ટી અંગેની વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થાય છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે આ કોઈ એક દિવસની સમસ્યા નથી. છેલ્લા કેટલાક મહિનાઓથી જમવાની ગુણવત્તા અંગે ફરિયાદો કરવામાં આવી રહી હોવા છતાં સમસ્યાનું નિરાકરણ ન આવતા વિદ્યાર્થીઓનો અસંતોષ વધતો ગયો હતો. હવે વંદો મળ્યાના આક્ષેપ બાદ આ અસંતોષ જાહેર વિરોધમાં ફેરવાયો છે.વિદ્યાર્થીઓના વિરોધ વચ્ચે પારુલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ દેવાંશુ પટેલ પણ ખુદ મામલો થાળે પાડવા માટે મેદાનમાં આવ્યા હતા. વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરીને સમગ્ર મામલો સમજવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. હજારો વિદ્યાર્થીઓ એકસાથે વિરોધમાં ઉતરતા યુનિવર્સિટી કેમ્પસમાં સ્થિતિ ચર્ચાનો વિષય બની હતી. વિદ્યાર્થીઓ દ્વારા જવાબદારી નક્કી કરવા અને ભોજનની ગુણવત્તા અંગે યોગ્ય વ્યવસ્થા ઊભી કરવાની માંગ કરવામાં આવી રહી છે.

આ મામલે હજુ સુધી પારુલ યુનિવર્સિટી પ્રબંધન તરફથી સમગ્ર ઘટના અંગે સત્તાવાર રીતે કોઈ વિગતવાર માહિતી જાહેર કરવામાં આવી નથી. એટલે ભોજનમાં ખરેખર વંદો મળ્યો હતો કે નહીં, ભોજનની ગુણવત્તા અંગે અગાઉ કેટલી ફરિયાદો મળી હતી અને તે ફરિયાદો અંગે શું કાર્યવાહી કરવામાં આવી હતી તે અંગે સત્તાવાર સ્પષ્ટતા હજુ બાકી છે. વિદ્યાર્થીઓના આક્ષેપો સામે યુનિવર્સિટી તંત્રનો પક્ષ પણ મહત્વનો રહેશે. જો ભોજનની ગુણવત્તામાં ખરેખર ગંભીર ખામી સામે આવે તો જવાબદાર સામે કાર્યવાહી કરવાની સાથે ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે કડક ફૂડ સેફ્ટી પ્રોટોકોલ અમલમાં મૂકવાની જરૂૂર રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *