ઉપલેટાના રૂા.79.71 લાખના સાયબર ફ્રોડના ગુનામાં વોન્ટેડ રાજકોટના શખ્સની ધરપકડ

ઉપલેટા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ રૂૂ. 79,71,068 ના સાયબર ફ્રોડ કેસમાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા અને કોર્ટ દ્વારા વોન્ટેડ જાહેર કરેલા રાજકોટના શખ્સને ગ્રામ્ય એલસીબીની…

ઉપલેટા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ રૂૂ. 79,71,068 ના સાયબર ફ્રોડ કેસમાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા અને કોર્ટ દ્વારા વોન્ટેડ જાહેર કરેલા રાજકોટના શખ્સને ગ્રામ્ય એલસીબીની ટીમે જેતલસર પાસેથી સફળતાપૂર્વક ઝડપી પાડ્યો છે.

મળતી વિગતો મુજબ જિલ્લાભરમાં મ્યુલ એકાઉન્ટ અંગે અને વોન્ટેડ આરોપીને પકડવા માટે વિશેષ ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે. આ અન્વયે એલસીબી ટીમને માહિતી મળી હતી કે, ઉપલેટા પોલીસ સ્ટેશનમાં રૂૂ. 79,71,068નો સાયબર ફ્રોડનો ગુનો નોંધાયો હતો. જેમાં રકમ રાજકોટના આશીષ સુરેશચંદ્ર શેઠના બેન્ક ખાતામાં જમા થયા હતા. પોલીસે તેની ધરપકડ કરી સઘન પૂછપરછ કરતાં બહાર આવ્યું હતું કે જૂનાગઢ નયન કાંતીભાઈ ટીલવા અને અમદાવાદના જગદીશ રવજીભાઈ કોટડિયા અને નીલેશ રસીકભાઈ વેકરીયાએ ભેગા મળીને એક્સિસ બેન્કમાં ’માનવીશ એન્ટરપ્રાઇઝ’ નામે ખોટી પેઢી ખોલાવી હતી.

આ નકલી પેઢીના બેન્ક ખાતાની કિટ પાસબુક, એટીએમ કાર્ડ, ચેકબુક અને સિમકાર્ડ સાયબર ફ્રોડના નાણાકીય વ્યવહારો માટે મુંબઈ મોકલવામાં આવતી હતી. ફ્રોડની રકમ આ ખાતામાં જમા કરાવીને આરોપીઓ નક્કી કર્યા મુજબનું કમિશન મેળવતા હતા. અગાઉ પોલીસે અન્ય આરોપીઓની ધરપકડ કરી હતી, પરંતુ રાજકોટનો સુત્રધાર નીલેશ વેકરીયા લાંબા સમયથી ફરાર હતો. જેને પગલે કોર્ટે દ્વારા તેને વોન્ડેટ જાહેર કર્યો હતો. એલસીબીની ટીમને માહિતી મળી કે રાજકોટ નીલેશ વેકરીયા જેતપુર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના જેતલસર ચોકડી પાસેથી પસાર થવાનો છે. આ બાતમીના આધારે નીલેશભાઈ રસીકભાઈ વેકરીયા (ઉ.વ. 43, મૂળ રહે. ચોકસી નગર, ગોંડલ, હાલ રહે. આશોપાલવ સોસાયટી, કોઠારીયા, રાજકોટ) ને દબોચી લઇ તેને જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનને સોંપીને ઉપલેટા પોલીસને કાયદેસરની આગળની કાર્યવાહી માટે જાણ કરી છે.

રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય તથા જિલ્લા પોલીસ અધિક્ષક વિજય સિંહ ગુર્જરની સુચનાથી એલસીબીના પીઆઈ જે.પી. રાવના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આર.વી. ભીમાણી, કે.એમ. ચાવડા, એચ.સી. ગોહિલ, પી.એન. ભરવાડ તથા એએસઆઈ અને પોલીસ હેડ કોન્સ્ટેબલ મનીષભાઈ વરૂૂ, મનદીપસિંહ જાડેજા, ભરતભાઈ ગમારા સહિતની ટીમે કામગીરી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *