ગોંડલમાં લાઇસન્સ વિના બાઇક ઉપર સ્ટન્ટ કરતા સગીર અને તેની માતા સામે ગુનો નોંધાયો

ગોંડલ માં જાહેર માર્ગો પર બેફામ અને જોખમી રીતે વાહનો ચલાવતા ચાલકો સામે બી ડિવિઝન પોલીસે કડક ઝુંબેશ શરૂૂ કરી છે. વોરા કોટડા રોડ પર…

ગોંડલ માં જાહેર માર્ગો પર બેફામ અને જોખમી રીતે વાહનો ચલાવતા ચાલકો સામે બી ડિવિઝન પોલીસે કડક ઝુંબેશ શરૂૂ કરી છે. વોરા કોટડા રોડ પર હનુમાનધાર નજીક અન્ય રાહદારીઓના જીવને જોખમમાં મૂકે તે રીતે સ્ટન્ટ કરી બાઇક હંકારી રહેલા 17 વર્ષના એક સગીરને પોલીસે ઝડપી પાડ્યો છે. લાયસન્સ વગર સગીરને વાહન સોંપવા બદલ તેનાં માતા સામે પણ મોટર વાહન અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
બી ડિવિઝન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જીગ્નેશભાઈ ચૌહાણ, પોલીસ કોન્સ્ટેબલ દિગ્વિજયભાઈ અને લોકરક્ષક નીલેશભાઈ રાત્રિના આશરે 8:30 વાગ્યાના સુમારે વોરા કોટડા રોડ પર પેટ્રોલીંગમાં હતા.

તે સમયે હનુમાનધાર પાસે ત્રણ મોટરસાઇકલ ચાલકો જાહેર માર્ગ પર બેફિકરાઈથી અને ખૂબ જ ઝડપથી વાહનો ચલાવી સ્ટન્ટ કરતા નજરે પડ્યા હતા. પોલીસે તુરંત જ એક બાઇકચાલકને રોકીને તપાસ કરતા લાયસન્સ ન હતું.

પોલીસે હીરો સ્પ્લેન્ડર પ્લસ GJ-03-PL-8607 ચલાવનાર ચાલક 17 વર્ષના સગીર (રહે. વોરા કોટડા રોડ, માંધાતા પાન સામેની શેરી) હોવાનું ખૂલ્યું હતું. તેની પાસે વાહન ચલાવવાનું માન્ય ડ્રાઇવિંગ લાયસન્સ ન હતું. સગીર વયના બાળકને વાહન ચલાવવા આપવું એ મોટર વાહન અધિનિયમ હેઠળ ગુનો બનતો હોવાથી, સગીરની માતા શોભનાબેન મહેશભાઈ મકવાણા (ઉં.વ. 40) સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *