બામણબોર ચેક પોસ્ટ પાસે ટ્રાવેલ્સમાંથી 1 લાખના દારૂ સાથે 5 શખ્સો ઝડપાયા

એલસીબી ઝોન-1નો દરોડો : દારૂ અને બસ મળી કુલ રૂા.16 લાખનો મુદ્દામાલ કબજે શહેની ભાગોળે રાજકોટ અમદાવાદ હાઇવે પર બામણબોર ચેકપોસ્ટ પાસેથી એલસીબી ઝોન-1ની ટીમે…

એલસીબી ઝોન-1નો દરોડો : દારૂ અને બસ મળી કુલ રૂા.16 લાખનો મુદ્દામાલ કબજે

શહેની ભાગોળે રાજકોટ અમદાવાદ હાઇવે પર બામણબોર ચેકપોસ્ટ પાસેથી એલસીબી ઝોન-1ની ટીમે બાતમીના આધારે ટ્રાવેલ્સ બસમાંથી એક લાખના દારૂ સાથે મધ્યપ્રદેશના ચાર અને રાજકોટના એક મળી પાંચ શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસે દારૂ અને બસ મળી કુલ રૂા.16 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

જાણવા મળતી વિગત મુજબ એલસીબી ઝોન-1 પીએસઆઇ એમ.કે. મોવલીયા અને ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે એએસઆઇ મનરૂૂપગીરી ગૌસ્વામી, હેડકોન્સ. જગદીશસિંહ પરમાર અને કોન્સ, મહાવીરસિંહ ચુડાસમાને મળેલી બાતમીના આધારે હાઇવે પર બામણબોર ચેકપોસ્ટથી થોડે આગળ બાલાજી ટ્રાવેલ્સની બસ રોકીને તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન બસમાં સીટ નીચે બનાવેલા ચોરખાનાઓમાંથી ગેરકાયદે વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે બસના ડ્રાઇવર લેંજુ અદીયા ડામોર (ઉં.વ. 26, રહે. કાકરદા ગામ, કુંદનપુર, તા. રાણાપુર, જી. જાંબુવા એમપી), ક્લીનર સંજય અનિલભાઇ નીનામા (ઉં.વ. 22, રહે. દોતેડ ગામ, કુંદનપુર, તા. રાણાપુર, એમપી), વિજય વિક્રમસિંહ હટીલા (ઉં.વ. 27, રહે. ઉસાલપુરા ગામ, કંજાવાની, તા. રાણાપુર, એમપી), સંજય કાનજુ મેડા (ઉ.વ. 28, રહે, બુધાશાલા ગામ, પુજારા ફળિયા, કુંદનપુર, તા. રાણાપુર, જી, જાંબુવા એમપી) અને વિજય હરજીભાઇ બાવળીયા (ઉ.વ. 25, રહે. માલધારી સોસાયટી શેરી નં. 03, શાળા નં. 67 પાસે, ગ્રીનલેન્ડ ચોકડી પાસે, રાજકોટ)ને પકડી લીધા હતાં.

પોલીસે બેગપાયપર ડીલક્સ વ્હીસ્કી: 180 એમ.એલ.ના પ્લાસ્ટિક તથા કાચના કંપની સીલપેક ચપલા નંગ 432 કિંમત રૂ. 86,400 તથા રોયલ સ્ટગ સુપરીયર વ્હીસ્કી: 750 એમ.એલ.ની બોટલ નંગ 12 કિંમત રૂ. 13,200નો દારૂૂ તથા 15 લાખની બસ મળી 15,99,600નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. બસ ચાલક, ક્લીનર અગાઉ પણ આ રીતે એક ખેપ મારી ચુક્યા હોવાનું ખુલતાં વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *