ગોંડલમાં શાળા-કોલેજ આસપાસ રોમિયોગીરી કરતા 4 ટપોરી ઝડપાયા

ગોંડલ બી’ડીવીઝન પોલીસ દ્વારા સ્કુલ કોલેજો પાસે આવારાગીરી દાખવી વિદ્યાર્થીનીઓની પજવણી કરતાં રોમીયો સામે કડક કાર્યવાહી દાખવી પેલેસ રોડ તથા બસ સ્ટેન્ડમાંથી ચાર શખ્સોને ઉઠાવી…

ગોંડલ બી’ડીવીઝન પોલીસ દ્વારા સ્કુલ કોલેજો પાસે આવારાગીરી દાખવી વિદ્યાર્થીનીઓની પજવણી કરતાં રોમીયો સામે કડક કાર્યવાહી દાખવી પેલેસ રોડ તથા બસ સ્ટેન્ડમાંથી ચાર શખ્સોને ઉઠાવી લઇ પાઠ ભણાવી શાન ઠેકાણે લવાઇ હતી.

પ્રાપ્ત વિગત મુજબ બી’ડીવીઝન પીઆઇ જી.એસ.ગઢવી અને પોલીસ સ્ટાફે સ્પેશિયલ ડ્રાઇવ યોજી કોલેજચોકમાં આવેલી કે.બી.બેરા સ્કુલ, એમબી. કોલેજ, મહીલા કોલેજ, પેલેસરોડ તથા બસસ્ટેન્ડમાં સઘન ચેકિંગ હાથ ધરી આવારાગીરી કે લુખ્ખાગીરી કરી રહેલા તત્વો સામે આકરુ વલણ દાખવ્યું હતું.

ગામડેથી અપડાઉન કરી સ્કુલ કોલેજ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ બસસ્ટેન્ડથી સ્કુલ કે કોલેજ આવન જાવન કરતી હોય ત્યારે આવારાતત્વો પીછો કરી પજવણી કરતાં હોય છે. પીઆઇ જી.એસ.ગઢવી એ જણાવ્યું કે આવા સંજોગોમાં મહીલા પોલીસ સહીતનો સ્ટાફ ખાનગી રીતે બંદોબસ્ત જાળવી આવા વિકૃત માનસિકતા ધરાવતા તત્વોની ખબર લેશે. રોમિયોગીરીનાં દુષણને ડામવા અને વિદ્યાર્થીનીઓ તથા રાજમાર્ગોપર પસાર થતી મહીલાઓની સલામતી માટે અવારનવાર ડ્રાઇવ યોજી આવારા તત્વોની જાહેર સરભરા કરાશે. પોલીસ દ્વારા કાર્યવાહી કરાઇ હોય રોમીયોગીરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.આવી ઘટનાઓમાં તુરંત પોલીસનો સંપર્ક કરવાં યાદી માં જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *