ગીર સોમનાથ જિલ્લાના પોલીસ અધિક્ષક જયદીપ સિંહ જાડેજા (IPS) દ્વારા જાહેરહિતમાં જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ ઇન્સપેક્ટર (PI) અને પોલીસ સબ ઇન્સપેક્ટર (PSI)ની બદલીના હુકમો જાહેરકરવા માં આવ્યા છે. બદલી મુજબ ઉના PI જે.કે.મોરીનીસુત્રાપાડાપોલીસ સ્ટેશનમાંથી લીવ રિઝર્વ (અટેચ સુત્રાપાડા) ખાતેબદલી કરવામાં આવી છે, જ્યારે PI કે.આઈ. જાડેજાની ઉના પોલીસ સ્ટેશન ખાતે નિમણૂક કરવામાં આવી છે.
તે ઉપરાંત PSI આર.પી. જાદવને ઉના પોલીસ સ્ટેશનથી સોમનાથ સુરક્ષા ખાતે, PSI કે.એન. મુછાળને વેરાવળ સિટી (રીડર ટુ એસપી અટેચ)માંથી ગીર ગઢડા પોલીસ સ્ટેશન ખાતે, PSI એન.એ. વાઘેલાને ગીર ગઢડા (એલ.આઈ.બી અટેચ)માંથી રીડર ટુ એસ પી તરીકે PSI જે.આર. ડાંગરને I.U.C.A.W. (મિસિંગ સેલ અટેચ)માંથી ઉના પોલીસ સ્ટેશન ખાતે બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત PI એમ.એ. વણારકા, એલ.આઈ.બી. શાખાને આગામી હુકમ સુધી એલ.સી.બી. શાખાનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે.
