ઉનાના વરસિંગપુરમાં જુગારધામ પર પોલીસના દરોડામાં 10 જુગારીઓ ઝડપાયા

ગીર સોમનાથ જિલ્લામાં જુગાર અને અન્ય ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે ચાલી રહેલા અભિયાન હેઠળ ઉના પોલીસે સફળ કાર્યવાહી કરતાં વરસિંગપુર ગામના કાંદા વિસ્તારમાં ખુલ્લી જગ્યાએ જાહેરમાં…

ગીર સોમનાથ જિલ્લામાં જુગાર અને અન્ય ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે ચાલી રહેલા અભિયાન હેઠળ ઉના પોલીસે સફળ કાર્યવાહી કરતાં વરસિંગપુર ગામના કાંદા વિસ્તારમાં ખુલ્લી જગ્યાએ જાહેરમાં ચાલતા હાર-જીતના જુગાર પર દરોડો પાડી 10 જુગારીઓને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રૂૂ. 27,300ની રોકડ રકમ તથા જુગારનું સાહિત્ય જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જુનાગઢ રેન્જના ડીઆઈજીપી રાજેન્દ્રસિંહ ચુડાસમા, ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા તથા ઉના વિભાગના નાયબ પોલીસ અધિક્ષક એમ. એફ. ચૌધરીના માર્ગદર્શન હેઠળ ઉના પોલીસ સ્ટેશનના પીઆઈ જે. કે. મોરીની સૂચના મુજબ સર્વેલન્સ સ્કવોડ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન મળેલી ખાનગી બાતમીના આધારે વરસિંગપુર ગામના કાંદા વિસ્તારમાં જાહેર રસ્તા નજીક લાઇટના અજવાળે પૈસાથી હાર-જીતનો જુગાર રમાતો હોવાનું જાણવા મળતા પોલીસે સ્થળ પર દરોડો પાડ્યો હતો.

દરોડા દરમિયાન પોલીસે કુલ રૂૂ.27,300ના મુદ્દામાલ સાથે કમલેશભાઈ પાંચાભાઈ વાળા (ઉ.વ.28), રહે. વરસિંગપુર (કાંદા વિસ્તાર)જીવનભાઈ ભીખાભાઈ ભાલીયા (ઉ.વ.40), રહે. વરસિંગપુર (કાંદા વિસ્તાર) રાજેશભાઈ નાનજીભાઈ વાળા (ઉ.વ.32), રહે. વરસિંગપુર (કાંદા વિસ્તાર)રાકેશભાઈ પાંચાભાઈ વાળા (ઉ.વ.26), રહે. વરસિંગપુર (કાંદા વિસ્તાર) રણછોડભાઈ નાનજીભાઈ વાળા (ઉ.વ. 33), રહે. વરસિંગપુર (કાંદા વિસ્તાર)વસનભાઈ નાનુભાઈ સોલંકી (ઉ.વ.29), રહે. વરસિંગપુર (કાંદા વિસ્તાર) માનસિંહભાઈ વીરાભાઈ બારૈયા (ઉ.વ.34), રહે. વરસિંગપુર (કાંદા વિસ્તાર)સંજયભાઈ મનુભાઈ વાળા (ઉ.વ.31), રહે. વરસિંગપુર (કાંદા વિસ્તાર)જગદીશ ભાઈ કાળુભાઈ સોલંકી (ઉ.વ.37), રહે. વરસિંગપુર (ઝાપા વિસ્તાર)ગોપાલભાઈ બીજલભાઈ વાળા(ઉ.વ.23), રહે. વરસિંગપુર (કાંદા વિસ્તાર)ને પકડી પાડી જુગાર ધારાની કલમ હેઠળ કાયદેસર કાર્યવાહી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *