અમરેલીમાં મહિલાએ યુવાનને મંદિરે માનતાના બહાને બોલાવી 1 લાખ પડાવી લીધા

યુવાન મંદિરે પહોંચ્યા બાદ ત્યાં હાજર મહિલા સહિતની ટોળકીએ ખોટા ગુનામાં ફિટ કરવાની ધમકી આપી અમરેલીના એક યુવકને પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂૂપે મહિલાએ માનતાના બહાને…

યુવાન મંદિરે પહોંચ્યા બાદ ત્યાં હાજર મહિલા સહિતની ટોળકીએ ખોટા ગુનામાં ફિટ કરવાની ધમકી આપી

અમરેલીના એક યુવકને પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂૂપે મહિલાએ માનતાના બહાને ધારીના ખોડિયાર માતાના મંદિરે બોલાવી, ત્યાં અન્ય એક મહિલા સહિત ચાર શખ્સો સાથે મળી છરી બતાવી ડરાવી-ધમકાવી રૂૂ. 1 લાખ પડાવી લીધાનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે. સમગ્ર મામલે અમરેલીમાં ફરિયાદ નોંધાતા સવાલો ઊભા થયા છે.

ગઈ કાલે સવારે 8:00થી બપોરે 2:15 વાગ્યા દરમિયાન અમરેલી સંકુલ ચોકડી પાસે આરતી મોદીએ અમરેલીના વરુડી ગામે રહેતા નીલેશભાઈ વિઠ્ઠલભાઈ માળવીને મળીને પોતાની માનતા હોવાથી ધારી ખાતે ખોડિયાર માતાના મંદિરે સાથે આવવાનું કહ્યું હતું. ત્યારબાદ બંને નિલેશભાઈના મોટરસાયકલ પર ધારી પહોંચ્યા હતા. જ્યાં રાહુલભાઈ સહિત અન્ય શખ્સો આવી પહોંચ્યા હતા અને બાદમાં ધવલ મોદીને પણ ત્યાં બોલાવવામાં આવ્યા હતા. ત્યાં પહોંચતા જ ધવલે નિલેશભાઈને માર મારી આરતીબેન મોદીએ તેઓને પોતાને બળજબરીથી ધારી લઈ આવ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો.

બે મહિલા સહિત ચારેય શખ્સોએ તેઓને ગાળો આપી ધમકાવી છરી બતાવી મામલો પતાવવા માટે પ્રથમ રૂૂપિયા 3 લાખની માંગણી કરી હતી. નિલેશભાઇએ એટલી રકમ ન હોવાનું જણાવતાં આખરે રૂૂપિયા 1 લાખમાં સમાધાન કરવાની વાત કરી રૂૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા.અત્રે ઉલ્લેખનીય બની રહેશે કે, મહિલાએ પોતાના સાગરીતો સાથે પૂર્વ આયોજિત કાવતરૂૂ રચીને યુવકને માનતા કરવાના બહાને બોલાવીને 1 લાખની ખંડણી માંગતા ચકચાર મચી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *