ફિફા વર્લ્ડ કપ માટે ફ્રાંસ સૌથી મજબૂત દાવેદાર

કાલે સ્પેન સામે સેમિફાઇનલ રમશે ફુટબોલ વિશ્વકપ હવે પોતાના અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે. હવે સેમીફાઈનલના જંગની તૈયારી ચાલી રહી છે. પ્રથમ સેમીફાઈનલમાં સ્પેનની ટક્કર…

કાલે સ્પેન સામે સેમિફાઇનલ રમશે

ફુટબોલ વિશ્વકપ હવે પોતાના અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે. હવે સેમીફાઈનલના જંગની તૈયારી ચાલી રહી છે. પ્રથમ સેમીફાઈનલમાં સ્પેનની ટક્કર ફ્રાન્સ સામે થશે જ્યારે બીજા સેમીફાઈનલમાં આર્જેન્ટીનાની સામે ઈંગ્લેન્ડ છે. આ વચ્ચે ટ્રોફી કોણ જીતશે તેના વિશે ભવિષ્યવાણી કરવામાં આવી છે.

ફુટબોલ વિશ્વકપ 2026ના સેમીફાઈનલ મુકાબલા પહેલા જર્મનીના મહાન ગોલકીપર ઓલિવર કાને ફ્રાન્સને ટાઇટલ જીતવાનું સૌથી મજબૂત દાવેદાર ગણાવ્યું છે. કાનનું નામવું છે કે ફ્રાન્સની ટીમ સંતુલન, મજબૂતી અને અલગ-અલગ રીતે મેચ જીતવાની ક્ષમતાને કારણે બાકી ટીમોથી અલગ જોવા મળી રહી છે. ફ્રાન્સનો સામનો પ્રથમ સેમીફાઈનલમાં 15 જુલાઈ) એ ડલાસ સ્ટેડિયમમાં સ્પેન સામે થશે. વિશ્વકપના નોકઆઉટમાં બંને ટીમ બીજીવાર આમને-સામને હશે. આ પહેલા 2006ના રાઉન્ડ ઓફ-16 મુકાબલામાં ફ્રાન્સે સ્પેનને 3-1થી હરાવ્યું હતું. ઓલિવર કાને કહ્યું કે અત્યાર સુધીના પ્રદર્શનને જોતા કોઈ ટીમને પસંદ કરવાની હશે તો તે ફ્રાન્સનું નામ લેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *