‘તારક મહેતા’માંથી જેઠાલાલનો રોલ કપાશે? સોશિયલ મીડિયામાં ચર્ચા જામી

સોશિયલ મીડિયા અને કેટલાક મીડિયા અહેવાલોમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે શોના નિર્માતાઓ હવે જેઠાલાલના પાત્રને ઓછું સ્ક્રીન ટાઈમ આપવાની યોજના બનાવી રહ્યા…

સોશિયલ મીડિયા અને કેટલાક મીડિયા અહેવાલોમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે શોના નિર્માતાઓ હવે જેઠાલાલના પાત્રને ઓછું સ્ક્રીન ટાઈમ આપવાની યોજના બનાવી રહ્યા છે. જોકે, આ અંગે અત્યાર સુધી શોના નિર્માતાઓ કે દિલીપ જોશી તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. અહેવાલો અનુસાર, નિર્માતાઓ હવે શોમાં જોડાયેલા નવા રાજસ્થાની પરિવારની સ્ટોરીલાઇન પર વધુ ભાર મૂકવા માંગે છે.
આ પરિવારમાં પતિ, પત્ની અને તેમના બે બાળકોનો સમાવેશ થાય છે. પતિનું પાત્ર કુલદીપ ગોર (રત્ન સિંહ બિંજોલા) જ્યારે પત્નીનું પાત્ર ધરતી ભટ્ટ (રૂૂપા) ભજવી રહ્યા છે. શોમાં રત્ના સાડીની દુકાન ચલાવતા જોવા મળે છે અને આ પરિવારની એન્ટ્રી બાદ તેમની કહાનીને વધુ સ્ક્રીન ટાઈમ આપવામાં આવી રહ્યો હોવાનું કહેવાય છે.

દિલીપ જોશી શોના સૌથી વધુ ફી મેળવનારા કલાકારોમાં સામેલ છે. તેઓ મહિને અંદાજે 15 દિવસ શૂટિંગ કરે છે. બીજી તરફ, દયાબેનનું પાત્ર લાંબા સમયથી શોમાં જોવા મળતું નથી, જેના કારણે જેઠાલાલ-દયાબેનની લોકપ્રિય સ્ટોરીલાઇન પણ આગળ વધી શકતી નથી. પરિણામે નિર્માતાઓ નવા ટ્રેક અને નવા પાત્રો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા હોવાનું માનવામાં આવે છે.

છેલ્લા કેટલાક એપિસોડમાં પણ બાઘા અને બાવરીની લવ સ્ટોરી સહિત અન્ય પાત્રોની કહાનીને વધુ મહત્વ આપવામાં આવ્યું છે. આ દરમિયાન અનેક દર્શકોએ સોશિયલ મીડિયા પર જેઠાલાલની ઓછી હાજરી અંગે સવાલો ઉઠાવ્યા હતા. ઘણા ચાહકોએ કોમેન્ટ કરીને પૂછ્યું હતું કે, “જેઠાલાલ ક્યાં છે?”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *