જેનિક સિનર નોવાક જોકોવિચને હરાવી વિમ્બલ્ડનની ફાઈનલમાં

ટેનિસજગતના સૌથી પ્રતિષ્ઠિત અને ઐતિહાસિક સ્ટેજ ’વિમ્બલ્ડન 2026’ માં એક નવો ઈતિહાસ રચાઈ ચૂક્યો છે. ઓલ ઈંગ્લેન્ડ ક્લબના સેન્ટર કોર્ટ પર રમાયેલી પુરુષ સિંગલ્સની હાઈ-વોલ્ટેજ…

ટેનિસજગતના સૌથી પ્રતિષ્ઠિત અને ઐતિહાસિક સ્ટેજ ’વિમ્બલ્ડન 2026’ માં એક નવો ઈતિહાસ રચાઈ ચૂક્યો છે. ઓલ ઈંગ્લેન્ડ ક્લબના સેન્ટર કોર્ટ પર રમાયેલી પુરુષ સિંગલ્સની હાઈ-વોલ્ટેજ સેમિફાઇનલમાં ઈટાલીના યુવા ટેનિસ સ્ટાર જેનિક સિનરે 24 વખતના ગ્રાન્ડ સ્લેમ વિજેતા નોવાક જોકોવિચને સીધા સેટોમાં ધૂળ ચટાડીને ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે.

સિનરે પોતાની આક્રમક રમત અને અદભુત શાંતિ જાળવી રાખીને ટેનિસના ‘કિંગ’ ગણાતા જોકોવિચને મેચમાંથી સંપૂર્ણપણે બહાર કરી દીધા હતા. હવે આ શાનદાર જીત બાદ ફાઇનલ મુકાબલામાં જેનિક સિનરનો સામનો જર્મનીના એલેક્ઝાન્ડર ઝ્વેરેવ સામે થશે.

આ મેચ શરૂૂ થઈ ત્યારથી જ જેનિક સિનર અલગ જ મૂડમાં દેખાતા હતા. ગ્રાસ કોર્ટ પર જોકોવિચના વર્ષોના અનુભવ અને દબાણ બનાવવાની વ્યૂહરચના સામે સિનરે પોતાની પાવરફુલ બેકહેન્ડ અને સચોટ સર્વિસનો ઉપયોગ કર્યો હતો. મેચના પ્રથમ સેટથી જ સિનરે જોકોવિચની સર્વિસ બ્રેક કરીને મેચ પર પોતાની પકડ મજબૂત કરી લીધી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *