લોડ્ર્સની ઐતિહાસિક મહિલા ટેસ્ટમાં સ્મૃતિ, હરમન અને દિપ્તીની ફિફ્ટી

ઈંગ્લેન્ડ સામેના ટેસ્ટના પ્રથમ દિવસે 285 રનમાં ભારતીય ટીમ ઓલ આઉટ, ઈંગ્લેન્ડે 21 રનમાં 1 વિકેટ ગુમાવી લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર ગઇકાલે પહેલી જ વખત…

ઈંગ્લેન્ડ સામેના ટેસ્ટના પ્રથમ દિવસે 285 રનમાં ભારતીય ટીમ ઓલ આઉટ, ઈંગ્લેન્ડે 21 રનમાં
1 વિકેટ ગુમાવી

લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર ગઇકાલે પહેલી જ વખત મહિલા ટેસ્ટ મેચ શરૂૂ થઈ છે જેમાં ઇંગ્લેન્ડ સામે ભારતીય ટીમ બેટિંગ મળ્યા બાદ રાત્રે 285 રન પર ઑલઆઉટ થઈ ગઈ હતી જેમાં ઓપનર અને વાઇસ-કેપ્ટન સ્મૃતિ મંધાના (83 રન, 108 બોલ, એક સિક્સર, અગિયાર ફોર)નું સૌથી મોટું યોગદાન હતું. તે ક્રિકેટના મક્કા ગણાતા આ મેદાન પર ટેસ્ટની હાફ સેન્ચુરી કરનાર પ્રથમ મહિલા ખેલાડી બની હતી.

જોકે સ્મૃતિ ઐતિહાસિક સેન્ચુરીથી વંચિત રહી હતી. 1884માં (142 વર્ષ પહેલાં) પહેલી વાર પુરુષોની ટેસ્ટ લોર્ડ્સ (કજ્ઞમિ’ત)માં રમાઈ હતી અને એમાં ઇંગ્લેન્ડ સામે ઑસ્ટ્રેલિયાના જ્યોર્જ ગિફેન (63 રન) હાફ સેન્ચુરી ફટકારનાર પ્રથમ બેટ્સમેન બન્યા હતા.

ભારતે શુક્રવારે ચોથા જ રન પર શેફાલી વર્મા (0)ની વિકેટ ગુમાવી દીધી હતી. કેપ્ટન હરમનપ્રીત કૌર (58 રન, 121 બોલ, સાત ફોર) પણ હાફ સેન્ચુરી પૂરી કર્યા બાદ આઉટ થઈ હતી. પાંચમાંથી સ્મૃતિ સહિતની બે વિકેટ પેસ બોલર ઇસ્સી વોન્ગે લીધી હતી. દીપ્તિ શર્મા (57 રન, 87 બોલ, સાત બોલ)એ પણ ટીમનો સ્કોર 300 રનની નજીક પહોંચાડવામાં સાથ આપ્યો હતો.

એ ઉપરાંત, જેમિમા રોડ્રિગ્સે 35 રન બનાવીને મિડલ-ઑેર્ડરને થોડો મજબૂત બનાવ્યો હતો. ઇંગ્લેન્ડની બોલર્સમાં સોફી એકલ્સ્ટને સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી. પ્રથમ દિવસની રમતના અંતે ઇંગ્લેન્ડે 21 રનમાં ઓપનર ટેમી બ્યૂમોન્ટની વિકેટ ગુમાવી હતી જે પેસ બોલર ક્રાંતિ ગૌડે લીધી હતી.

હરમનપ્રીતે લોર્ડ્સમાં રચ્યો ઈતિહાસ: ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરે ઐતિહાસિક લોર્ડ્સ મેદાન પર ઈતિહાસ રચ્યો. હરમનપ્રીત કૌરે 121 બોલમાં 58 રન બનાવીને એક અનોખો રેકોર્ડ બનાવ્યો. લોર્ડ્સ ટેસ્ટમાં પોતાની અડધી સદી ફટકારીને એક એવી સિદ્ધિ હાંસલ કરી જે સચિન તેંડુલકર અને વિરાટ કોહલી જેવા દિગ્ગજ ખેલાડીઓ પણ તેમના કરિયરમાં હાંસલ કરી શક્યા ન હતા. હરમનપ્રીત કૌર લોર્ડ્સમાં ત્રણેય ફોર્મેટમાં પચાસથી વધુનો સ્કોર બનાવનારી પ્રથમ ભારતીય, પ્રથમ મહિલા ખેલાડી અને વિશ્વની ચોથી ખેલાડી છે. લોર્ડ્સમાં ટેસ્ટ, વનડે અને ઝ20 માં ફક્ત યુનિસ ખાન, મહેલા જયવર્ધને અને કુમાર સંગાકારાએ જ અડધી સદી ફટકારી છે, પરંતુ હવે હરમનપ્રીત કૌર પણ આ યાદીમાં જોડાઈ ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *