જામજોધપુરના બે પોલીસ કર્મચારીને લાંચ કેસમાં એક વર્ષની કેદની સજા

જામનગર જિલ્લાના જામજોધપુર પંથકમાં દારૂનો કેસ નહિ કરવા બાબતે લાંચમાં ઝડપાયેલા બે પોલીસ કર્મચારીને એક વર્ષની કેદની સજાનો અદાલતે આદેશ કર્યો છે. આ કેસથી બચવા…

જામનગર જિલ્લાના જામજોધપુર પંથકમાં દારૂનો કેસ નહિ કરવા બાબતે લાંચમાં ઝડપાયેલા બે પોલીસ કર્મચારીને એક વર્ષની કેદની સજાનો અદાલતે આદેશ કર્યો છે. આ કેસથી બચવા માટે લાંચના પૈસા નહિ પરંતુ વાહન મરામતના ગેરેજ વાળાના પૈસા આવવાના હોવાનું પણ ચિત્ર ઉપસ્થિત કરવામાં આવ્યું હતું. પરંતુ સરકારી વકીલને દલીલોને ધ્યાનમાં રાખીને આરોપીને સજાનો હુકમ થયો છે.

જામજોધપુરમાં રહેતા અજય મનસુખલાલ સુરેજા તારીખ 6/1/2013ના જામજોધપુર પંથકમાંથી બાઈક લઈને પસાર થતા હતા ત્યારે પોલીસ કર્મચારી નારણભાઈ વિરમભાઈ ગઢવી અને લખુભા ગંભીરસિંહ રાઠોડ એ તેમના બાઇકની ડેકીની તલાસી લેતા દારૂના બે પાઉચ મળી આવ્યા હતા આથી આ કેસ નહિ કરવા માટે રૂૂપિયા 20,000 ની લાંચની રકમ માગણી કરવામાં આવી હતી અને અંતે રૂૂ.18000 માં નક્કી થયું હતું.

જે અંગે લાંચ રુશ્વત વિરોધી શાખાને ફરિયાદ કરવામાં આવતા તારીખ 8/12/2013ના રોજ છટકુ ગોઠવાયું હતું. જેમાં નારણભાઈ એ પૈસા લેવા માટે લખુભા રાઠોડને મોકલ્યા હતા .અને તે લાંચ લેતા ઝડપાઈ ગયા હતા. આ પછી લાંચ રુશ્વત વિરોધી શાખાના પોલીસ સ્ટાફે બંને પોલીસ કર્મચારી સામે ગુનો નોંધ્યો હતો અને અદાલતમાં ચાર્જ સીટ રજૂ કર્યું હતું.

આ અંગેનો કેસ જામનગર સેસન્સ અદાલતમાં ચાલી જતા સાત સાહેદોને તપાસવામાં આવ્યા હતા.અને 40 દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા. આ પછી ફરિયાદી અને આરોપી વચ્ચે સમાધાન થયું હશે. આથી સરકારી વકીલે દલીલ કરી હતી કે ફરિયાદી જો ફરી જાય અથવા સાહદ હોસ્ટાઇલ જાહેર થાય તો પણ તેમની જુબાનીના રિલેવેન્ટ પેરાને ધ્યાને લઈ શકાય આ કેસમાં ફરિયાદીએ એમ એમ જણાવ્યું હતું કે પોતાની બાઈક ગેરેજવાળાને રીપેરીંગ માટે આપી હતી જે લેવા જતા રૂૂ.18000ની ખર્ચ અને મજૂરીની રકમ માંગણી કરવામાં આવતા અને પોતાની પાસે પૈસા નહિ હોવાથી આ પોલીસ કર્મચારીની મદદ લીધી હતી. આ પછી પોતાને બાઈક મળી ગયું હતું. જ્યારે ગેરેજ વાળાને ચૂકવવાના 18000ની રકમ આ પોલીસ કર્મચારીને ચૂકવવા જતા એ વેળા એ તેને ઝડપી લીધા હતા.

આ ઉલટ તપાસ દરમિયાન ગેરેજ વાળો પણ તે મિકેનિક છે કે કેમ ? સાબિત થઈ શક્યું ન હતું. ફરિયાદી, આરોપી અને ગેરેજ વાળા એ એક સંપ કરીને આ ખોટી વાર્તા રજૂ કરી છે. તેમ સરકારી વકીલે દલીલો કરી હતી. તમામ દલીલો સાંભળ્યા પછી સેશન્સ જજ એન આર જોશી એ .બંને પોલીસ કર્મચારીને એક વર્ષની કેદની સજા અને રૂૂપિયા 15000ના દંડનો હુકમ કર્યો છે. આ કેસમાં સરકાર પક્ષે વકીલ દીપક આર ત્રિવેદી રોકાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *