ગોંડલનાં બિલીયાળા થી ગોંડલ, રાજકોટ જવા માટે S.T. બસની સુવિધા હોવા છતાં S.T. બસ ત્યાં ઊભી રહેતીના હોય અને ઓવર બ્રિજ ઉપરથી નીકળી જતી હોય બિલિયાળા ગામના વિદ્યાર્થીઓ, મહીલાઓ, નોકરિયાતો અને બહાર ગામથી આવેલા મુસાફરોને આવવા-જવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ખાસ કરીને સ્કૂલના વિદ્યાર્થીઓ અને સ્કૂલ જવા માટેI.T.I. તથા કોલેજના વિદ્યાર્થીઓને પણ ખૂબ તકલીફ પડે છે.
એસટી તંત્ર દ્વારા મનમાની ચલાવી કોઇ પણ કારણ વગર બિલીયાળાને બાયપાસ કરી દેવાયું હોય સરપંચ દિપકભાઈ રુપારેલીયા દ્વારા ગોંડલ ડેપો મેનેજરને રજુઆત કરાઇ હતી.પરંતુ સરપંચની રજુઆતને આજ સુધી ધ્યાને લેવાઇ નથી. અઢી હજારની વસ્તી ધરાવતા બિલીયાળા ગામને એસટી તંત્ર દ્વારા અન્યાય કરાઇ રહ્યો હોય ગામનાં સામાજિક આગેવાન વિપુલભાઈ ખિમસુરીયા એ એસટી ડેપો મેનેજરને બસનો સ્ટોપ હોવા છતા ઓવરબ્રિજ પરથી બાયપાસ થઇ રહેલી બસો અંગે તાકીદની રજુઆત કરી છે.અન્યથા ગ્રામ્યજનો દ્વારા નેશનલ હાઇવે પર ચક્કાજામ દ્વારા આંદોલન કરી વિરોધ પ્રદર્શિત કરાશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.
