ચુનારાવાડમાં તીનપત્તીનો જુગાર રમતી પાંચ મહિલા ઝબ્બે

રાજકોટ શહેરમાં થોરાળા વિસ્તારમાં ચુનારાવાડમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે થોરાળા પોલીસે દરોડો પાડી જુગાર રમતા પાંચ મહીલાને ઝડપી 10 હજારનો મુદામાલ જપ્ત કર્યો હતો.…

રાજકોટ શહેરમાં થોરાળા વિસ્તારમાં ચુનારાવાડમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે થોરાળા પોલીસે દરોડો પાડી જુગાર રમતા પાંચ મહીલાને ઝડપી 10 હજારનો મુદામાલ જપ્ત કર્યો હતો.

થોરાળા પોલીસ મથકના પીએસઆઇ એમ.એસ. મહેશ્વરી, પ્રકાશભાઇ ચાવડા અને સ્ટાફે બાતમીને આધારે દરોડો પાડી ચુનારાવાડ શેરી નં.2માં ટીનુબેન ચૌહાણના મકાન પાસે જુગાર રમતા ટીનુબેન કાળુભાઇ ચૌહાણ, રતનબેન માનસીંગ સોલંકી, મીનાબેન રણજીતભાઇ ટાંક, મીનાબેન વિજયભાઇ રાઠોડ અને રમાબેન ગોરધનભાઇ જંજવાડીયાને પકડી રૂા.10260 હજારનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *